SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ प्रत्यक्षम् । न चैवमवध्यादौ मत्यादौ च प्रत्यक्षव्यपदेशो न स्यादिति वाच्यम्; यतो व्युत्पत्तिनिमित्तमेवैतत्, प्रवृत्तिनिमित्तं तु एकार्थसमवायिनाऽनेनोपलक्षितं स्पष्टतावत्त्वमिति । स्पष्टता चानुमानादिभ्योऽतिरेकेण विशेषप्रकाशनमित्यदोषः । अक्षेभ्योऽक्षाद्वा परतो वर्तत इति Sव्याप्तिमाशङ्कते न चैवमवध्यादौ' । परिहारहेतुमाह 'यतो व्युत्पत्तिनिमित्तमेवैतदि त्यादिना । एवकारव्यवच्छेद्यं प्रवृत्तिनिमित्तं । किं तर्हि प्रत्यक्षशब्दप्रवृत्तिनिमित्तमित्याशङ्कायामाह - 'प्रवृत्तिनिमित्तञ्चे 'त्यादिना । प्रवृत्तिनिमित्तत्वञ्च वाच्यत्वे सति वाच्यवृत्तित्वे च सति वाच्योपस्थितिप्रकारत्वं । यथा गोपदप्रवृत्तिनिमित्तं गोत्वं । तत्र गोपदवाच्यत्वं समस्ति, गोपदशक्तेर्गोत्वविशिष्टगोव्यक्तिविश्रान्तत्वस्वीकाराद्, गोपदस्य गोत्ववाचकत्वसद्भावात् । गोपदवाच्यगोव्यक्तिवृत्तित्वं, अत एव च गोपदजन्योपस्थितौ प्रकारत्वमपि अस्ति । 'गच्छतीति गौः' इत्यस्य तु व्युत्पत्तिनिमित्तत्वमात्रार्थोऽन्यथा गच्छति अश्वादौ अगच्छति च गवि गोपदप्रवृत्त्यप्रवृत्त्यापत्तेः । છતાં પણ ‘પ્રત્યક્ષ’ તરીકેનો વ્યવહાર પાંચે ય જ્ઞાનમાં નિર્બાધપણે થઈ શકે છે. બાકી, ખરેખર તો ‘સ્પષ્ટતાવત્ત્વ’ એ જ પ્રત્યક્ષનું લક્ષણ છે અને એ તો મત્યાદિ પાંચે ય માં વિદ્યમાન છે જ. પ્રશ્ન : આ સ્પષ્ટતાનું સ્વરૂપ શું કહેશો ? ઉત્તર : અનુમાન-આગમાદિની અપેક્ષાએ અધિકતાએ અર્થપ્રકાશન ક૨વું, અર્થગતધર્મોને વિશેષપણે જણાવવા એ જ પ્રત્યક્ષમાં રહેલી સ્પષ્ટતા છે. એ તો અનુભવસિદ્ધ છે કે ભડભડ બળતા જાજવલ્યમન અગ્નિને પ્રત્યક્ષ જોતા અગ્નિનો (તેના વર્ણાદિનો) જેવો વિશદ બોધ થાય તેવો વિશદ બોધ વહ્નિની અનુમિતિ થતા થઈ શક્તો નથી. આ રીતે દરેક પ્રત્યક્ષમાં સ્પષ્ટતારૂપ પ્રવૃત્તિનિમિત્ત ઘટમાન છે. * ‘પરોક્ષ' શબ્દના વ્યુત્પત્તિ અને પ્રવૃત્તિનિમિત્ત * પ્રત્યક્ષ શબ્દની વ્યુત્પત્તિ, પ્રવૃત્તિનિમિત્ત જણાવીને હવે ‘પરોક્ષ' શબ્દની વ્યુત્પત્તિ જણાવે છે. અક્ષ એટલે કે ઇન્દ્રિયોથી વ્યવહિત રહીને જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પરોક્ષ કહેવાય છે. દા.ત. ધૂમાદિને જોવા દ્વારા અગ્નિનું થતું જ્ઞાન. આ વ્યુત્પત્તિમાં ‘અક્ષ’ શબ્દનો અર્થ ઈન્દ્રિય કર્યો છે. ઈન્દ્રિયો અનેક હોવાથી ‘ગક્ષેમ્યઃ' એમ બહુવચનનો પ્રયોગ કર્યો છે. ‘અક્ષ’ શબ્દનો અર્થ પૂર્વે ‘જીવ' કરેલો તેથી એ જ અર્થને અનુસરીને બીજી વ્યુત્પત્તિ પણ જણાવે છે. ‘અક્ષ એટલે કે જીવથી વ્યવહિત રહીને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ. આ વ્યુત્પત્તિ પ્રમાણે મતિ-શ્રુતજ્ઞાન પણ પરોક્ષ કહેવાશે. કારણ કે તેમાં આત્મા સાથે સીધો સંબંધ હોતો નથી. ઈન્દ્રિયોનો વિષય સાથે સંબંધ થતા જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ ‘પરોક્ષ’ શબ્દના પણ વ્યુત્પત્તિનિમિત્ત બે છે, પરંતુ પ્રવૃત્તિનિમિત્ત તો એક જ છે, અને તે છે અસ્પષ્ટતા. પ્રત્યક્ષ જ્ઞાનની અપેક્ષાએ અનુમાનાદિમાં અસ્પષ્ટતા હોય છે તે સુપ્રતીત છે. * સાંવ્યવહારિક અને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રત્યક્ષના મુખ્ય બે ભેદ છે (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ (૨) પારમાર્થિક પ્રત્યક્ષ. અહીં સૌ પ્રથમ સાંવ્યવહારિક પ્રત્યક્ષની ભેદ-પ્રભેદનિરૂપણપૂર્વક વિચારણા કરાય છે. સંવ્યવહાર કોને કહેવાય ? તે જણાવે છે. ઈષ્ટસાધનસ્વરૂપવસ્ત્રાદિવિષયક ચાક્ષુષપ્રત્યક્ષ થતાં જ તેને લેવા માટે પ્રવૃત્તિરૂપ વ્યવહાર થાય છે. અનિષ્ટસાધન સ્વરૂપ સર્પાદિવિષયક ચાક્ષુષપ્રત્યક્ષ Jain Education International ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy