________________
૪
श्री चिन्तामणिपार्श्वनाथाय नमः महामहोपाध्याय श्री यशोविजयेभ्यो नमः
श्रीप्रेम-भुवनभानु जयघोष-धर्मजित्-जयशेखरसूरि- जग- मेघवल्लभविजयसद्गुरुभ्यो नमः
प्रास्ताविकम्
મૃત્યુ પછી પણ દાયકાઓ અને સૈકાઓ સુધી પોતાના કાર્યો અને કૃતિઓ દ્વારા અમર રહી જનારી વિરલ વિભૂતિઓની પ્રથમ પંક્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાનું નામ નિશ્ચિત રીતે આવે. ત્રણ સૈકાઓ પૂર્વે થઈ ગયેલી એ પુણ્યમૂર્તિ જિનશાસનમંજુષાનું એક ઝગમગતું ઝવેરાત છે. તેમના ગ્રન્થોનો બહુભાગ તો કાળના ખપ્પરમાં હોમાઈ ગયો પણ જે ગણતરીના ગ્રન્થો ઉપલબ્ધ છે, તેને જોતા પણ અલભ્ય ગ્રન્થો પ્રત્યે લુબ્ધ બની જવાય છે. તેમના રચેલા તમામ ગ્રન્થોના માત્ર ગ્રન્થાગ્રમ્ પણ જો મળી જાય તો તેમના જીવનપર્યાયના દિવસો સાથે સરખાવવાથી પ્રતિદિન કેટલા સેંકડો શ્લોકોની તેઓ સરેરાશ રચના કરતા હશે તેનો રસપ્રદ અંદાજ કાઢી શકાય. શાસ્રસર્જન દ્વારા તેમણે તેમના અનુગામી સંઘ ઉપર કરેલા ઉપકારનું વર્ણન કરવા તેમના શાસ્ત્રો જેટલું જ બીજું લખાણ કદાચ કરવું પડે.
તેઓશ્રીના જીવનકથન અંગેની ઘણી માહિતીઓ અનેક સ્થળોએ ઉપલબ્ધ છે. એક રીતે તેમના રચેલા શાસ્ત્રો એ જ તેમનું ખરું ચરિત્ર છે. તેમની પ્રતિભા સર્વતોમુખી હતી તે વાતનો અનુભવ તેઓશ્રીના રચેલા ગ્રન્થોની સૂચિ જોતા જ સહજ થઈ જાય છે. તર્કગ્રન્થો, કાવ્યગ્રન્થો, અલંકાર-છંદ વિષયક ગ્રન્થો, કર્મપ્રકૃતિટીકા, આગમ-અધ્યાત્મ-યોગ વિષયક ગ્રન્થો, પ્રકરણ ગ્રન્થો, આચારવિષયક ગ્રન્થો. કોઈ વિષયક્ષેત્ર એવું બાકાત રહેવા પામ્યું નહીં હોય જ્યાં તેઓશ્રીએ નોંધપાત્ર પ્રદાન ન કર્યું હોય. તેમાંય ક્યાંક ખંડનાત્મક, ક્યાંક પ્રતિપાદનાત્મક, તો ક્યાંક અદ્ભુત સમન્વયાત્મક શૈલી.. તેઓશ્રીના ગ્રન્થોની એક વિશેષતા એ છે કે અન્યકર્તૃક ગ્રન્થો ક૨તા સ૨ખામણીમાં અધ્યેતાને તે કઠિણ લાગે. તેનું કારણ એ છે કે દાર્શનિક વિષય એ તેઓના ગ્રન્થોનો મુખ્ય અભિધેય રહેતો. વળી, ‘શબ્દસંકોચ અને અર્થગાંભીર્ય’ આ તેમની દરેક કૃતિની, દરેક પંક્તિની ખાસિયત છે. પરિમિતપદપ્રયોગથી જ પ્રભૂતપદાર્થોનું પ્રગટીકરણ, એકાદ મન્તવ્યનું નિરસન કરતા આનુષંગિક રીતે જ ‘તેન’ ઇત્યાદિ પદથી અનેક મતાંતરોનું નિરસન સૂચિત કરી દેવાની જબરી હથોટી, પ્રાતન ગ્રન્થોની પંક્તિઓના રહસ્યાર્થને ખોલીને એમાં કંઈક સ્વકીય અભિનવ ઉન્મેષની પ્રસાદી ભેળવીને સુલિત અને રસાળ રજુઆતશૈલી દ્વારા પદાર્થને તાંબુલ જેવો સ્વાદુ બનાવવાની પ્રચંડ પ્રતિભા, પૂર્વાચાર્યોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org