________________
પ્રમાણપરિચ્છેદ
इत्युल्लेखेन समुन्मीलनं स्मृतिः । अपायाहितः स्मृतिहेतुः संस्कारो वासना । द्वयोरवग्रहयोरवग्रहत्वेन च तिसृणां धारणानां धारणा वेनोपग्रहान्न विभागव्याघातः ।
केचितु - अपनयनमपायः, धरणं च धारणेति व्युत्पत्त्यर्थमात्रानुसारिणः 'असद्भूतार्थपायानन्तरं विशेषजिज्ञासालक्षणेहा प्रवर्तते, अविच्युतावेवं नास्ति तस्यैवार्थोपयोगस्यान्तर्मुहूर्तं यावदनुवृत्तेरेवाविच्युतिपदार्थत्वादिति । अपाये विशेषजिज्ञासानिवृत्तिवैशिष्ट्यं न सम्भवति, अविच्युतौ च सम्भवतीति व्यक्तमनयोर्भेदः ।
वासनां लक्षयति 'अपायाहित' इत्यादिना अपायाहितः अविच्युतिसहकृतेनापायेनाहित इत्यर्थः, न ह्यवायमात्रादविच्युतिरहितात् स्मृतिर्भवति, गच्छत्तृणस्पर्शप्रायाणामपायानां परिशीलनविकलानां स्मृतिजनकत्वादर्शनात्। स्मृतिहेतुः = अतीतानुसन्धानरूपायाः स्मृतेर्हेतुः । अयम्भावः शुभक्रियाजन्यादृष्टછે તેથી પૂર્વોક્ત વિભાગનો વ્યાઘાત થતો નથી.
* અપાય-ધારણાનો વ્યુત્પત્તિલભ્યઅર્થ માનનારા મતનો નિરાસ * પૂર્વપક્ષ : વસ્તુના અસંભવિત વિશેષધર્મનો નિષેધ કરવો તેને અપાય કહેવાય અને સંભવિત વિશેષધર્મનું અવધારણ કરવું તેને ધારણા કહેવાય. દા.ત. ‘આ પુરુષ નથી’ એવા નિષેધને અપાય કહેવાય અને ‘આ સ્થાણું જ છે' એવા અવધારણને ધારણા કહેવાય. અપાય અને ધારણા શબ્દ જ સૂચવે છે કે અવનવનં अपायः जने अवधारणं = ધારા.
निषेधनं
=
Jain Education International
=
=
:
ઉત્તરપક્ષ : તમે તો એમ કહેવા માંગો છો કે નિષેધમુખે જે નિર્ણય થાય તેને અપાય કહેવાય અને વિધિમુખે જે નિર્ણય થાય તેને ધારણા કહેવાય. પણ તમારી આ માન્યતા યોગ્ય નથી. કારણ કે વસ્તુનિર્ણય ત્રણ રીતે થઈ શકે છે. (૧) કેટલાકને વિવક્ષિત વસ્તુથી અન્ય એવા કોઈ પદાર્થના વ્યતિરેક માત્રથી વિક્ષિત વસ્તુનો નિર્ણય થાય. દા.ત. અહીં પુરુષના હલન-ચલનાદિ ધર્મો દેખાતા નથી માટે આ સ્થાણું છે. (૨) કેટલાકને વિવક્ષિત વસ્તુનો કેવલ અન્વયથી નિર્ણય થાય, દા.ત. અહીં સ્થાણુના સ્થિરત્વાદિ ધર્મો દેખાય છે માટે આ સ્થાણું છે. (૩) કેટલાકને વિવક્ષિતવસ્તુનો અન્વય અને તદન્યનો વ્યતિરેક, આ ઉભયથી નિર્ણય થાય. દા.ત. અહીં પુરુષના હલન-ચલનાદિ ધર્મો દેખાતા નથી અને સ્થાણુના સ્થિરત્વાદિ ધર્મો દેખાય છે માટે આ સ્થાણું છે. આના પરથી જણાય છે કે ‘આ સ્થાણું છે’ એવો નિર્ણય ઉક્ત ત્રણમાંથી કોઈ પણ રીતે થઈ શકે છે તેમ છતાં પણ એક વાત નિશ્ચિત છે કે ત્રણમાંથી અન્યતમ રીતે થતા નિ યમાં નિશ્ચયત્વ તો એકસરખું જ રહ્યું છે. તેમ છતાં જો નિષેધમુખે થતા નિર્ણયને અપાય અને વિ િમુખે થતા નિર્ણયને ધારણા કહેવાય એવું જ માનશો તો તમારે મતિજ્ઞાનના ચાર ને બદલે પાંચ ભેદ માનવાની આપત્તિ આવશે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા આ ચાર ભેદો તો સ્પષ્ટ છે જ. અ ચ્યુતિ જો અન્વયધર્મના અવધારણરૂપ હશે તો તેનો સમાવેશ સ્વસમાનકાલભાવી ધારણામાં થશે અને અવિચ્યુતિ જો વ્યતિરેકધર્મના અવધારણરૂપ હશે તો તેનો સમાવેશ સ્વસમાનકાલભાવી અપાયમાં થશે. વ સના (સંસ્કાર)નો સમાવેશ સ્મૃતિમાં થશે પણ બિચારી સ્મૃતિ અદ્ધર લટકતી રહેશે. તેનો સખાવેશ આમાંથી ક્યાંય થશે નહીં કારણ કે તમે તો ‘આ સ્થાણું છે’ એવા નિર્ણયને ધારણા અને ‘આ પુરુષ નથી' એવા નિર્ણયને અપાય કહો છો પરંતુ
For Private & Personal Use Only
૫૭
www.jainelibrary.org