________________
નિક્ષેપ પરિચ્છેદ
૨૨૫
-
वस्तुत्वम्, सर्वस्य वस्तुनः स्वाभिधानस्य नामरूपत्वात् स्वाकारस्य स्थापनारूपत्वात्, कारणक्तिस्तु बाहुल्यख्यापकं ज्ञेयं, अभव्यानां विचित्रकर्मोदयाद्यभिभूतानां हालिककर्षकादिनां वा भावजिनदर्शनेऽपि भावोल्लासानुत्थानस्य विपरीतभावोत्थानस्य वा दर्शनाद् । अतो योग्यजीवानां भावोल्लासोत्थाने नामादित्रयेभ्यो भावोऽधिकतरशक्यताको, नामादित्रयजनितभावोल्लासे अधिकोत्कर्षजनको वा ज्ञेयः । एष एवात्र ऐकान्तिकात्यंतिकपदैदम्पर्यम् ।। ____ अयमत्राभिप्राय: भावस्य तावद् वस्तुरूपत्वे न काचिद् विप्रतिपत्तिः, अतो नामादिषु एव सा सम्भवन्ती निराक्रियते । तत्रापि भावस्य वस्तुरूपत्वेऽभ्युपगम्यमाने तस्यैव परिणामिकारणरूपस्य द्रव्यस्य वस्तुઅને અનાત્યંતિક છે જયારે ભાવનિક્ષેપ આ બાબતમાં ઐકાન્તિક અને આત્યંતિક છે. અર્થાત્, નામજિનાદિ ત્રણ ભાવોલ્લાસ જન્માવે પણ ખરા અને ક્યારેક એમાં અસફળ રહે જ્યારે ભાવજિન બહુધા ભાવોલ્લાસ અવશ્ય જન્માવે છે. માટે નામાદિ ત્રણ નિક્ષેપો કરતા અભ્યહિત (= ચડિયાતો) છે એમ વિશેષાવશ્યક ભાષ્યકારાદિપ્રવચનવૃદ્ધોનું પ્રાચીન આચાર્ય ભગવંતોનું) માનવું છે. (જો કે એમ તો અભવ્યાદિ અયોગ્ય જીવો માટે તો ભાવનિક્ષેપ પણ ભાવોલ્લાસનું કારણ નથી બનતું તેથી ભાવનિક્ષેપ ભાવોલ્લાસ પ્રગટાવવામાં ઐકાન્તિક અને આત્યંતિક છે” એવું કથન અસંગત લાગશે.પરંતુ અહીં તાત્પર્યાર્થ એટલો જ છે કે – જે યોગ્ય જીવોને ભાવોલ્લાસ પ્રગટી શકે છે એમાં ભાવનિક્ષેપથી ભાવોલ્લાસ પ્રગટાવવામાં નામાદિ ત્રણ નિક્ષેપો કરતા ઘણી અધિક શક્યતા છે અને ભાવનિક્ષેપથી પ્રગટ થતા ભાવોલ્લાસમાં બહુધા નામાદિનિક્ષેપજન્ય ભાવોલ્લાસ કરતા ઉત્કર્ષ પણ ઘણો હોય છે. અર્થાત્, કોઈને નામાદિ ત્રણ નિક્ષેપથી ભાવોલ્લાસ પ્રગટે છે તેઓને બહુધા ભાવનિક્ષેપથી વિશેષ અધિક ભાવોલ્લાસ પ્રગટે છે. આ રીતે ભાવનિક્ષેપમાં ભાવોલ્લાસને ઉત્પન્ન કરવા અંગેની ઐકાન્તિકતા અને આત્યંતિકતાનો અર્થ આવો જાણવો.) આ રીતે ભાવના કારણ હોવા રૂપે નામાદિ ત્રણ નિક્ષેપને જે વસ્તુરૂપ કહ્યા છે તે સર્વત્ર નથી. કિન્તુ ભાવનિક્ષેપ કરતા ભિન્ન વસ્તુમાં રહેનારા નામાદિનિક્ષેપની અપેક્ષાએ જાણવું. (અર્થાતું, “ઈન્દ્ર' નામવાળા ગોપાલદારકાદિને પણ નામેન્દ્ર કહેવાય છે, ઈન્દ્રની પ્રતિમાને સ્થાપના ઈન્દ્ર કહેવાય છે. ભાવિમાં ઈન્દ્ર થનાર વ્યક્તિને દ્રવ્યેન્દ્ર કહેવાય છે, અને દેવલોકમાં રહેલા ઈન્દ્રને ભાવેન્દ્ર કહેવાય છે. અહીં જણાય છે કે ભાવેન્દ્ર કરતા ભિન્ન એવા ગોપાલદારકાદિ પદાર્થોમાં નામેન્દ્રવાદિ રહ્યું છે. તેથી આવા સ્થળો માટે ઉક્ત સમાધાન જાણવું.)
જ્યાં એક જ પદાર્થમાં નામાદિ ચારે નિક્ષેપ થતા હોય ત્યાં આગળ તો ભાવપદાર્થથી અવિનાભૂત (= ભાવપદાર્થાત્મક હોવાથી જ નામાદિ ત્રણે વસ્તુરૂપ છે.
પ્રશ્ન : નામાદિ ચારે ય નિક્ષેપો એક જ વસ્તુમાં શી રીતે સંભવે ?
ઉત્તર : દરેક પદાર્થનું પોતાનું નામ એ જ તો તેનો નામનિક્ષેપ છે, દરેક વસ્તુનો પોતાનો આકાર એ તેની સ્થાપનાનિક્ષેપ છે. દરેક વસ્તુ પોતાના ઉત્તર પર્યાયોની ઉત્પત્તિમાં કારણ બને છે માટે તે દરેક વસ્તુઓમાં રહેલી સ્વોત્તરપર્યાયોની કારણતા એ તેનો દ્રવ્યનિક્ષેપ છે અને તે તે પર્યાયરૂપે (= કાર્યરૂપે) પરિણત થયેલું વસ્તુનું સ્વરૂપ એ તેનો ભાવનિક્ષેપ છે.
તાત્પર્ય : ભાવનિક્ષેપ વસ્તુરૂપ છે એમાં તો કોઈ વિવાદ નથી. જે શંકા છે તે માત્ર નામાદિ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org