SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૪૩ मनसो युज्येतेति ब्रूमः । क्रियाफलमपि स्वप्ने व्यञ्जनविसर्गलक्षणं दृश्यत एवेति चेत्; तत् तीव्राध्यवसायकृतम्, न तु कामिनीनिधुवनक्रियाकृतमिति को दोष ? ननु स्त्यानर्द्धिनिद्रोदये गीतादिकं श्रृण्वतो व्यञ्जनावग्रहो मनसोऽपि भवतीति चेत्; न; तदा स्वप्नाभिमानिनोऽपि श्रवणाद्यवग्रहेणैवोपपत्तेः । ननु ' च्यवमानो न जानाति' इत्यादिवचनात् सर्वस्यापि छद्मस्थोपयोगस्यासङ्ख्येयसमयमानत्वात्, प्रतिसमयं च मनोद्रव्याणां ग्रहणाद् विषयमसम्प्राप्तस्यापि युक्त्यन्तरमुपदर्श्य मनसो व्यञ्जनावग्रहनिराकरणायाह 'ननु च्यवमानो न जा अयमत्राभिप्रायः ‘च्यवमानो न जानातीति सिद्धान्तवचनप्रामाण्यादशेषोऽपि छद्मस्थोपयोगोऽसङ्ख्येयसमयमानः प्रसिद्धः। तेषूपयोगसम्बन्धिषु असङ्ख्येयेषु समयेषु सर्वेष्वपि प्रत्येकमनन्तानि मनोद्रव्याणि मनोवर्गणाभ्यो गृह्णाति जीवः। द्रव्याणि च तत्सम्बन्धो वा प्रागत्रैव भवद्भिर्व्यञ्जनमुक्तम्। ततश्च तादृशं द्रव्यं तत्सम्बन्धो वा व्यञ्जनावग्रह इति युज्यते मनसः । यथाहि श्रोत्रादीन्द्रियेण असङ्ख्येयान् समयान् (=ગ્રહણ) રૂપે થાય છે તેથી તેને વ્યંજનાવગ્રહ ન કહેવાય. યાદ રાખવું કે ગ્રાહ્ય વિષયરૂપે થનારા દ્રવ્યગ્રહણને જ વ્યંજનાવગ્રહ કહેવાય છે. (તાત્પર્ય : જીવ પ્રતિક્ષણ ઔદારિક પુદ્ગલોનું ગ્રહણ કરી તેને શરીરરૂપે પરિણમાવે છે (જુના પુદ્ગલો છુટા પડે છે.) હવે ત્વચાથી ઘટાદિ પદાર્થનો સ્પર્શ કરતા શરૂઆતમાં વ્યંજનાવગ્રહ થાય તે વખતે ગૃહ્યમાણ ઔદારિકપુદ્ગલોનું ગ્રહણ પણ થાય છે અને તે ત્વચાદિરૂપે પરિણમે છે. તેને ત્વચાનો વ્યંજનાવગ્રહ નથી કહેવાતો કારણ કે ત્યાં ઔદારિક પુદ્ગલોનું ગ્રહણ ગ્રાહ્યવસ્તુરૂપે નથી પણ ગ્રહણરૂપે (કરણરૂપે) છે. અહીં આવું તાત્પર્ય હોય તેમ જણાય છે.) હવે તમારી બીજી વાતનો જવાબ આપીએ. શરીરસ્થ હૃદયાદિ તો મનના સ્વ-દેશમાં જ રહેલા છે તેથી તે સંબદ્ધ હોય જ ને ! એવી તો કઈ વસ્તુ હોય કે જે સ્વ-દેશ સાથે અસંબદ્ધ હોય ? આ રીતે કાંઈ પ્રાપ્યકારિતા કે અપ્રાપ્યકારિતાની સિદ્ધિ થઈ શક્તી નથી. અન્યથા, બધું જ જ્ઞાન જીવ સાથે સંબદ્ધ હોવાથી પ્રાપ્યકારી જ કહેવાશે. તેથી જણાય છે કે બાહ્યદેશસ્થ (ભિન્નદેશસ્થ) વસ્તુની અપેક્ષાએ પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતાનો વ્યવહાર થાય છે. અને કદાચ, ‘તુતુ ટુર્નન:' ન્યાયથી તમે કહ્યું તે રીતે મનની વિષયપ્રાપ્યકારિતા માની લઈએ તો પણ મનનો વ્યંજનાવગ્રહ તો સિદ્ધ નહીં જ થાય કારણ કે ક્ષયોપશમની પટુતાને લીધે પ્રથમ સમયે ચિંતનીય વસ્તુનો અર્થાવગ્રહ જ ઉત્પન્ન થઈ જાય છે. વિષયપ્રાપ્તિની ક્ષણથી જ અર્થાવબોધ પ્રવર્તવા માંડે છે. શ્રોત્રાદિ ઇન્દ્રિયોની જેમ વચ્ચે અર્થાનુપલબ્ધિકાળ હોતો નથી. એટલે અમે એવું અનુમાન પ્રમાણ આપીએ છીએ કે ‘અર્થસંબંધ થયા પછી જે ઇન્દ્રિયોનો અર્થાનુપલબ્ધિકાળ હોતો નથી તેનો વ્યંજનાવગ્રહ હોતો નથી. જેમ કે, ચક્ષુ સાથે અર્થસંબંધ થયા પછી અર્થાનુપલબ્ધિકાળ હોતો નથી તેથી ચક્ષુનો વ્યંજનાવગ્રહ માન્યો નથી.' પૂર્વપક્ષ : ચાલો, ક્ષયોપશમની પટુતાને કારણે મનનો સીધો અર્થાવગ્રહ જ થઈ જાય છે તેથી વિષયસંપર્ક પછી અર્થાનુપલબ્ધિકાળ ન હોવાથી તે રીતે ભલે મનનો વ્યંજનાવગ્રહ સિદ્ધ ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy