SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ न श्रोत्रस्य प्राप्यकारिता, ततश्च न तदीयव्यञ्जनावग्रहोऽपीति स्थितम् । अत्रोच्यते - प्रत्यक्षबाधितोऽयं पक्षः, कर्णप्रविष्टस्य सन्निकृष्टस्यैव शब्दस्य प्रत्यक्षेण प्रतीतेः । अत एव पिहितकर्णपटलस्य शब्दश्रवणप्रतिबन्धोऽप्युपपद्यते । न चैवं चक्षुषः पिधाने दत्ते न चाक्षुषप्रत्यक्षोदय इति चक्षुरपि प्राप्यकारि सिद्ध्यतीति वाच्यम्, चाक्षुषप्रत्यक्षेऽव्यवधानस्यापि सहकारित्वाच्चक्षुः पिधानदशायां तदभावादेव न चाक्षुषं प्रत्यक्षं, श्रोत्रेण तु व्यवहितस्यापि शब्दस्य ग्रहणे सामर्थ्यात् कर्णपिधानदशायां यदश्रवणं तद्विषयासम्पर्ककृतमेवेति । दूरादिग्राह्यत्वलक्षणो हेतुरपि गन्धेनानैकान्तिकः, सन्निकृष्टस्य गन्धस्य घ्राणेन ग्रहणेऽपि दूरादिप्रत्ययग्राह्यत्वप्रतीतेः । न च तथा प्रतीयमाने गन्धे दूरनिकटादिव्यवहारोऽसिद्ध इति वाच्यम्, सकलतनुभृतां निर्विवादं तथा प्रतीयमानत्वात्, अनुभवापलापस्य च नितान्तान्याय्यत्वात् । श्रोत्रेण सन्निकृष्टस्यापि शब्दस्य ग्रहणे तत्र दूरादिव्यवहारस्य दूरादिदेशादागतत्वेनोपपद्यमानत्वाद्, घ्राणेन्द्रियेण सन्निकृष्टस्यापि गन्धस्य ग्रहणे दूरादिदेशादागतत्वेन दूरे कुसुमपरिमल इत्यादिव्यवहारवत् । किञ्च यदि પૂર્વપક્ષ : ચક્ષુ અને મનને પણ દશ્યવસ્તુ દ્વારા અનુગ્રહ કે ઉપઘાતરૂપ અસર થતી જણાય છે. સૂર્યને જોવાથી આંખમાં બળતરા રૂપ ઉપઘાત થતો જણાય છે અને ચંદ્રને જોવાથી આંખને અનુગ્રહ થતો પણ જણાય છે. ૩૯ ઉત્તરપક્ષ : તમારી દલીલ ઉપલક દૃષ્ટિએ ગમી જાય પણ સહેજ વિચારતા જ તુટી પડે એવી તકલાદી છે. જો સૂર્યદર્શનથી પીડા થતી હોત તો સૂર્યને જોતાની સાથે (પ્રથમસમયથી) જ પીડા થવી જોઈએ, પરંતુ એવું નથી. થોડી ક્ષણો નિરંતર જોવાથી પીડા થાય છે અને તેમાં પણ આંખ સૂર્ય સુધી પહોંચીને ગરમીનો અનુભવ કરાવે છે એવું નથી. પણ સૂર્યના કિરણો, જે છેક આંખ સુધી પ્રસરે છે, તેની સાથે સંબંધ થવાથી આંખને ઉપઘાત થાય છે. (જેમ કે, આંખમાં તણખલું કે મરચું પડવાથી પીડા થાય તેમ. એટલે વાસ્તવમાં તો સૂર્યકિરણોથી આંખને થતી પીડા એ આંખની પ્રાપ્યકારિતાને કારણે નથી. પરંતુ આંખના સ્થાનમાં રહેલી ત્વચાની પ્રાપ્યકારિતાને કારણે છે. જુઓ ને ચન્દ્ર/સૂર્યના કિરણોની ઉષ્ણતા કે શીતલતાનો અનુભવ કરવો એ કાંઈ ચક્ષુનો વ્યાપાર થોડો છે ! ચક્ષુ તો રૂપગ્રહણ કરે. સ્પર્શગ્રહણ તો ત્વચાનો વ્યાપાર છે.) પૂર્વપક્ષ : ચલો, ચક્ષુનું તો સમજ્યા. પરંતુ મનને તો તમારે પ્રાપ્યકારી માને જ છુટકો છે. કારણ કે સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે કોઈ ઈષ્ટ વસ્તુનું ચિંતન કરવાથી મનને સુખનો અનુભવ થાય છે અને અનિષ્ટ વસ્તુનું ચિંતન કરવાથી દુઃખનો અનુભવ થાય છે. ઉત્તરપક્ષ : મૃત વ્યક્તિ કે નષ્ટ વસ્તુનું ચિંતન કરવાથી મનને દુઃખરૂપ ઉપઘાત થાય છે કારણ કે મનના દુઃખનું અનુમાન કરાવે તેવા શરીર દુબળું થવું, હૃદયરોગનો હુમલો આવવો (શોકના લીધે) ઇત્યાદિ બાહ્યચિહ્નો દેખાય છે. એ જ રીતે ઇષ્ટસંયોગ કે ધનલાભનો વિચાર કરવાથી મનને સુખાનુભવ રૂપ અનુગ્રહ પણ થાય છે કારણ કે મનના સુખનું અનુમાન કરાવે તેવા મોટું મલકાવું, રોમાંચ થવા ૧. અહીં ‘વિવન્દ્રાઘવતોને ચક્ષુષોડનુપ્રોપધાૌ' પદમાં યથાક્રમ અન્વય કરવા જતા તો ‘રવિના અવલોકનથી અનુગ્રહ અને ચન્દ્રના અવલોકનથી ઉપઘાત' એવો અર્થ થશે જે પ્રત્યક્ષબાધિત છે તેથી પાઠક્રમથી અન્વય ન કરવો. ‘પામાર્થમાં વત્તીયા' ન્યાયે વ્યુત્ક્રમથી અન્વય સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy