________________
પ્રકાશનું પ્રકાશન ગ્રન્થકારોની પંક્તિમાં અગ્રગણ્ય સ્થાને બિરાજમાન મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ! તેમના ગ્રન્થો સામાન્યથી દુરવગાહ હોવાથી તે ગ્રન્થો ઉપર ટીકા-ટિપ્પણ-વિવરણ જેવું કંઇક હોય તો અધ્યેતાઓને સરળતા રહે અને તેમાં પણ ભાવાનુવાદ દ્વારા પ્રાથમિક વિદ્યાર્થીઓને પણ ગ્રન્થ સરળ બને છે. માટે સ્વ. ગુરુદેવ ન્યાયવિશારદ પૂ.આ. ભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પોતાના આશ્રિત સમર્થ શ્રમણોને આ અંગે ખાસ પ્રેરણા કરતા. તેના ફળસ્વરૂપે આજ સુધીમાં દિવ્ય દર્શન ટ્રસ્ટના અન્વયે આવા અનેક ગ્રન્થો પ્રકાશિત થઈ ચુક્યા છે.
પ્રસ્તુત છે જૈનતર્કભાષા. પૂ. મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા. એ આ ગ્રન્થ ઉપર એક સુંદર સંસ્કૃત વિવરણ તથા ગુર્જર ભાવાનુવાદનું આલેખન કર્યું. તેનો વ્યાપક ઉપયોગ થતા તેને પુનઃ પ્રકાશિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. શ્રી મંડપેશ્વર રોડ થે. મૂ.જૈન સંઘે (બોરીવલી પશ્ચિમ) મુંબઈ પોતાના જ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત પ્રકાશન માટે લીધેલ લાભ પણ પ્રશંસનીય છે. પ્રસ્તુત પ્રકાશનથી જિજ્ઞાસુવર્ગ ઘણો જ લાભાન્વિત થશે એ વાત નિઃશંક છે.
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી, કુમારપાળ વી. શાહ
– હર્ષોલ્ગાર – પ્રાચીન, ભવ્ય અને નયનરમ્ય શ્રી આદિનાથ પ્રભુનું તીર્થસદેશ વિશાળ જિનાલય... વિરાટ પ્રવચનખંડ, આયંબિલ શાળા, ભક્તિખંડ, સ્નાત્રખંડ સાથેનું વિશાળ ધર્મસંકુલ... વિશાળ શ્રાવિકા ઉપાશ્રય... સૂત્ર સ્વાધ્યાયથી ધમધમતી પાઠશાળા... આવા વિવિધલક્ષી વિશાળ ધર્મધામમાં બોરિવલી ઉત્તર-પશ્ચિમ વિભાગમાં વિસ્તરેલો જૈન સંઘ સુંદર આરાધના કરે છે. અનેક પૂજ્ય ગુરુભગવંતોના અમારા શ્રીસંઘ ઉપર અસીમ ઉપકારો છે.
તેમાંય, અમારા શ્રીસંઘમાં વિ.સં. ૨૦૪૯નું યશસ્વી ચાતુર્માસ કરનારા પૂ.ગણિવર્ય શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા., પૂ.મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા. આદિ એટલે અમારા શ્રીસંઘ સાથે અત્યંત આત્મીયભાવે સંકળાયેલું શ્રમણવૃન્દ ! જેમની પ્રેરણા, માર્ગદર્શન અને શુભાશીષ અમને હંમેશા ખૂબ ઉપકારક બન્યા છે...
તે શ્રમણવૃન્દના જ તપસ્વીરત્ન પૂ.મુનિરાજશ્રી મેઘવલ્લભવિજયજી મ.સા.ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની દીર્ઘ તપસ્યા જયારે પૂર્ણાહૂતિને આરે છે ત્યારે તે તપની હાર્દિક અનુમોદના સાથે અમારા શ્રીસંઘના જ્ઞાનનિધિમાંથી પ્રસ્તુત ગ્રન્થ પ્રકાશનનો લાભ મળતા અમે હર્ષ અનુભવીએ છીએ.
લિ. શ્રી બોરીવલી મંડપેશ્વર રોડ ધે.મૂ.જૈન સંઘ વતી,
રસિકલાલ કે. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org