________________
૫૦
જૈન તર્કભાષા केचित्तु - ‘सङ्केतादिविकल्पविकलस्य जातमात्रस्य बालस्य सामान्यग्रहणम्, परिचितविषयस्य त्वाद्यसमय एव विशेषज्ञानमित्येतदपेक्षया 'तेन शब्द इत्यवगृहीत' इति नानुपपन्नमि'त्याहुः, तन्न; एवं हि व्यक्ततरस्य व्यक्तशब्दज्ञानमतिक्रम्यापि सुबहुविशेषग्रहप्रसङ्गात् । न चेष्टापत्तिः; 'न पुनर्जानाति क एष शब्द' इति सूत्रावयवस्याविशेषेणोक्तत्वात्, प्रकृष्टमतेरपि शब्दं धर्मिणमगृहीत्वोत्तरोत्तरसुबहुधर्मग्रहणानुपपत्तेश्च ।
अन्ये तु 'आलोचनपूर्वकमर्थावग्रहमाचक्षते, तत्रालोचनमव्यक्तसामान्यग्राहि, अर्थावग्रहस्त्वितरव्यावृत्तवस्तुस्वरूपग्राहीति न सूत्रानुपपत्तिः' इति तदसत्; यत आलोचनं व्यञ्जना-वग्रहात् पूर्वं स्यात्, पश्चाद्वा, स एव वा ? नाद्यः; अर्थव्यञ्जनसम्बन्धं विना तदयोगात्। न द्वितीयः; व्यञ्जनावग्रहान्त्यसमयेऽर्थावग्रहस्यैवोत्पादादालोचनानवकाशात् । न तृतीया; व्यञ्जनावग्रहस्यैव नामान्तरकरणात, तस्य चार्थशून्यत्वेनार्थालोचनानुपपत्तेः । किञ्च, आलोचने-नेहां विना झटित्येवार्थावग्रहः कथं जन्यताम् ? युगपच्चेहावग्रहो पृथगसङ्ख्येयसमयमानौ शब्दोऽयमि'त्यादिविशेषणविशिष्टज्ञानस्यैवापायत्वं बृहद्विशेषावसायित्वादिति वाच्यम् अपायकथाविप्लवप्रस
અર્થાવગ્રહમાં વિશેષગ્રહણ માની શકાય નહીં ? પૂર્વપક્ષ : આબાલગોપાલ બધા જ જ્ઞાતાઓને સૌથી પહેલા સામાન્યગ્રાહી અવ્યક્ત એવું આલોચનજ્ઞાન (નિર્વિકલ્પકજ્ઞાન) થાય છે અને એ સામાન્યજ્ઞાન પછી વિશેષજ્ઞાન થાય છે. એ વિશેષજ્ઞાનમાં જણાતો પદાર્થ, તભિન્ન અન્ય પદાર્થોથી વ્યાવૃત્તિરૂપે (ભિન્નરૂપે) જણાય છે. પૂર્વનું જ્ઞાન આલોચન છે, પછીનું જ્ઞાન અર્થાવગ્રહ છે. આવું માની લેવાથી તેના શબ્દ ત્યવગૃહીતઃ' એ સૂત્રની અસંગતિ નહીં રહે કારણ કે અર્થાવગ્રહમાં અમે શબ્દવરૂપે શબ્દજ્ઞાન માન્યું જ છે.
ઉત્તરપક્ષ : આ વાત પણ બરાબર નથી. તમે જે આલોચનજ્ઞાનને અર્થાવગ્રહનું કારણ કહો છો તે આલોચનજ્ઞાન વ્યંજનાવગ્રહની પૂર્વે થાય છે ? તેની પછી થાય છે ? કે વ્યંજનાવગ્રહ એ જ આલોચનજ્ઞાન છે ? આ ત્રણ વિકલ્પો છે. આમાંથી પ્રથમ વિકલ્પ બરાબર નથી કારણ કે અર્થજ્ઞાન માટે શબ્દાદિ અર્થ અને કાન વગેરે ઇન્દ્રિયનો સંબંધ આવશ્યક છે. આ સંબંધ વ્યંજનાવગ્રહ પૂર્વે ઉત્પન્ન થઈ શક્તો નથી. (કારણ કે તાદશસંબંધ એ જ તો વ્યંજનાવગ્રહ છે.) બીજો વિકલ્પ પણ બરાબર નથી કારણ કે વ્યંજનાવગ્રહના અંત્યસમયે તો અર્થાવગ્રહ જ ઉત્પન્ન થઈ જાય છે. તેથી તે બન્નેની વચ્ચે આલોચનજ્ઞાનને કોઈ અવકાશ રહેતો નથી. હવે છેલ્લો વિકલ્પ
સ્વીકારો તો તમે વ્યંજનાવગ્રહનું જ બીજું નામ પાડ્યું છે. અમે જેને વ્યંજનાવગ્રહ કહીયે છીએ તેને જ તમે આલોચનજ્ઞાન કહ્યું અને વ્યંજનાવગ્રહ તો અર્થલોચનથી રહિત છે તેથી વ્યંજનાવગ્રહકાળે સામાન્યગ્રાહી એવું કોઈ જ્ઞાન પણ સંભવતું નથી.
વળી, તમારા મત પ્રમાણે તો “આ શબ્દ છે' એવો શબ્દવરૂપે થતો નિશ્ચય એ અર્થાવગ્રહ છે. ઈહા વિના તો નિશ્ચય થઈ શક્તો નથી એવો નિયમ છે તેથી વ્યંજનાવગ્રહરૂપ આલોચનજ્ઞાન, પછીની જ ક્ષણે સીધું જ નિશ્ચયાત્મકજ્ઞાનને ઉત્પન્ન કરી ન શકે, વચ્ચે ઇહાની જરૂર પડે. આ આપત્તિમાંથી બચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org