________________
૫૮
જૈન તર્કભાષા विशेषव्यतिरेकावधारणमपाय:, सद्भूतार्थविशेषावधारणं च धारणा' इत्याहुः, तन्न; क्वचित्तदन्यव्यतिरेकपरामर्शात्, क्वचिदन्वयधर्मसमनुगमात्, क्वचिच्चोभाभ्यामपि भवतोऽपायस्य निश्चयैकरूपेण भेदाभावात्, अन्यथा स्मृतेराधिक्येन मतेः पञ्चभेदत्वप्रसङ्गात् । अथ नास्त्येव भवदभिमता धारणेति भेदचतुष्टयव्याघात:; तथाहि-उपयोगोपरमे का नाम धारणा ? उपयोगसातत्यलक्षणा अविच्युतिश्चापायान्नातिरिच्यते । या च घटाधुपयोगोपरमे सङ्खयेयमसङ्खयेयं वा कालं वासनाऽभ्युपगम्यते, या च 'तदेव' इतिलक्षणा स्मृतिः सा मत्यंशरूपा धारणा न भवति मत्युपयोगस्य प्रागेवोपरतत्वात्, कालान्तरे जायमानोपयोगेऽप्यन्वयमुख्यां धारणायां મૃતિનો આકાર તો આ બધા કરતા વિલક્ષણ હોય છે. “તે સ્થાણું હતું” આવો આકાર ઉક્ત બન્ને આકારો કરતા જુદો છે કારણ કે ‘આ’ અને ‘તે' ના સ્વરૂપમાં ભેદ સ્પષ્ટ છે. તેથી અનન્યગતિકતયા તમારે સ્મૃતિને મતિજ્ઞાનના પાંચમા ભેદરૂપ માનવી પડશે. આથી ઉક્ત ભેદસંખ્યાનો વ્યાઘાત થશે.
પૂર્વપક્ષ : વ્યતિરેકમુખે થતો નિર્ણય તે અપાય અને અન્વયમુખે થતો નિર્ણય તે ધારણા એવી અમારી વાત માનો તો જ મતિજ્ઞાનના ચાર ભેદ સંગત ઠરશે. બાકી તમારી માન્યતા પ્રમાણે તો મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા અને અપાય એ ત્રણ જ ભેદ ઘટી શકશે. ધારણા તો ઊડી જ જશે. અપાય પછી થતી ધારણાના જે ત્રણ ભેદ માનો છો તેમાંથી એક અપાયમાં અંતર્ભત થશે અને શેષ બે અઘટમાન બનશે. જુઓ, નિરંતર ઉપયોગરૂપ જે અવિશ્રુતિ છે તે તો અપાય જ છે કારણ કે અપાયની જેમ તે પણ નિશ્ચયાત્મક જ છે. અને કદાચ તે નિશ્ચયાત્મક અપાય વારંવાર થાય તો એટલા માત્રથી કાંઈ તેનું સ્વરૂપ બદલાઈ જતું નથી. કાળભેદે એક જ નિશ્ચય અનેકવાર થઈ શકે છે. તેથી અવિશ્રુતિ તો અપાયમાં જ સમાવિષ્ટ થઈ જશે.
અપાયથી સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે અપાય નષ્ટ થયા પછી પણ ઘણા કાળ સુધી આત્મામાં પડ્યા રહે છે. આ જ સંસ્કારને તમે વાસના નામની ધારણા કહો છો. પરંતુ, વાસના મતિજ્ઞાનના અંશરૂપ ધારણા બની શકે નહીં કારણ કે મતિજ્ઞાન તો અનુભવજ્ઞાનાત્મક છે જ્યારે વાસના એવી નથી. વળી, જયારે મતિજ્ઞાનના અંશરૂપ ધારણા વિદ્યમાન ન હોય ત્યારે ય વાસના તો વિદ્યમાન હોય છે. જે વર્તમાન હોય તે અતીતવસ્તુના અંશરૂપ શી રીતે હોઈ શકે ? હા, કાલાંતરે પાછો તે જ વિષયનો ઉપયોગ ઊભો થાય અને તે જો અન્વયમુખે થયો હોય તો તેને અમે ધારણા કહીશું પણ તમે તો તેને અપાયમાં જ ભેગું સાંકળી લો છો તેથી તમારા મતે ધારણા રહેતી જ નથી. ઉપયોગકાળે અન્વયમુખે થતા નિશ્ચયને ધારણારૂપે તમે સ્વીકારતા નથી (કારણ કે તમે તેને પણ અપાય જ કહો છો) અને ઉપયોગ નષ્ટ થયા બાદ તો મતિના અંશરૂપ ધારણા ઉક્ત રીતે ઘટી શકતી નથી. તેથી તમારે મતિજ્ઞાનના અવગ્રહ-ઈહા-અપાય એ રીતે ત્રણ જ ભેદ માનવાના રહેશે. ધારણારૂપ ચોથો પ્રકાર જે આગમોમાં બતાવ્યો છે, તે ન ઘટવાથી તમારે આગમવિરોધદોષ આવશે.
ઉત્તરપઃ તમારી વાત બરાબર નથી. કારણ કે અવિસ્મૃતિ, સ્મૃતિ અને વાસના એ ત્રણે ભેદો અપાયથી ભિન્ન છે એ વાત અમે સાબિત કરી શકવા સમર્થ છીએ. જુઓ – (૧) અપાય (વસ્તુનિશ્ચય) થઈ ગયા પછી પણ “હા, બરાબર છે, આ ઘટ જ છે”.. ઇત્યાદિરૂપે અપાય જ્ઞાનની ધારા અંતર્મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org