________________
જૈન તર્કભાષા
अनवरतावलोकने च प्राप्तेन रविकिरणादिनोपघातस्य, नैसर्गिकसौम्यादिगुणे चन्द्रादौ चावलोकिते उपघाताभावादनुग्रहाभिमानस्योपपत्तेः । मृतनष्टादिवस्तुचिन्तने, इष्टसङ्गमविभवलाभादिचिन्तने च जायमानी दौर्बल्योर क्षतादि वदनविकासरोमाञ्चोद्गमादिलिङ्गकावुपघाताश्रोत्रस्याप्राप्यकारित्वं स्यात्तदा रूप इव तद्विषये देशादिसन्देहो न स्यात्, स च 'कुतोऽपि श्रूयतेऽमुकः शब्दः' इत्याद्याकारः समस्त्येव । न च चक्षुषा पश्यत एवंविधः सन्देह उपपद्यते । प्रतिनियतदेशावच्छिन्नवस्तुविषयकसन्देहस्तु ‘किञ्चिदपि दृश्यतेऽग्रे' इत्यादिरूपस्तत्रापि समस्त्येव, किन्तु न स चक्षुषः प्राप्यकारित्वसाधकः इति सिद्धं श्रोत्रस्य प्राप्यकारित्वम् ।
स्पर्शनरसनयोः प्राप्यकारित्वं स्पष्टप्रतीतिबलादेव प्रसिद्धमिति न प्रतन्यत इति सूक्तं व्यञ्जनावग्रहो नयनमनोवर्जेन्द्रियभेदाच्चतुर्धेति ।
૪૦
ઇત્યાદિ ચિહ્નો દેખાય છે. તેથી બાહ્ય વિષયો સાથે મનને સંબંધ છે અને તે સંબંધના કારણે મન પણ ત્વચા આદિની, જેમ પ્રાપ્યકારી હોવાની શંકા થાય છે. પરંતુ તે બાહ્ય શુભાશુભ વિષયોના ચિંતનથી જે સુખ કે દુઃખરૂપ અનુગ્રહ કે ઉપઘાત અનુભવાય છે તે મનને નહીં પણ જીવને જ અનુભવાય છે. આવા અનુભવમાં મન તો નિમિત્ત છે. વળી, જે સંબંધી વિદ્યમાન હોય તેની સાથે તો હજી કદાચ સંયોગ થઈ શકે પણ મન તો અતીત કે અનાગત વસ્તુઓના ચિંતન દ્વારા પણ હર્ષ કે શોક કરાવી શકે છે તો તે અવિદ્યમાન વિષયો ને મન શી રીતે પ્રાપ્ત કરી શકે ? તેથી મનને તે વિષયો સાથે સંયોગ નથી. શુભ કે અશુભ પુદ્ગલો દ્રવ્યમનરૂપે પરિણમે છે. (મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવીને જીવ છોડે છે. મનરૂપે પરિણમેલા આ પુદ્ગલોને દ્રવ્યમન કહેવાય છે.) આવા દ્રવ્યમનની સહાયતાથી જીવને સુખ કે દુઃખનો અનુભવ થાય છે. જેમ કે, છાતીમાં વાયુ ભરાઈ ગયો હોય તો પીડા થાય છે અને કોઈ ઔષધથી તે વાયુનો ભરાવો દૂર થતાં શરી૨માં વાયુસંચાર પૂર્વવત્ ચાલુ થઈ જાય છે તેથી સુખનો અનુભવ થાય છે. આ સુખ કે દુઃખનો અનુભવ જેમ શરીરને નિમિત્ત બનાવીને વાસ્તવમાં તો જીવને જ થાય છે તેમ તે તે પદાર્થોનું ચિંતન મનને નિમિત્ત બનાવીને જ્યારે કરાય છે ત્યારે અનુભવાતાં સુખ કે દુઃખનો આધાર તો જીવ જ છે. તેથી આવી અનુગ્રહ કે ઉપઘાતની પ્રતીતિથી પણ મનની પ્રાપ્યકારિતા સિદ્ધ થઈ શકે તેમ નથી. પૂર્વપક્ષ ઃ સૂતેલા મનુષ્યને એવી પ્રતીતિ થાય છે કે ‘મારૂં મન તો મેરુ પર્વત ૫૨ ભમી આવ્યું.’ જો વિષયદેશ તરફ ગયા વિના જ મન જ્ઞાન કરાવતું હોય તો આવી પ્રતીતિ શી રીતે થાય ? ઉત્તરપક્ષ ઃ એમ તો સૂતેલા મનુષ્યને ‘હું સ્વયં મેરુ પર ગયો છું' એવી પ્રતીતિ પણ થાય છે પરંતુ એ પ્રતીતિ જેમ અસત્ય છે તેમ મનના મેરુદેશગમનની પ્રતીતિ પણ અસત્ય છે. જો ખરેખર એ પ્રતીતિ સત્ય હોત, એટલે કે ખરેખર જો એ મેરુ ૫૨ ગયો હોત તો શયનસ્થાને તેનું શરીર પડેલું દૃષ્ટિગોચર ન થવું જોઈએ અને તદુપરાંત મેરુ પર રહેલા સુંદર મજાના પુષ્પોની સુંગધ માણવાથી ઉત્પન્ન થયેલા સુખનો અનુભવ થવો જોઈએ. તથા આટલી લાંબી મજલ કાપવાથી શરીરને થાકનો અનુભવ થવો જોઈએ પણ આમાનું કશું જ અનુભવાતું નથી તેથી સિદ્ધ થાય છે કે એ પ્રતીતિ અસત્ય છે. (પૂર્વપક્ષ : ‘મનો ધાતિ સર્વત્ર, મોન્મત્તાનેન્દ્રવત્' આવી ઉક્તિઓ મનની ગતિશીલતા
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org