SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જૈન તર્કભાષા पनेन्द्रे लोचनसहस्राद्याकारः, स्थापनाकर्तुश्च सद्भतेन्द्राभिप्रायो, द्रष्टुश्च तदाकारदर्शनादिन्द्रबुद्धिं, भक्तिपरिणतबुद्धीनां नमस्करणादिक्रिया, तत्फलं च पुत्रोत्पत्त्यादिकं संवीक्ष्यते, न तथा नामेन्द्रे द्रव्येन्द्रे चेति ताभ्यां तस्य भेदः । द्रव्यमपि भावपरिणामिकारणत्वान्नामस्थापनाभ्यां भिद्यते, यथा ह्यनुपयुक्तो वक्ता द्रव्यम्, उपयुक्तत्वकाले उपयोगलक्षणस्य भावस्य कारणं भवति, यथा वा साधुजीवो द्रव्येन्द्रः सद्भावेन्द्ररूपायाः परिणतेः, न तथा नामस्थापनेन्द्राविति । नामापि स्थापनाद्रव्याभ्यामुक्तवैधादेव भिद्यत इति । दुग्धतक्रादीनां श्वेतत्वादिनाऽभेदेऽपि माधुर्यादिना भेदवन्नामादीनां केनचिद्रूपेणाभेदेऽपि रूपान्तरेण भेद इति स्थितम् । गतार्थकमेव, तथा हि “भावो विवक्षितक्रियानुभूतियुक्तो हि वै समाख्यातः, सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनादिશિયાડનુમવત” / ક્રિયા, ફળ આદિ જુદા હોવાથી સ્થાપના, અન્ય બે કરતા ભિન્ન છે એ સિદ્ધ થાય છે. સ્થાપનાનો નામ-દ્રવ્ય કરતા ભેદ બતાવીને હવે દ્રવ્યનો નામ-સ્થાપના કરતા ભેદ બતાવે છે. ભાવરૂપે પરિણમનાર હોવાથી તેના પરિણામી કારણને કાર્યાત્મક “ભાવ” નું દ્રવ્ય' (= કારણ) કહેવાય છે. નામ કે સ્થાપના ભાવ રૂપે ક્યારે ય પરિણમતા નથી જયારે દ્રવ્યનિક્ષેપ ભાવનિક્ષેપનું પરિણામી કારણ છે માટે નામ-સ્થાપના કરતા દ્રવ્યનિક્ષેપનો ભેદ સ્પષ્ટ છે. મૃતિંડ ઘટરૂપે પરિણમે છે માટે તેને દ્રવ્યઘટ કહેવાય છે પરંતુ “ઘટ' નામ (કે “ઘટ' નામવાળી વ્યક્તિ) અથવા સ્થાપનાઇટ ક્યારેય ઘટરૂપે પરિણમતા નથી. આ જ વાતને ગ્રન્થકારશ્રી બે ઉદાહરણો દ્વારા સમજાવે છે. (૧) અનુપયુક્ત વક્તાને દ્રવ્ય કહેવાય છે. ઉપયોગ પરિણામ એ જ “ભાવ” છે. ઉપયોગ એ આત્માનો ધર્મ હોવાથી કાલાન્તરે એ આત્મા જ ઉપયોગવાળો થતા “ભાવ” બનશે. આમ ઉપયોગ સ્વરૂપ ભાવનું કારણ હોવાથી અત્યારે અનુપયુક્ત વક્તાને ‘દ્રવ્ય કહેવાય છે. એ દ્રવ્ય' જ “ભાવ” રૂપે પરિણમશે. પણ નામ-સ્થાપના “ભાવ” રૂપે પરિણમતા નથી. માટે દ્રવ્યનિક્ષેપ, નામ સ્થાપના કરતા ભિન્ન છે. (૨) આગામી ભવમાં ઈન્દ્ર થનારા વર્તમાનના સાધુના જીવને દ્રવ્ય ઈન્દ્ર કહેવાય છે. એ જ સાધનો આત્મા (દ્રવ્યનિક્ષેપ) કાલાન્તરે ઈન્દ્ર પરિણામને (ભાવનિક્ષેપને) પામશે માટે તે આત્માને દ્રવ્યઈન્દ્ર કહેવાય છે. આ રીતે નામઈન્દ્ર કે સ્થાપના ઈન્દ્ર, ભાવેન્દ્રરૂપે પરિણમતા નથી. આના પરથી પણ નામ-સ્થાપના અને દ્રવ્યનિક્ષેપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. સ્થાપનાનિલેપ અને નામનિક્ષેપના જે વિલક્ષણ ધર્મો પૂર્વે બતાવ્યા છે તેનું વૈધર્મ નામનિક્ષેપમાં છે તેથી નામનિક્ષેપ પણ સ્થાપનાનિલેપ અને દ્રવ્યનિક્ષેપ કરતા ભિન્ન છે. સ્થાપનાનિશેપમાં વિશિષ્ટઆકારવન્દ્ર, વિશિષ્ટઅભિપ્રાયવન્ત, બુદ્ધિવિશેષજનકત્વ, નમસ્કારાદિવિષયત્વ, ફલદાયકત્વ આદિ ધર્મો રહ્યા છે. દ્રવ્ય નિક્ષેપમાં પરિણામિત્વ ધર્મ રહ્યો છે. સ્થાપનાગત અને દ્રવ્યગત આ ધર્મો નામનિક્ષેપમાં રહ્યા નથી માટે નામનિક્ષેપમાં સ્થાપના અને દ્રવ્યનું વૈધર્મે છે. માટે નામનિક્ષેપ પણ સ્થાપના અને દ્રવ્ય કરતા ભિન્ન છે તે સિદ્ધ થાય છે. દૂધ અને છાશ બન્નેનો વર્ણ શ્વેત હોવાથી તે રૂપે બન્ને વચ્ચે અભિન્નતા હોવા છતાં પણ અન્યરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy