SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નયપરિચ્છેદ चारित्रश्रुतसम्यक्त्वानां त्रयाणामपि मोक्षकारणत्वमिच्छन्ति, तथापि व्यस्तानामेव, न तु समस्तानाम्, एतन्मते ज्ञानादित्रयादेव मोक्ष इत्यनियमात्, अन्यथा नयत्वहानिप्रसङ्गात्, समुदयवादस्य स्थितपक्षत्वादिति द्रष्टव्यम् । एव अव्यवहितत्वम्, न तु ज्ञानस्य ताथाविध्यं, कैवल्यप्राप्त्यनन्तरमपि किञ्चिन्यूनपूर्वकोटिवर्षं यावद् भवस्थकेवलितया संसारावस्थानसम्भवात् । ' तथापि व्यस्तानामेवे 'ति ननु 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' (श्री तत्त्वार्थाधिमसूत्र १ / १ ) इति वचनात् त्रयाणामपि मोक्षं प्रति कारणत्वं प्रतिपादितमेवेति तानेव तथास्वीकुर्वाणा नैगमादयो प्रमाणत्वप्राप्ताः सन्तः कथं ज्ञाननयत्वं रक्षयेयुरित्याशङ्कायामाह ' तथापी 'त्यादिना । तथापि = मोक्षकारणत्वमभ्युपगच्छन्तोऽपीत्यर्थः । व्यस्तानामिति मोक्षत्वावच्छिन्नकार्यतानिरूपितकारणतावच्छेदकविभिन्नधर्माकलितानामेव । एवं सत्येव ज्ञानस्य प्राधान्येन कारणत्वं तदन्ययोश्च गौणतयेत्युपगमस्तेषां युज्यते, समुदितानां कारणत्वे तु सर्वेषां प्राधान्यमेव स्यादित्याह 'समस्तानामि' ति मोक्षत्वावच्छिन्नकार्यतानिरुपितकारणतावच्छेदकी भूतैकधर्मकलितानामित्यर्थः । 'समुदयवादस्येति' → समुदितज्ञानादिभिस्त्रिभिर्मुक्तिर्न तु व्यस्तैरिति वादस्य स्थितपक्षत्वात् = ૧૯૭ Jain Education International પ્રત્યે ચારિત્રરૂપ ક્રિયાને જ પ્રધાન કારણ માને છે. તેમની દલીલ એવી છે કે ક્ષાયિક (કેવળ) જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થયા પછી પણ તે જ ક્ષણે મોક્ષ થતો નથી. કિન્તુ સર્વસંવરરૂપ ચારિત્ર (ક્રિયા) મળ્યા પછી જ તરત મોક્ષ થાય છે માટે અવ્યવહિત કારણ હોવાથી ચારિત્ર (= ક્રિયા) જ મોક્ષનું પ્રધાન કારણ છે. હા, કેવળજ્ઞાન-દર્શન વિના સર્વસંવરરૂપ ચારિત્ર આવી શકતું નથી તેથી જ્ઞાન-દર્શન પણ ચારિત્રના હેતુ હોવાથી ચારિત્રસાધ્ય એવા મોક્ષના કારણ છે એ વાત સાચી છે પરંતુ આ રીતે પરંપર (= વ્યવહિત) કારણોને પણ જો કારણ માનશો તો પછી તમારે દુનિયા આખીને મોક્ષનું કારણ માનવું પડશે કારણ કે દરેક પદાર્થ વિષયરૂપે જ્ઞાનનું કારણ છે, જ્ઞાન ચારિત્રનું કારણ છે અને ચારિત્ર મોક્ષનું કારણ છે. માટે આવું ગૌરવ કરવા કરતા અવ્યવહિત કારણ હોવાથી ચારિત્ર (– ક્રિયા)ને જ મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ માનવું ઉચિત છે. = નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણે જ્ઞાનનયો છે. આ ત્રણે તો જો કે જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેને મોક્ષના કારણ માને છે, છતા પણ પૃથક્ પૃથક્ રૂપે ત્રણેને કારણ માને છે, સમુદિતરૂપે નહીં. તાત્પર્ય એ છે કે જો ત્રણેને સમુદિતરૂપે કારણ માનવામાં આવે અર્થાત્, જ્ઞાનાદિ ત્રણેના સમુદાયને જો મોક્ષ પ્રત્યે કારણ માનવામાં આવે તો પછી આ અભિપ્રાય પ્રમાણરૂપ જ બની જાય તેથી નયત્વની હાનિ થાય. ત્રણેને સમુદિતરૂપે કારણ માનવામાં આ જ્ઞાનનય ન રહેતા પ્રમાણરૂપ એટલા માટે બની જાય કે સમુદિત કારણતા માનવામાં તો ત્રણેનું સમાન પ્રાધાન્ય રહે. જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા)નું સમાન પ્રાધાન્ય જે અભિપ્રાયમાં આવે તે જ્ઞાનનયરૂપ શી રીતે રહે ? કારણ કે જે અભિપ્રાયમાં માત્ર જ્ઞાનની પ્રધાનતા હોય તેને જ જ્ઞાનનય કહેવાય છે. જ્ઞાનાદિ ત્રણેની સમુદિતકારણતાના અભિપ્રાયમાં તો જ્ઞાન-ક્રિયા ઉભયની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy