________________
પ્રમાણપરિચ્છેદ
૨૫
न क्षतिः न्यूनाधिकसङ्ख्याव्यवच्छेदफलकं हि विभागवाक्यं, अतो द्वे एव प्रमाणे, न न्यूनाधिके । एतेन प्रत्यक्षमेवेकं प्रमाणमिति चार्वाकः, प्रत्यक्षानुमानागमाः प्रमाणमिति वैशेषिकाः, तान्येवेति साङ्ख्याः , सहोपमानेन चत्वारीति नैयायिकाः, अर्थापत्त्या सहितं प्रमाणपञ्चकमिति प्राभाकराः, अभावसहभावेन पडिति भाट्टा: वेदान्तिनश्च, सम्भवैतिह्याभ्यामष्टौ प्रमाणानि इति पौराणिका इति न्यूनाधिकप्रमाणसङ्ख्यावादिनः प्रतिक्षिप्ता ज्ञातव्याः, यदेतेषां सर्वेषां यथायथं वक्ष्यमाणभेदयोरेवान्तर्भावसम्भवादिति दर्शितं आकारादिग्रन्थान्तरे व्यासतः समासतश्चात्रापि वक्ष्यते ।
→ तद्विभेदं प्रत्यक्षानुमानप्रकारेणापि सौगतसम्मतेन मा वोधीति स्वाभिमतसमग्रप्रमाणभेदप्रभेदसङ्ग्रहपरं सङ्ख्याप्रकारं नामग्रहणेनैव स्पष्टन्नाह - ‘प्रत्यक्षमि'त्यादिना ।
'अक्षं अक्षं प्रति वर्तत इति प्रत्यक्षमिति अव्ययीभावे तु 'द्वन्द्वैकत्वाव्यवयीभावौ' (लिङगानुशासन५९) इत्यनेन सदा नपुंसकत्वं स्यात् । अतः प्रत्यक्षपदमन्यथा व्युत्पादयति ‘अक्ष'मित्यादिना ‘अक्षं થાય તેને પ્રત્યક્ષ કહેવાય છે.
શંકા : પ્રત્યક્ષ શબ્દની આવી વ્યુત્પત્તિ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં નહીં ઘટે કારણ કે આ જ્ઞાનો ઈન્દ્રિયજન્ય નથી.
સમા. પ્રત્યક્ષ શબ્દની બીજી રીતે વ્યત્પત્તિ કરવાથી આ આપત્તિ ટળી જશે. ઉણાદિ ગણનો પ્રત્યય લગાડવાથી ધાતુ પરથી અક્ષ શબ્દ સિદ્ધ થાય છે. ધાતુનો અર્થ “વ્યાપવું' એવો થાય છે. તેથી ‘જ્ઞાન દ્વારા જે સર્વ વસ્તુઓને વ્યાપે છે તે અંક્ષ. અક્ષ = આત્મા. તે જીવ દ્વારા (ઈન્દ્રિયાદિ નિરપેક્ષપણે) ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. આ વ્યુત્પત્તિ અવધિ આદિ જ્ઞાનોમાં ઘટે છે.
શંકા : આ રીતે અવધિ આદિમાં વ્યુત્પત્તિની ઘટના કરવા ગયા તેમાં મતિ-શ્રુતજ્ઞાનમાં આ વ્યુત્પત્તિ નહીં ઘટે એ તો તમે ભૂલી ગયા ! કારણ કે મતિ-શ્રુત જ્ઞાન ઈન્દ્રિયજન્ય છે, માત્ર જીવ (અક્ષ) દ્વારા ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી પ્રત્યક્ષ શબ્દની તમે કહેલી બન્ને વ્યુત્પત્તિઓ અવ્યાપ્ત છે. પહેલી વ્યુત્પત્તિ અવધિ આદિ જ્ઞાનમાં ઘટતી નથી, ને બીજી વ્યુત્પત્તિ મતિ-શ્રુત જ્ઞાનમાં ઘટતી નથી. તેથી પ્રત્યક્ષ શબ્દની આ બે વ્યુત્પત્તિઓ અંગે તમારી સામે વ્યાધ્ર-તટી ન્યાય ઉપસ્થિત થયો છે. આ બેમાંથી એક પણ વ્યુત્પત્તિ એવી નથી કે જેના આધારે મત્યાદિ પાંચ જ્ઞાનોમાં “પ્રત્યક્ષ શબ્દનો વ્યપદેશ થાય.
સમા. : કોઈ વાઘ કે તટીથી ગભરાઈ જવાની જરા ય જરૂર નથી. આ તો બે રીતે પ્રત્યક્ષ શબ્દના વ્યુત્પત્તિનિમિત્ત જ જણાવ્યા છે. ‘પ્રત્યક્ષ' શબ્દનો વ્યપદેશ કંઈ આ વ્યુત્પત્તિનિમિત્તના આધારે થતો નથી, કિન્તુ પ્રત્યક્ષ' શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત જ્યાં ઘટતું હોય ત્યાં “પ્રત્યક્ષ' શબ્દનો વ્યપદેશ (પ્રયોગો થઈ શકે છે. દા.ત. > શબ્દની વ્યુત્પત્તિ આવી છે – “છતીતિ :” હવે આ વ્યુત્પત્તિનિમિત્ત પ્રમાણે તો ઘોડો જયારે ચાલતો હોય ત્યારે તેને પણ “ગૌ” કહેવાની આપત્તિ (અતિવ્યાપ્તિ) આવશે અને ગાય જ્યારે બેઠી હોય ત્યારે તેને જો’ નહીં કહી શકવાની આપત્તિ (અવ્યાપ્તિ) આવશે. પણ આવી આપત્તિઓ વ્યાજબી ગણાતી નથી. કારણ કે તે તે શબ્દના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org