SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈન તર્કભાષા न; मेर्वादी शरीरस्येव मनसो गमनस्वप्नस्यासत्यत्वात्, अन्यथा विबुद्धस्य कुसुमपरिमलाद्यध्वजनितपरिश्रमाद्यनुग्रहोपघातप्रसङ्गात् । ननु स्वप्नानुभूतजिनस्नात्रदर्शनसमीहितार्थलाभयोरनुग्रहोपघाती विबुद्धस्य सतो दृश्येते एवेति चेत्; दृश्येतां स्वप्नविज्ञानकृतौ तौ, स्वप्नविज्ञानकृतं क्रियाफलं तु तृप्त्यादिकं नास्ति यतो विषयप्राप्तिरूपा प्राप्यकारिता तथाहि - चक्षुः अप्राप्यकारी ज्ञेयकृतानुग्रहोपघाताविषयत्वात्, यन्नैवं तन्नैवं यथा घ्राणेन्द्रियं । रविकिरणादिना जायमानोपघातस्य स्पर्शनविषयत्वेन न व्यभिचारः । मनोऽपि एवमेवाप्राप्यकारि ज्ञेयकृतानुग्रहोपघाताभावात् चक्षुर्वत्। मूलत एव सुगममन्यत् । नवरं 'श्रवणाद्यवग्रहेणे 'त्यादि अत एव बधिरादीनां स्त्यानर्द्धिनिद्रोद्रये शब्दश्रवणाभावोऽपि कल्पयितुं शक्यते । થાય છે, ગીત વગેરે સાંભળે છે, ચાલવાની, દોડવાની, મારવાની વગેરે અનેક પ્રકારની ક્રિયાઓ કરતો પણ જણાય છે. આ બધી ક્રિયાઓ પોતે સ્વપ્રમાં જ કરી હોવાનું પોતે પાછળથી માને છે તેથી આ ગીતશ્રવણાદિનો કાળ એ સ્વપ્રકાળ જ હતો અને ત્યારે થતી પ્રવૃત્તિ તો મનના વિચારથી થાય છે. મનમાં જેનો વિચાર આવે તદનુસાર ચેષ્ટા ઊંઘતા શરીર વડે કરાતી હોય છે.જો ત્યારે મનનો વિષય સાથે સંબંધ ન હોય તો પછી ગીતશ્રવણાદિ ક્રિયાઓને મન શી રીતે કરાવી શકે? ઉત્તરપક્ષ ઃ સ્ત્યાનર્દ્રિ નિદ્રાના ઉદયકાળે વ્યંજનાવગ્રહ તો હોય છે પણ તે મનનો હોતો નથી. કાન વગેરે ઇન્દ્રિયોનો હોય છે. (માટે જ તો બધિરને સ્થાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય અને નિદ્રાદશામાં જ ઊઠીને ગીતશ્રવણાદિમાં તે પ્રવૃત્ત થાય તો પણ તેને શ્રવણ થતું નથી. કારણ કે તેને કર્મેન્દ્રિય વ્યંજનાવગ્રહ થયો નહોતો. જો મનના જ વ્યંજનાવગ્રહથી આ શ્રવણાદિ થતું હોત તો ધિરને પણ તે થવું જોઈએ. આથી સિદ્ધ થાય છે કે તે સમયે (નિદ્રામાં) મનનો નહીં, પણ કર્મેન્દ્રિયાદિનો જ વ્યંજનાવગ્રહ થાય છે.) પૂર્વપક્ષ : ‘પોતાનું ચ્યવન થઈ રહ્યું છે એવું દેવ જાણી શક્તો નથી.' ઇત્યાદિ શાસ્ત્રવચન એવી વાત જણાવે છે કે છદ્મસ્થજીવોનો ઉપયોગ અસંખ્ય સમયોનો હોય છે અને તેના પ્રત્યેક સમયે મનોવર્ગણાના અનંતા પુદ્ગલોનું ગ્રહણ થાય છે. આ રીતે મનોદ્રવ્યરૂપ પુદ્ગલોના ગ્રહણને મનનો વ્યંજનાવગ્રહ કહેવાશે. અથવા ગૃહ્યમાણ મનોદ્રવ્યોનો જે સંબંધ થાય છે તેને વ્યંજનાવગ્રહ કહેવાશે કારણ કે ગૃહ્યમાણ દ્રવ્યને અથવા તેના સંબંધને તમે વ્યંજન કહો છો. બીજી વાત, મન વિષયદેશમાં જતું ન હોવા છતાં પણ બીજી રીતે પણ મનના વ્યંજનાવગ્રહનું સમર્થન થઈ શકે છે. જયારે મન ‘હૃદય’ જેવી શરીરસ્થ (અતિસંબદ્ધ) વસ્તુનું જ ચિંતન કરે ત્યારે હૃદય તો શરીરસ્થ હોવાથી સંબદ્ધ જ કહેવાય. તેથી શરીરની બહાર ન નીકળવા છતાં પણ મનનો વિષય સાથેનો સંબંધ સિદ્ધ થાય છે. આ પણ મનનો વ્યંજનાવગ્રહ જ છે ને ! ઉત્તરપક્ષ ઃ તમારી બન્ને શંકાઓનું ક્રમશઃ સમાધાન આપીએ છીએ. ગૃહ્યમાણ દ્રવ્યના ગ્રહણને અમે વ્યંજનાવગ્રહ કહીએ જ છીએ. પરંતુ એ વાતનું તાત્પર્ય તમારે સમજવું પડશે. ગ્રાહ્ય વસ્તુના ગ્રહણને જ વ્યંજનાવગ્રહ કહેવાય છે. મનોદ્રવ્ય (મનોવર્ગણાના પુદ્ગલો) એ ગ્રાહ્ય વસ્તુ નથી પણ ગ્રહણક્રિયાનું કરણ છે. અર્થાત્, મનોદ્રવ્યનું જે ગ્રહણ થાય છે તે ગ્રાહ્યદ્રવ્યરૂપે નહીં પણ કરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy