________________
પ્રમાણપરિચ્છેદ
૧૬૧ ___ तदिदमागमप्रमाणं सर्वत्र विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानं सप्तभङ्गीमनुगच्छति, तथैव परिपूर्णार्थप्रापकत्वलक्षणतात्त्विकप्रामाण्यनिर्वाहात्, क्वचिदेकभङ्गदर्शनेऽपि व्युत्पन्नमतीनामितरभङ्गाक्षेपध्रौव्यात् । यत्र तु घटोऽस्तीत्यादिलोकवाक्ये सप्तभङ्गीसंस्पर्शशून्यता तत्रार्थप्रापकत्वमात्रेण लोकापेक्षया प्रामाण्येऽपि तत्त्वतो न प्रामाण्यमिति द्रष्टव्यम् ।
____ 'परिपूर्णार्थप्रापकत्वलक्षण'... इति → सप्तभङ्ग्या विवक्षितं अत्रत्यपरिपूर्णार्थप्रापकत्वं खलु सत्त्वनित्यत्वादिविवक्षितैकधर्ममात्रपरतया पारिभाषिकं न तु तात्त्विकं, तात्त्विकपरिपूर्णार्थप्रापकत्वस्य त्वेकस्यैव द्रव्यस्याशेषस्वपरपर्यायसमन्वितस्य परिज्ञानेनैव सम्भवात् । ‘जो एगं जाणइ सो सव्वं जाणइ'१ इत्याद्यागमवचसोऽत्रार्थ एव तात्पर्यम् । તેને અનુમાન કહેવાય છે તે રીતે આ શબ્દ ‘વાચક' છે, “આ એનો વાચ્યાર્થ છે' ઈત્યાદિ રીતે શબ્દ અર્થ વચ્ચેના વાચ્યવાચકભાવ સંબંધના ગ્રહણ દ્વારા જ શબ્દથી અર્થબોધ થાય છે. માટે આવા જ્ઞાનને અનુમાન પ્રમાણ જ કહેવું જોઈએ. જો ધૂમ-વહ્નિ વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ થયું ન હોય તો ધૂમને જોવા છતાં ય અનુમિતિ થતી નથી તે જ રીતે જો વાચ્યવાચકભાવરૂપ સંબંધનું ગ્રહણ થયું ન હોય તો તેને શબ્દ સાંભળવા છતાં ય અર્થબોધ થતો નથી. આ રીતે જણાય છે કે અર્થબોધ થવામાં મુખ્ય કારણ તો વાચ્યવાચકભાવનું ગ્રહણ છે. આવો સંબંધ એ શબ્દ-અર્થ વચ્ચેની વ્યાપ્તિ છે. આમ આવી વ્યાપિની અપેક્ષા રાખીને જ આપ્તવચનથી અર્થબોધ થાય છે માટે આવા જ્ઞાનને અનુમાનપ્રમાણ જ કહેવું જોઈએ.
ઉ.પક્ષ : તમારી વાત બરાબર નથી કારણ કે જેમ પ્રત્યક્ષ પ્રમાણ “આ ચાંદી સાચી છે કે ખોટી છે' એનો નિર્ણય કરવામાં સમર્થ છે તે રીતે અભ્યાસદશામાં વાચ્ય-વાચક વચ્ચેના વ્યાતિગ્રહની અપેક્ષા વિના જ શબ્દ એ અર્થપ્રતિપાદક બને છે તેથી આગમ પ્રમાણ સ્વતંત્ર સિદ્ધ થાય છે.
* આતનું લક્ષણ આપ્તપુરુષ દ્વારા ઉચ્ચરિત વચનથી થતા અર્થબોધને આગમપ્રમાણ કહ્યું છે. તેમાં ઘટકીભૂત “આત' અને “આપવચન' કોને કહેવાય તે જણાવે છે. વસ્તુના યથાર્થ (ઉત્પત્તિ-વ્યય-ધ્રૌવ્યાત્મક એવા) સ્વરૂપને જાણ્યા પછી તેનો હિતોપદેશ આપવામાં કુશળ પુરુષને “આપ” કહેવાય છે. તેમનું વચન વર્ણ-પદવાક્યરૂપ હોય છે. વર્ણાદિ કોને કહેવાય ? તો કહે છે કે અકારાદિ વર્ણ છે અને તે પૌગલિક છે. (જૈન મતે શબ્દ ભાષાવર્ગણાના પરિણામસ્વરૂપ હોવાથી પૌગલિક દ્રવ્ય) છે. નૈયાયિકાદિની જેમ આકાશના ગુણ વગેરે રૂપ નથી. શબ્દના પૌદૂદ્ગલિકત્વની સિદ્ધિ સ્યાદ્વાદરત્નાકર વગેરે અનેક ગ્રંથોમાં વિસ્તારથી કરાઈ છે.) અમુક પદાર્થને વિશે જેનો સંકેત કરેલો હોય તેવા વર્ણ કે વર્ણના સમૂહને પદ કહેવાય. અર્થબોધ કરાવવા માટે પરસ્પર અપેક્ષા રાખનારા પદોના સમૂહને વાક્ય કહેવાય છે. જેમ કે “ઘરું માનય’ નો અર્થબોધ કરાવવા માટે ઘ, મ, ના ય ની, આજ્ઞાર્થ પ્રત્યય વગેરે પદો છે. પ્રકૃતિપદને પ્રત્યયપદની વગેરે આકાંક્ષાઓ હોવાથી ઉક્ત પદો દ્વારા “તું ઘડો લાવ” એવો અર્થબોધ ઉક્ત વાક્યથી થશે.
9. 9 નીતિ તે સર્વ નાનાતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org