SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૪૯ બોધ શી રીતે સંગત થાય ? તેથી “શબ્દ” પદ ગ્રન્થકારે પોતે જણાવ્યું છે.) પૂર્વપક્ષ: ‘અવ્યક્ત' શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં જ્યાં થયેલો જણાય તે વ્યંજનાવગ્રહ વિશે જાણવા પછી “આ શબ્દ છે' એવો બોધને અર્થાવગ્રહ કહેવામાં કોઈ બાધ નથી. ઉત્તરપક્ષ : તમે આવું માનશો તો પછી વ્યંજનાવગ્રહને પણ અર્થાવગ્રહ માનવો પડશે. કારણ કે વ્યંજનાવગ્રહમાં અર્થની પ્રતીતિ થતી નથી અને અર્થાવગ્રહમાં સામાન્યરૂપે અર્થપ્રતીતિ થાય છે. એ જ તો વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ વચ્ચેનો ભેદ છે. તાત્પર્ય એ છે કે સૂત્રમાં તો વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બન્ને જણાવ્યા છે. વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત અર્થબોધ માનવાથી તેને અર્થાવગ્રહ કહેવો પડશે. કારણ કે અર્થાવગ્રહમાં બતાવ્યું છે તેથી બન્ને એકરૂપ થઈ જશે. આવી આપત્તિ ન આવે માટે અર્થાવગ્રહને આકારરહિત માનવો જ યોગ્ય છે અન્યથા સૂત્રવિરોધ આવશે. * અથવગ્રહ વિશે wલાક્ના મન્તવ્યનો નિરાસ ૯ પૂર્વપક્ષ : સમસ્ત વિશેષ અંશોથી રહિત એવું સામાન્યજ્ઞાન તો તત્કાલોત્પન્ન બાળકને થાય કે જેને સંકેતાદિની એટલે કે વાચ્ય-વાચકભાવની કાંઈ જાણકારી જ નથી હોતી. બાકી જે વ્યક્તિ સમજણવાળો છે એટલે કે સંકેતાદિની જાણકારીવાળો છે તેને તો શબ્દ સાંભળતા જ વિશેષાંશનું જ્ઞાન થશે. આવા ગૃહતસંકેત પુરુષની અપેક્ષાએ જ નંદિસૂત્રમાં “તેન “શબ્દ' રૂવગૃહીત' (તે ‘સદે 'ત્તિ ઉI[દિg) એવું કહ્યું છે. અર્થાત્, નંદિસૂત્રમાં અર્થાવગ્રહમાં જે શબ્દપ્રતીતિ જણાવી છે તે ગૃહતસંકેત પુરુષની અપેક્ષાએ છે. આવું માની લેવાથી સૂત્રવિરોધ રહેતો નથી. (આ મત પ્રમાણે અવગ્રહ બે જાતના થયા. (૧)તત્કાલોત્પન્ન બાળેકના સામાન્યમાત્રવિષયક અવ્યક્તજ્ઞાનરૂપ. (૨) વિષયોથી પરિચિત બનેલા પુરુષના સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ.) ઉત્તરપક્ષ ઃ આ વાત બરાબર નથી. જો બાળક કરતા પરિચિતવિષયવાળા હોવાથી પુરુષને અર્થાવગ્રહમાં વિશેષબોધ થઈ શક્તો હોય તો પછી તેના કરતા પણ જે વિશેષ પરિચિતવિષયવાળો છે તેને તેના કરતા પણ અધિક વિશેષાંશવિષયક અર્થાવગ્રહ થશે. (અર્થાત્, “આ શબ્દ છે એટલા જ્ઞાનથી આગળ વધીને “આ શંખનો શબ્દ છે' ઇત્યાદિ અધિક વિશેષાંશાવગાહી જ્ઞાન અર્થાવગ્રહકાળે થાય છે એમ માનવું પડશે.) કારણ કે લોકોના વિષયપરિચય, સંકેતજ્ઞાનાદિની બાબતમાં ચૂનાધિકતા (તરતમતા) તો રહેવાની જ. આ આપત્તિને તમે ઇષ્ટાપત્તિ કહીને સ્વીકારી પણ નહીં શકો કારણ કે નંદિસૂત્રમાં ‘૩ નાડુ જો વેત સત્તિ' = “આ ક્યો શબ્દ છે તેને તે જાણતો નથી” આવું જ કહ્યું છે તે સર્વમાન્ય રીતે સર્વજીવો માટે કહેવાયું છે. પછી તે બાળક હોય કે પરિચિતવિષયવાળો પુરુષ હોય કે અત્યંત પરિચિતવિષયવાળો પુરુષ હોય. પુરુષ ભેદે અર્થાવગ્રહના સ્વરૂપમાં કોઈ ભેદ પાડી શકાય તેમ નથી. કારણ કે ગમે તેવી તીવ્ર મેધાવાળો પુરુષ પણ ધર્મિગ્રહણ વિના ધર્મિગત અનેકવિશેષોનું ગ્રહણ કરી શક્તો નથી. હવે જયારે ધર્માનું જ ગ્રહણ થયું ન હોય ત્યારે તગત વિશેષધર્મોનું જ્ઞાન પરિચિતવિષયવાળા પુરુષને પણ શી રીતે થઈ શકે ? તેથી અર્થાવગ્રહકાળે વિશેષાંશગ્રહણ માની શકાય તેમ નથી. ૧. જો કે પૂર્વે વ્યંજનાવગ્રહમાં અત્યંત અવ્યક્ત અર્થ બોધ સ્વીકાર્યો છે. તેમ છતાં તે નિશ્ચયનયથી જાણવો. વ્યવહારનય અર્થાવગ્રહથી જ અર્થબોધની શરૂઆત માને છે અને આ મુખ્ય પ્રસિદ્ધ મત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy