SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૩૫ शास्त्रेऽपि । परानुग्रहार्थं शास्त्रे तत्प्रयोगश्च वादेऽपि तुल्या, विजिगीषूणामपि मन्दमतीनामर्थप्रतिपत्तेस्तत एवोपपत्तेरिति । विशिष्टधर्मिधर्मताऽधिगतये 'धूमश्चात्र' इत्येवंरूपमुपसंहारवचनमवश्यमाश्रीयते ताथागतैः । तथैव पक्षप्रयोगोऽએથી કંઈ અગ્નિ હોય એમ થોડું માની લેવાય ?' ઈત્યાદિ દલીલ કરશે.) જેને વ્યાતિજ્ઞાન પણ છે તેને પક્ષહેતુવચન સાંભળીને જે જ્ઞાન થાય તે વ્યાપ્તિજ્ઞાનકરણક હોવાથી અનુમિતિ (પરાર્થાનુમાન) રૂપ છે. * પક્ષવચન વિશે અનેકંત (બૌદ્ધમત ખંડન) એક બૌદ્ધ : તમે (જૈનો) પક્ષહેતુવચનને પરાર્થાનુમાન કહો છો એ વાત બરાબર નથી. માત્ર હેતુવચન જ પર્યાપ્ત (પૂરતું) છે. જયારે પણ કોઈ બે વ્યક્તિ વચ્ચે વિવાદ પ્રવર્તે ત્યારે અમુક પદાર્થમાં અમુક ધર્મ હોવા ન હોવા અંગે જ હોય છે. દા.ત. કોઈ આત્માને નિત્ય કહેશે તો કોઈ અનિત્ય કહેશે. કોઈ “આત્મા અસ્તિ' કહેશે તો વળી કોઈ બીજો “આત્મા નાસ્તિ’ કહેશે. અહીં વસ્તુ તો પ્રમાણથી અથવા વિકલ્પથી અથવા ઉભયથી સિદ્ધ જ હોય છે, પણ તેમાં નિત્યત્વ, અનિત્યત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ વગેરે ધર્મો જ અસિદ્ધ હોય છે. તેથી તે તે વિવક્ષિત ધર્મની સિદ્ધિ કરવા માટે હેતુવચન જરૂરી છે. પક્ષ તો વિવાદનું કેન્દ્ર હોવાથી જ જણાઈ જતો હોય છે તેથી પરાર્થનુમાનમાં પક્ષવચન બિનજરૂરી છે. જૈન : આ વાત બરાબર નથી. કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વાદમાં વચ્ચે પ્રાસંગિક કોઈ બીજી ચર્ચા પણ થઈ જાય અને પછી તેનો ઉપસંહાર કરીને પુનઃ મૂળ ચર્ચા ચાલુ રખાય છે. આવા પ્રસંગે વચ્ચે વ્યવધાન પડવાથી “પક્ષ ભૂલાઈ ગયો હોય એવું પણ બને. કદાચ પ્રતિવાદી વ્યુત્પન્નમતિવાળો હોય તો તેને પક્ષની પ્રતીતિ પક્ષવચન વિના પણ થઈ શકે છે. તેમ છતાં પણ અવ્યુત્પન્નમતિવાળા માટે તો પક્ષવચનનો નિર્દેશ અવશ્ય કરવો જ જોઈએ. હા, પ્રસ્તુત અનુમાનવાક્યના જે પ્રતિજ્ઞાવાજ્યાદિ પાંચ અવયવો છે તેની સાથે પ્રસ્તુત વિવાદ પણ જો એકવાક્યતાને પામી ગયો હોય તો પછી તેના વિવાદથી જ પક્ષ જણાઈ શકે છે. આ રીતે જો પક્ષ જણાઈ જતો હોય તો પછી પક્ષવચનનો અપ્રયોગ અમને પણ ઈષ્ટ જ છે. એટલે પક્ષવચનના પ્રયોગ વિશે જૈનદર્શન અનેકાંતને જ સલામત સિદ્ધાન્તા તરીકે સ્વીકારે છે. જરૂર હોય ત્યાં કરવો, જરૂર ન હોય ત્યાં ન કરવો. બધે કરવો એવું પણ નહીં અને ક્યાંય ન જ કરવો એમ પણ નહીં. વળી, જે રીતે હેતુ પ્રતિનિયત ધર્મીનો ધર્મ છે એ વાતને જણાવવા માટે તમે (બૌદ્ધ) ઉપસંહાર વચનનો પ્રયોગ સ્વીકારો છો તેવી જ રીતે સાધ્ય પણ અમુક પ્રતિનિયત ધર્મીનો ધર્મ છે એ વાતને જણાવવા માટે પક્ષવચનના પ્રયોગનો સ્વીકાર પણ તમારે (બૌદ્ધોએ) અવશ્ય કરવો જોઈએ. (તાત્પર્ય : “યત સત, તત્ ક્ષધિ, યથા મેધાવિ, સત્ વે'. આ રીતે અનુમાનવાક્ય બૌદ્ધો સ્વીકારે છે. આમાં સંત વેમ્' એટલો અંશ ઉપસંહારવાક્ય કહેવાય છે. બૌદ્ધો આવા ઉપસંહારવચનને આવશ્યક માને છે જેથી જાણી શકાય કે હેતુ (સત્ત્વ) એ અમુક પ્રતિનિયતધર્મીનો (જે અહીં ‘ટું પદથી વિવક્ષિત છે તેનો) ધર્મ છે. જેમ ઉપસંહારવચન દ્વારા હેતુ, પ્રતિનિયત ધર્મીનો ધર્મ છે એ વાત જણાવાય છે. તેમ પક્ષવચન દ્વારા સાધ્ય, પ્રતિનિયત ધર્મીનો ધર્મ છે એ વાત જણાવાય છે. માટે ઉપસંહાર વચનને આવશ્યક માનનારા બૌદ્ધોએ પક્ષવચનને પણ અમારી જેમ સ્વીકારવું જ પડશે.) કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપસંહારવચન સ્વીકારવું અને પક્ષવચનનો નિષેધ કરવો આવો અર્ધજરતીયન્યાય ઉચિત નથી. અન્યથા, હેતુવચનની પણ શી જરૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy