SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષિપાઠોને અનેક જગ્યાએ ટાંકીને ઠોસ રજુઆત કરવાની અનોખી કળા... આ બધી જ તેમના ગ્રન્થોની લાક્ષણિક વિશેષતાઓ છે, જે પ્રસ્તુત ગ્રન્થમાં પણ જોવા મળે છે. ગ્રન્થવિષયવિચાર : પદાર્થનિર્ણય માટે અતીવ ઉપયોગી બનતા ત્રણ તત્ત્વો, પ્રમાણ-નય-નિક્ષેપને પ્રસ્તુત ગ્રન્થના ત્રણ પરિચ્છેદમાં આવરી લેવાયા છે. ગ્રન્થકારશ્રીના અન્યગ્રન્થોની અપેક્ષાએ આ ગ્રન્થ સરળ લાગે ખરો પણ દાર્શનિક વિષયનો અને મહામેધાવી મહોપાધ્યાયજીનો આ ગ્રન્થ ખરો ને ! તેથી ક્લિષ્ટતા પણ રહેવાની જ. ટૂંકમાં કહીએ તો ગ્રન્થને અનતિકઠિન કહી શકાય. ગ્રન્થની શૈલી જોતા પ્રાથમિક જિજ્ઞાસુઓને જૈનતર્કની પરિભાષાનો સ્પષ્ટ બોધ કરાવવો ગ્રન્થકારને અભિપ્રેત હોય એમ સ્પષ્ટ જણાય છે અને માટે જ પ્રચંડ પ્રતિભાશાળી હોવા છતાં પણ પ્રસ્તુત ગ્રન્થમાં મુખ્યત્વે પૂર્વના ગ્રન્થોમાં ગુંથાયેલા પદાર્થોને જ વીણી વીણીને વણી લેવામાં આવ્યા છે. વિશેષાવશ્યકભાષ્ય (બ્રહવૃત્તિ) અને સ્યાદ્વાદરત્નાકર એ બે વિરાટકાય મહાગ્રન્થોના આધારે અને લગભગ એ જ ક્રમથી અહીં પ્રરૂપણા કરાઈ છે. પ્રત્યક્ષ પ્રમાણના અધિકારમાં થયેલું જ્ઞાનપંચકનું પ્રતિપાદન અને નિક્ષેપ પરિચ્છેદમાં થયેલું નિક્ષેપનું નિરૂપણ મહદંશે ભાષ્યને અનુસરતું જણાય છે. જયારે પરોક્ષપ્રમાણના પાંચ પ્રભેદોની પ્રરૂપણા, નયપરિચ્છેદમાં સાત નયો-નયભાસોનું નિરૂપણ જાણે કે સ્યાદ્વાદરત્નાકરના જ અમુક વિભાગોનો સંક્ષેપ કે સારોદ્ધાર લાગે. પાછી રજુઆતની વિશેષતા તો જુઓ ! ઉક્ત બન્ને આકર ગ્રન્થોમાં પાનાઓમાં જે કહેવાયું છે તે અહીં પંક્તિઓમાં પ્રતિબિંબિત થયેલું લાગે અને બન્ને આકર ગ્રન્થોમાં પંક્તિઓમાં જે કહેવાયું છે તે અહીં પદોમાં જ પકડાયેલું લાગે. ઘડીભર લાગે કે આજની “શોર્ટ-હેન્ડની સંક્ષિપ્તલેખનકલા ઉપાધ્યાયજી ભગવંતના ગ્રન્થોની અર્થગાંભીર્યપૂર્ણ શબ્દસંકોચ શૈલી આગળ પાણી ભરે છે. સાથે સ્થળે સ્થળે પોતે પોતાની અનોખી તાર્કિક પ્રતિભાનો પરચો પણ ચખાડયો છે. દા.ત. (૧) અન્યતરાસિદ્ધ હેતુની સ્વતંત્ર હેત્વાભાસતા સામે સ્યાદ્વાદરત્નાકરમાં જે સમાધાન (પૃ. ૧૦૧૮) અપાયું છે, તેને પણ પ્રસ્તુતમાં પૂર્વપક્ષરૂપે રજુ કરીને ગ્રન્થકારે અલગથી સમાધાન આપ્યું છે. (૨) “ોન્તનિત્યં અર્થન્ક્રિયાસમર્થ ન મતિ, મથી પધમાવા” આ સ્થળે એકાંતનિત્યપદાર્થને પક્ષ બનાવાયો છે. જૈનમતે તો તેવો કોઈ પદાર્થ જ પ્રસિદ્ધ નથી. આવા સ્થળે ગ્રન્થકારે પક્ષની પ્રસિદ્ધિ જે કરી બતાવી છે તે દાદ માંગી લે તેવી છે. બીજા પણ કેટલાક આવા સ્થળો ગ્રન્થમાં ખાસ સમજવા લાયક છે. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીના વચન પ્રમાનધામ:' (તત્ત્વ. ૭/૬) દ્વારા જણાય છે કે વસ્તુતત્ત્વનું સ્વરૂપ પ્રમાણ/નયથી જણાય છે. વસ્તુનું જ્ઞાન, પ્રમાણ-નય ઉભયાત્મક હોઈ શકે, જયારે વસ્તુનું પ્રતિપાદન તો નયાત્મક જ હોય છે. કારણ કે વસ્તુના સર્વઅંશોને એક સાથે જાણી લેવા હજુ સંભવિત છે પણ વસ્તુના દરેક અંશોની એક સાથે વિવક્ષા કરીને છે. તત્તદંશપ્રાધાન્યન પ્રતિપાદન કરવું સંભવિત નથી. આથી જ તો સપ્તભંગીમાં ચોથો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy