________________
૧૩૬
જૈન તર્કભાષા आगमात्परेणैव ज्ञातस्य वचनं परार्थानुमानम्, यथा बुद्धिरचेतना उत्पत्तिमत्त्वात घटवदिति साङ्ख्यानुमानम् । अत्र हि बुद्धावुत्पत्तिमत्त्वं साङ्ख्येन नैवाभ्युपगम्यत इति; तदेतदपेप्यङ्गीकर्तव्य इति भावः ।
यद्यपि वादिप्रतिवाद्युभयसम्प्रतिपन्नमेव साधनं वादभूमिकायामुपयुज्यत इति सर्वसम्मता वादमर्यादा, तथापि कश्चित् साङ्ख्यप्रख्या स्वसिद्धान्तं स्थापयितुं स्वानभिमतमपि किञ्चित् साधनं प्रतिवादीष्टत्वमात्रेण वादकाल एव प्रयोक्तुमिच्छन्नेव तां सर्वसम्मतवादमर्यादामतिक्रम्य स्वाभिप्रायानुकूलमेव परार्थानुमानीयं यत् लक्षणान्तरं प्रणीतवान् तदेवात्र ग्रन्थकारः स्याद्वादरत्नाकरोक्तदिशा (पृ०५५१) निरसितुं निर्दिशति ‘आगછે ? કારણ કે સમર્થન પ્રયોગથી જ હેતુની પ્રતીતિ શક્ય છે. “સમર્થન' શબ્દનો અર્થ છે - હેતુનો પ્રયોગ કર્યા પછી તેની અસિદ્ધતા આદિ દોષોનું નિરાકરણ કરવું. અર્થાત્, હેતુની સાધ્ય સાથેની વ્યાપ્તિ જણાવીને (= હેતુની અવ્યભિચારિતા, અવિરુદ્ધતા જણાવીને) પછી ધર્મીમાં હેતુની સત્તા જણાવવી (= હેતુની અસિદ્ધતાનો અભાવ જણાવવો) એ જ અહીં સમર્થન પદાર્થ છે. દા.ત. શબ્દમાં અનિત્યતાની સિદ્ધિ માટે અપાયેલા અનુમાનસ્થળે “જે જે સત્ હોય તે તે બધું અનિત્ય છે જેમ કે ઘટાદિ, શબ્દ પણ સત્ છે.' અહીં ‘શબ્દ પણ સત્ છે એટલા અંશથી “સત્ત્વ' હેતુની અસિદ્ધતાનું નિરાકરણ કરાયું છે અને એ પૂર્વના અંશથી હેતુની વ્યાપ્તિ નિશ્ચિત કરાઈ છે. આનું નામ હેતુનું સમર્થન. હેતુનું સમર્થન કરવાથી હેતુની પ્રતીતિ થઈ શકતી હોવાથી હેતુનો પણ પૃથર્ ઉપન્યાસ કરવાની શી જરૂર રહે ?
બૌદ્ધ : મન્દમતિવાળા લોકોને હેતુપ્રતીતિ કરાવવા માટે પૃથર્ હેતુવચન જરૂરી છે.
જૈન : આ દલીલ તો પક્ષવચનની આવશ્યકતા સિદ્ધ કરવા માટે પણ ઉપયોગી છે. તદુપરાંત, બીજી વાત એ પણ છે કે પક્ષવચન (પ્રતિજ્ઞાવાક્ય)નો પ્રયોગ જો અનુચિત લાગતો હોય તો પછી શાસ્ત્રના પ્રારંભમાં પણ પ્રતિજ્ઞાવાક્ય હોવું ન જોઈએ. કારણ કે શાસ્ત્રો પણ શ્રોતાવર્ગના બોધ માટે હોવાથી “પરાર્થ જ છે. પરંતુ હકીકત તો એ છે કે તમારા (બૌદ્ધોના) શાસ્ત્રમાં પણ આવા પ્રતિજ્ઞાવાક્યનો પ્રયોગ થતો દેખાય છે. “શાસ્ત્રશ્રવણથી શ્રોતાને સ્પષ્ટ બોધ થઈ શકે એ માટે શાસ્ત્રમાં પ્રતિજ્ઞાવચન જરૂરી છે.” આવો બચાવ જો તમે કરશો તો પછી આ દલીલ તો વાદમાં પણ તુલ્ય છે. વાદમાં પ્રવૃત્ત થયેલા (જીતવાની ઈચ્છાવાળા) એવા મદમતિવાળાને પણ પ્રતિજ્ઞાવચન (પક્ષવચન)થી જ અર્થબોધ થઈ શકે છે.
(બૌદ્ધો આદિવાક્ય (પ્રતિજ્ઞાવાક્ય)ને ગ્રન્થપ્રારંભમાં આવશ્યક માનતા નથી. સ્યાદ્વાદ રત્નાકર ગ્રન્થની શરૂઆતમાં જ અનેક દલીલો દ્વારા પ્રતિજ્ઞાવાક્યની આવશ્યકતા સિદ્ધ કરાઈ છે.)
૯ પરાર્થાનુમાનના પરાભિમતલક્ષણનું ખંડન * (સામાન્યથી તો વાદી અને પ્રતિવાદી બન્નેને જે સંમત હોય તે જ હેતુ પરાર્થનુમાનમાં ઉપયોગી બની શકે. પરંતુ કોઈ એવું કહે છે કે “માત્ર પ્રતિવાદીને જ પોતાના આગમથી જે સિદ્ધ હોય તે પણ પરાથનુમાનમાં હેતુ બની શકે. તેમના મન્તવ્યને જણાવીને ગ્રન્થકાર તેનું નિરસન કરે છે.)
પૂર્વપક્ષ : જે હેતુનો પ્રયોગ થાય તે સિદ્ધ હોવો જોઈએ. પરાથનુમાનમાં વાદીએ પ્રતિવાદી માટે જ હેતુનો પ્રયોગ કરવાનો હોય છે. તે હેતુ કદાચ વક્તાને સંમત ભલે ન હોય પરંતુ શ્રોતાને પોતાના આગમથી જો તે હેતુ સિદ્ધ હોય તો શ્રોતાને સાધ્યસિદ્ધિ કરાવવા માટે તે હેતુ સક્ષમ કહેવાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org