________________
જૈન તર્કભાષા
अथवाऽश्नुते ज्ञानात्मना सर्वार्थान् व्याप्नोतीत्यौणादिकनिपातनात् अक्षो जीवः तं प्रतिगतं
ફૅન્દ્રિય’મિતિા
૨૬
पूर्वोक्ता प्रत्यक्षशब्दव्युत्पत्तिर्हि अवध्यादौ पारमार्थिकप्रत्यक्षज्ञाने न घटते इति व्युत्पत्त्यन्तरमाह ' अथवा ' इत्यादिना ' अथवा अश्नुते । अशौटि व्याप्ती (धातुपाठे -१३१४) इति वचनप्रामाण्याद् 'अश' इति धातोः व्यापकत्वार्थकतालाभः । इदमत्र तात्पर्यं सर्वेषामेवात्मनां ज्ञानं यद्यपि सकलार्थविपयकमेव तथापि स्वावारककर्मप्रतिबन्धात् स्वविपयीभूतमप्यर्थं न प्रकाशयति । यद्विपयावच्छेदेनावरणस्य क्षयोपशमः क्षयो वा सञ्जातस्तद्विपयावच्छिन्नमेवार्थप्रकाशनम्, अत एव खलु प्रतिनियतविषयकत्वव्यपदेशोऽपि ज्ञाने वस्तुतः सकलार्थविपयकेऽपि ज्ञाने प्रवर्तत इति विषयतासम्बन्धेन ज्ञानस्य वस्तुत्वव्यापकत्वात्, ज्ञानस्य चात्मनः कथंञ्चिदभिन्नत्वेन ज्ञानात्मना सर्वार्थव्याप्तेर्घटनाद् आत्मा = अक्षः इति ।
प्रत्यक्षशव्दस्य उक्तव्युत्पत्तिद्वयस्य यथाक्रमं अवध्यादौ पारमार्थिकप्रत्यक्षे, मत्यादौ चापारमार्थिकप्रत्यक्षेપ્રવૃત્તિનિમિત્તને આશ્રયીને જ તે તે શબ્દથી વ્યપદેશ થાય છે. ‘ગો’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે ગોત્વ (જાતિ). હવે આ ગોત્વ જાતિ ઘોડામાં નથી તેથી ગમનક્રિયાન્વિત ઘોડાને વિશે ‘ગો' શબ્દનો પ્રયોગ થઈ શકતો નથી. અને બેઠેલી-ઊભેલી ગાયમાં ગોત્વ તો છે જ તેથી તેને વિશે ‘ગો' શબ્દપ્રયોગ
થવામાં કોઈ બાધ નથી. આ રીતે ઉક્ત આપત્તિઓનું વારણ થઈ જાય છે. આના પરથી નિશ્ચિત થાય છે કે તે તે શબ્દના પ્રવૃત્તિનિમિત્તને આશ્રયીને જ તે તે શબ્દની પ્રવૃત્તિ થાય છે.
‘પ્રત્યક્ષ’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત તો છે સ્પષ્ટતાવત્ત્વ. આ સ્પષ્ટતાવત્ત્વ, અક્ષાશ્રિતત્વરૂપ વ્યુત્પત્તિનિમિત્તથી ઉપલક્ષિત થઈને તે તે જ્ઞાનરૂપ એક અધિકરણમાં રહે છે. મતિ-શ્રુતમાં તેમજ અવધિ આદિમાં પણ સ્પષ્ટતાવત્ત્વ તો છે જ. હા, પછી એ સ્પષ્ટતા તીવ્ર-મંદભાવે તરતમતાવાળી હોઈ શકે છે. એટલે કે કોઈ પ્રત્યક્ષ સ્પષ્ટ હોય, તો કોઈ પ્રત્યક્ષ તેની અપેક્ષાએ સ્પષ્ટતર હોય, છતાં પણ સ્પષ્ટતા તો બધા જ પ્રત્યક્ષજ્ઞાનમાં રહેલી છે જ. તેથી બધા જ પ્રત્યક્ષજ્ઞાનમાં સ્પષ્ટતાવત્ત્વ નામનો એક અનુગત ધર્મ રહ્યો છે કે જે ‘પ્રત્યક્ષ’ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત છે.
* વિશેષણ અને ઉપલક્ષણ વચ્ચે તફાવત
-
અહીં અક્ષાશ્રિત્વને સ્પષ્ટતાવત્ત્વનું ઉપલક્ષણ કહ્યું છે, વિશેષણ નથી કહ્યું. (અર્થાત્, ગ્રન્થકારે ‘૩પક્ષિતં’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. ‘વિશેષિતં' એવો શબ્દપ્રયોગ કર્યો નથી.) એનું પણ પ્રયોજન છે. વિશેષણ અને ઉપલક્ષણમાં ફેર છે. વિશેષણ તો હાજર હોય ત્યારે જ વ્યવહાર પ્રયોજક બને છે જ્યારે ઉપલક્ષણ તો વિદ્યમાન હોય કે ન પણ હોય તો પણ વ્યવહારપ્રયોજક બને. દા.ત. લાલ ઘડામાં રક્તવર્ણ એ વિશેષણ છે તેથી ઘડામાં લાલ વર્ણ હોય ત્યારે જ ‘રો ઘટઃ’ એવો વ્યવહાર થાય. એ જ ઘડો પાક વગેરેના કારણે જો કાળો બની જાય તો પછી તેને વિશે ‘રાં ઘટઃ' એવો વ્યવહાર બાધિત થઈ જાય છે. કારણ કે વિશેષણ (રક્તવર્ણ) ગેરહાજર છે. ઉપલક્ષણમાં આવું નથી. ‘જો પેલો કાગડો બેઠો છે એ બારીવાળું ઘ૨ ૨મેશનું છે.’ અહીં કાગડો એ ઉપલક્ષણ છે એટલે પછી કાગડો ન બેઠો હોય ત્યારે પણ તે ઘરને ‘રમેશનું ધર' કહી શકાય છે. પ્રસ્તુતમાં અક્ષાશ્રિતત્વ એ ઉપલક્ષણ છે તેથી મતિ-શ્રુતજ્ઞાનમાં તે વિદ્યમાન હોય, અવધિ આદિ જ્ઞાનમાં વિદ્યમાન ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org