SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા कः पुनरत्र बहुविषयो नयः को वाऽल्पविषयः ? इति चेद्, उच्यते - सन्मात्रगोचरात्सङ्ग्रहातावन्नैगमो बहुविषयो भावाभावभूमिकत्वात् । सद्विशेषप्रकाशकाद्व्यवहारतः सङ्ग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद्बहुविषयः । वर्तमानविषयावलम्बिन ऋजुसूत्रात्कालत्रितयवर्त्यर्थजातावलम्बी प्रमाणवादत्वादित्यर्थः, यथा पूर्वोक्तं तत्वार्थवचनम् । एतद्विस्तरार्थिना तु तत्त्वार्थभाष्यटीकाऽवलोकनीया । स्थितपक्षत्वादित्यत्रायम्भावः स्थितपक्षः = सिद्धान्तपक्ष इत्यपि गीयते । तथा च सिद्धान्तपक्षे ज्ञानादित्रयादेव मोक्ष इति नियमात् ज्ञानादित्रयपर्याप्ता एव मोक्षनिरूपितकारणता, शिक्षाऽभ्यासप्रतिभापर्याप्ता काव्यकारणतेव पर्यवस्यति, न तु तृणारणिमणिन्यायेन प्रत्येकज्ञानादिविश्रान्ता । नैगमादिनयमते पुनर्मोक्षनिरूपितकारणतायाः प्रत्येकं ज्ञानादिषु वह्निकारणतायाः प्रत्येकं तृणारणिमणिष्विव विश्रान्ततया न तेषां स्थितपक्षत्वं सम्यग्दृष्टित्वं वा । अयमेव हि नय-सिद्धान्तवादयोर्भेदो यन्नयाः त्रीण्यपि ज्ञानादीनि मोक्षकारणत्वेन मन्यमाना अपि प्रत्येकस्मिन् स्वातन्त्र्येणैव कारणत्वं कल्पयन्तस्त्रीनपि પ્રધાનતા આવે તેથી તે પ્રમાણરૂપ બની જાય. કારણ કે સમુદયવાદ એ જ તો પ્રમાણ છે. આવું ન બને માટે નૈગમાદિ ત્રણે નયો જ્ઞાનાદિ ત્રણેને પૃથક્ પૃથક્ રૂપે કારણ માને છે. એટલે કે નૈગમાદિ ત્રણ નયો શુદ્ધ (= એકલા) જ્ઞાનને અથવા શુદ્ધ (= એકલી) ક્રિયાને કારણ માને છે પણ જ્ઞાનાદિ ત્રણેને નહીં. આ સિદ્ધાન્તના લીધે નયોનો ભેદ છે. * નયોના વિષયોમાં ન્યૂનાધિક્તાનો વિચાર * ૧૯૮ દરેક નયને પોતપોતાનું ક્ષેત્ર (= વિષયમર્યાદા) હોય છે. આથી હવે નયોના વિષયોમાં ન્યૂનાધિકતાનો વિચાર કરે છે - જે સાત નયોનું નિરૂપણ કરાયું છે તેમાંથી કયો નય અધિકવિષયવાળો છે અને કયો નય અલ્પવિષયવાળો છે એવી જિજ્ઞાસા જેને હોય તેને જવાબ આપતા જણાવે છે કે કેવળ સત્ વિષયક (= વિદ્યમાન એવા સામાન્ય અર્થ વિષયક) સંગ્રહનય કરતા નૈગમનયનું વિષયક્ષેત્ર અધિક છે કારણ કે નૈગમનય તો ભાવ પદાર્થની જેમ અભાવ (= અવિદ્યમાન) પદાર્થને પણ વિષય બનાવે છે. (નૈગમનયના જેટલા ઉદાહરણો પૂર્વે બતાવેલા છે તે બધા જ ભાવિવષયક છે. અભાવિષયક નૈગમનું ઉદાહરણ ત્યાં અપાયું નથી માટે આપણે એક અભાવવિષયક નૈગમનું ઉદાહરણ જોઈ લઈયે. હાથમાં કુહાડી લઈને જંગલ તરફ જતા પુરુષને કોઈ પૂછે કે ‘ક્યાં જાવ છો ?’ તો પેલો પુરુષ જવાબ આપે છે કે ‘હું પ્રસ્થક (માપ-વિશેષ) લેવા જઉં છું.' હજી તો જંગલમાં જશે, લાકડું કાપશે, પછી તેમાંથી એક ખંડ કાપી લેશે, પછી તે લાકડાને કોતરીને પ્રસ્થક બનાવશે. છતાં વનપ્રયાણ વખતે જ ‘પ્રસ્થક લેવા જઉં છું' એવું જે કહ્યું તે નૈગમનયથી કહેલું જાણવું. કારણ કે પ્રસ્થક હજી વિદ્યમાન નથી અને છતાં સંકલ્પનો વિષય બન્યો છે. આના પરથી સ્પષ્ટ જણાય છે કે કેવળ વિદ્યમાન પદાર્થવિષયક સંગ્રહનય કરતા વિદ્યમાનાવિદ્યમાનાર્થવિષયક નૈગમનય અધિકવિષયી છે.) સમસ્ત સત્ પદાર્થોનું ગ્રહણ કરનાર સંગ્રહનય, સમાં પણ વિશેષના જ પ્રકાશક એવા વ્યવહારનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy