________________
નિક્ષેપ પરિચ્છેદ
૨૨૩ ननु भाव एव वस्तु, किं तदर्थशून्यैर्नामादिभिरिति चेत्; न; नामादीनामपि वस्तुपर्यायत्वेन सामान्यतो भावत्वानतिक्रमात्, अविशिष्टे इन्द्रवस्तुन्युच्चरिते नामादिभेदचतुष्टयपरामर्शनात्प्रकरणादिनैव विशेषपर्यवसानात् । भावाङ्गत्वेनैव वा नामादीनामुपयोगः जिननामजिनस्था
सान्वर्थतया भावस्यैव वस्तुत्वमित्याशङ्कते 'नन्वि'त्यादिना → अत्र शङ्काकर्तुरनुमानप्रयोगश्चायं दृष्टव्यः ‘भावनिक्षेप एव वस्तु, स्वकार्यप्रसाधकत्वात् जलाहरणादिकार्यसमर्थभावघटवत् । उत्तरयति 'ने'त्यादिना प्रत्युत्तरप्रयोगश्चायं द्रष्टव्यः ‘नामादयोऽपि वस्तुरूपा वस्तुपर्यायत्वाद् रूपादिवत्' । બન્ને વચ્ચે ભિન્નતા પણ છે. જેમ કે દૂધમાં મધુરરસ હોય છે. જ્યારે છાશમાં આસ્ફરસ હોય છે. આજ રીતે નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપો વચ્ચે અમુક અપેક્ષાએ અભેદ હોવા છતાં પણ અન્ય અપેક્ષાએ ભેદ પણ અબાધિત છે. તેથી “નામાદિ ત્રણે નિક્ષેપના સ્વરૂપમાં સાંકર્યુ છે અને ત્રણે વચ્ચે વિલક્ષણતા ભિન્નતા નથી.' ઈત્યાદિ પૂર્વપક્ષીનું કથન નિરસ્ત જાણવું.
હવે, માત્ર ભાવનિક્ષેપને જ વસ્તુરૂપ માનવા જોઈએ એવી શંકા કરીને ચારે ય નિક્ષેપોમાં વસ્તુરૂપતા (= કથંચિદ્ ભાવરૂપતા)ની સિદ્ધિ કરે છે.
૧ નામાદિ ચારે નિક્ષેપોમાં ક્વચિત્ ભાવરૂપતાની સિદ્ધિ શંકા : કારણભૂત દ્રવ્ય જ્યારે વિવક્ષિતપર્યાયથી યુક્ત હોય છે ત્યારે તેના દ્વારા કાર્ય થઈ શકે છે. ભાવરૂપ પદાર્થ દ્વારા જે કાર્ય થઈ શકે તે તેના નામાદિ દ્વારા થઈ શકતું નથી. દા.ત. મૃત્પિડમાંથી નિષ્પન્ન થયેલો ભાવઘટ જયારે જલધારકત્વાદિ પર્યાયથી યુક્ત હોય છે ત્યારે તેનાથી જલાહરણાદિ ક્રિયાઓ થઈ શકે છે પરંતુ “ઘટ’ એવા નામથી, ઘટના ચિત્રથી કે ઘટના કારણભૂત મૃત્પિડ દ્વારા આવી ક્રિયા થઈ શકતી નથી. તેથી “ઘટ' શબ્દનો વાચ્યાર્થ વાસ્તવમાં તો મૃત્પરિણામાત્મક ભાવઘટ જ છે. નામ ઘટાદિ ‘ઘટ’ શબ્દના વાચ્યાર્થ નથી. તો પછી “ઘટ' શબ્દના અર્થથી યુક્ત “ભાવને જ વસ્તુ માનો. “ભાવ” ના અર્થથી શૂન્ય એવા નામાદિને વસ્તુ માનવાથી સર્યું.
સમા. : નામ-સ્થાપનાદિ પણ વસ્તુના (= “ભાવ”ના) જ પર્યાયરૂપ હોવાથી કથંચિત્ ભાવરૂપ છે. વળી, સામાન્યરૂપે (અર્થાત્, નામ ઈન્દ્રની, સ્થાપના ઈન્દ્રની કે એવી કોઈ વિશેષ વિવક્ષા વિના જ) “ઈન્દ્ર' એવું પદ બોલવામાં આવે તો શ્રોતાને નામાદિ ચારેય નો બોધ થઈ શકે છે. “ઈન્દ્ર' પદ સાંભળતા જ “ઈન્દ્ર નામની કોઈ વ્યક્તિ આવી લાગે છે' ઈત્યાદિ રીતે નાગેન્દ્ર વિષયક પરામર્શ થઈ શકે છે. મૂર્તિ વિશે “આ ઈન્દ્ર છે' ઇત્યાદિ રીતે સ્થાપના ઈન્દ્ર વિષયક બોધ પણ થઈ શકે છે. મરીને ઈન્દ્ર થનાર વ્યક્તિ વિશે “આ ઈન્દ્ર આવ્યો” ઈત્યાદિ રીતે દ્રવ્યેન્દ્ર વિષયક બોધ પણ થઈ શકે છે. આવી ઋદ્ધિવાળાને ઈન્દ્ર કહેવાય? ઇત્યાદિ રીતે ભાવેન્દ્રવિષયક બોધ પણ થઈ શકે તેમ છે.
પ્રશ્ન : “ઈન્દ્ર' પદનું ઉચ્ચારણ થતા જ જો આ રીતે નામાદિ ચારે ય નિક્ષેપનો પરામર્શ થઈ શકતો હોય તો પછી અહીં ભાવેન્દ્રની વાત છે અથવા દ્રવ્યેન્દ્રની વાત છે ઈત્યાદિ રૂપ નિયતવિશેષબોધ શી રીતે થશે ?
ઉત્તર : “ઈન્દ્ર પદના શ્રવણથી નામાદિ ચારે ય ભેદોનો પરામર્શ થઈ શકે છે અને વિશેષબોધ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org