________________
૨ ૨૪
જૈન તર્કભાષા पनापरिनिर्वृतमुनिदेहदर्शनाद्भावोल्लासानुभवात् । केवलं नामादित्रयं भावोल्लासेऽनैकान्तिकमनात्यन्तिकं च कारणमिति ऐकान्तिकात्यन्तिकस्य भावस्याभ्यर्हितत्वमनुमन्यन्ते प्रवचनवृद्धाः । एतच्च भिन्नवस्तुगतनामाद्यपेक्षयोक्तम् । अभिन्नवस्तुगतानां तु नामादीनां भावाविनाभूतत्वादेव
नामादीनां वस्तुपर्यायत्वमुपपादयति ‘अविशिष्टे' इत्यादिना - अविशिष्टे = अभिप्रायविशेषासम्बद्धत्वेन इन्द्रादिपद उच्चरिते सति, उच्चरितमात्रमेव तदिन्द्रादिवस्तु नामादिभेदचतुष्टयं प्रतिपद्यते, भेदाश्च पर्याया एवेति वस्तुपर्यायत्वाद् नामादयोऽपि वस्तुतां प्राप्नुवन्ति ।
नामादीनां वस्तुत्वोपपादने युक्त्यन्तरमाह 'भावाङ्गत्वेनैवे'त्यादिना । अत्र भावपदेन हृद्वालादादिलक्षणोऽनुभवो बोध्यो, न तु भावनिक्षेपः ।
'भावोल्लासेऽनैकान्तिकमनात्यन्तिकं चेति' → अत्र भावोल्लासे भावनिक्षेपस्यैकान्तिकत्वात्यंतिकत्वो
પ્રકરણ (= સંદર્ભ) દ્વારા થઈ જાય છે. દા.ત. “કોણ આવ્યું ?' એવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ “ઈન્દ્ર' પદ બોલે તો પ્રકરણ દ્વારા સમજી શકાય છે અહીં નાગેન્દ્રની વાત પ્રસ્તુત છે. ચિત્રમાં રહેલી આકૃતિવિશેષને જોઈને કોઈ પૂછે કે “આ કોણ છે ત્યારે ઉત્તરરૂપે “ઈન્દ્ર' પદ બોલતા પ્રકરણ દ્વારા જણાય છે કે અહીં સ્થાપના ઈન્દ્રની વાત છે. આ રીતે દ્રવ્ય અને ભાવનિક્ષેપના બોધ અંગે પણ યથાયોગ્ય જાણવું. આ રીતે નામાદિ ત્રણે ભાવપદાર્થના, અર્થાત્, વસ્તુના જ પર્યાયરૂપ હોવાથી નામાદિ ત્રણે પણ વસ્તુરૂપ છે.
અથવા તો બીજી રીતે પણ નામાદિ ત્રણ નિક્ષેપમાં વસ્તુત્વ માની શકાય છે. નામ સ્થાપના કે દ્રવ્યનિક્ષેપનો ઉપયોગ ભાવના સાધન તરીકે જ થાય છે. “ભાવાંગવૅન’ પદમાંના ભાવ પદનો અર્થ ભાવનિક્ષેપ નથી, કિન્તુ ‘ભાવોલ્લાસ' એવો અર્થ સમજવો. અર્થાત્, નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપ પણ ભાવનિક્ષેપના (સ્મરણાદિમાં) કારણ બનવા દ્વારા ભાવોલ્લાસ જન્માવે છે. આ વસ્તુ અનુભવસિદ્ધ છે. દા.ત. કોઈ છોકરાને પૂછીએ કે “તારું નામ શું છે ?” પેલો કહે “જિનેન્દ્ર ! તો તરત જ એ સાંભળતા આનંદ અને ભાવોલ્લાસ અનુભવાય છે અને એને સૂચવતા શબ્દો પણ સહસા મુખમાંથી સરી પડે કે ! “ઓહો ! બહુ સુંદર નામ છે.” (આવી પ્રતીતિ થવાનું કારણ એ છે કે જિનેન્દ્ર એવું નામ = નામનિક્ષેપ) પણ ભાવજિનની સ્મૃતિ કરાવે છે માટે હૃદયમાં ભાવોલ્લાસ પ્રગટ થાય છે.) આવી જ રીતે, સૌમ્ય, નિર્વિકારિતા અને નીતરતી વીતરાગતા જેમાં સ્પષ્ટ જણાય છે એવી જિનપ્રતિમા (= સ્થાપનાનિક્ષેપ)ને જોતા પણ અનેરો આહ્લાદ અને ભક્તિ અનુભવાય છે અને મનમાં એવા શુભ વિચારો આવે છે કે “અહો ! કેવી નિર્વિકારિતા ! કેવી અનુપમ સૌમ્યતા !' (આમાં પણ ભાવજિન (ના સ્વરૂપ)નું સ્મરણ થયેલું જણાય છે અને એટલે જ હૃદયમાં ભક્તિભાવ ઊભરાય છે.) આ રીતે નિર્વાણ પામેલા મુનિશરીર (= દ્રવ્યનિક્ષેપ)ને જોતા પણ ભાવોલ્લાસ પ્રગટે છે. “અહો ! ધન્ય છે જેઓએ ઉગ્ર સાધના દ્વારા પોતાનું કામ કાઢી લીધું' ઇત્યાદિ ભાવો હૃદયમાં પ્રગટે છે. આ રીતે ભાવોલ્લાસનું કારણ બને છે માટે નામાદિ પણ વસ્તુરૂપ જ છે. હા, નામાદિ ત્રણ નિક્ષેપ અને ભાવનિક્ષેપમાં એટલો ફરક જરૂર પડે કે નામાદિ ત્રણે નિક્ષેપો ભાવોલ્લાસ પ્રગટાવવા અનૈકાન્તિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org