SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈન તર્કભાષા पन्यासादेव गम्यमानस्य हेतोरप्यनुपन्यासप्रसङ्गात्, मन्दमतिप्रतिपत्त्यर्थस्य चोभयत्राविशेषादिति। किञ्च, प्रतिज्ञायाः प्रयोगानर्हत्वे शास्त्रादावप्यसौ न प्रयुज्येत, दृश्यते च प्रयुज्यमानेयं शाक्यसिद्धतादोषपरिहारेण स्वसाध्यसाधनसामर्थ्यप्ररूपणवचनम्, साध्येन हेतोः व्याप्तिं प्रसाध्य धर्मिणि भावसाधनमिति यावत् । यथा यत् सत् कृतकं वा तत् सर्वमनित्यं यथा घटादिः, सन् कृतको वा शब्द इति । अयं भावः यत्र धूमस्तत्र वह्निरित्यादिना साध्यव्याप्तसाधनप्रदर्शनेन हेतोः सामान्येनाऽऽधारप्रतिपत्तावपि पर्वतादिમન્તવ્ય કંઈક આવું છે. “વક્તા સ્વયં તો હેતુ દ્વારા સાધ્યને પક્ષમાં જાણી ચુકેલો છે. તેનું આ જ્ઞાન સ્વાર્થનુમાન છે. પછી અન્યને પણ તે જ સાધ્યની અનુમિતિ કરાવવા માટે વક્તા પોતે પક્ષ-હેતુવચનનો પ્રયોગ કરે છે. આ વચનપ્રયોગમાં વક્તાનું સ્વાર્થનુમાનરૂપ જ્ઞાન કારણ બને છે. એટલે કાર્યરૂપ વચનમાં કારણભૂત વક્તાના જ્ઞાન માટે અનુમાન શબ્દનો પ્રયોગ થયો છે.” પરંતુ આ મન્તવ્યમાં કેટલીક વાતો વિચારવી પડે. (૧) અહીં પરાર્થાનુમાનની વાત પ્રસ્તુત છે. કાર્યમાં કારણનો ઉપચાર માનવા જતા કારણરૂપ સ્વાર્થનુમાનનો કાર્યરૂપ વચનમાં ઉપચાર માનવો પડે છે. તેથી પ્રકરણબાધ આવે છે. વળી, પરાર્થાનુમાનના બદલે સ્વાર્થનુમાનનો ઉપચાર માનવો પડે છે. આ ઉપચાર મુખ્યાર્થથી થોડે દૂર ચાલ્યો જાય છે. મુખ્યાર્થનો બાધ એ જેમ ઉપચારનું બીજ છે તેમ મુખાર્થને સંબદ્ધ રહેવું તે ઉપચારનું સ્વરૂપ છે. (૨) કદાચ સ્વાર્થપરાર્થ બન્ને અનુમાનને અનુમાન સામાન્યરૂપે એકવાર માનીને ઉપરોક્ત આપત્તિ દૂર કરવા જઈએ તો પણ બીજી આપત્તિ એ આવશે કે વક્તા પક્ષહેતુવચન ઉચ્ચારે તે સ્વાર્થનુમાનપૂર્વક જ હોય એવો કોઈ કાયદો નથી. વક્તાને સાધ્યસિદ્ધિ પ્રત્યક્ષપ્રમાણથી પણ થયેલી હોઈ શકે છે. આવા સ્થળે પક્ષહેતુવચન સ્વાર્થનુમાનાત્મક જ્ઞાનપૂર્વક ન રહેતા પ્રત્યક્ષજ્ઞાનપૂર્વક થશે. તેથી અહીં કાર્યરૂપ વચનમાં કારણભૂત પ્રત્યક્ષજ્ઞાનનો ઉપચાર માનવો પડે. જે જ્ઞાન પ્રત્યક્ષાત્મક છે તેને અનુમાનરૂપ (કપરોક્ષરૂપ) ઉપચારથી પણ શી રીતે કહેવાય? અને આવા સ્થળે સ્વાર્થનુમાન રૂપ કારણ વિના (પ્રત્યક્ષજ્ઞાનથી જ) પક્ષહેતુવચનપ્રયોગ થતો હોવાથી સ્વાર્થનુમાન અને વચનપ્રયોગ વચ્ચેના કાર્ય-કારણભાવના ભંગની પણ આપત્તિ માનવી પડે. આ દિશામાં હજી પણ વિચારી શકાય છે.) પ્રશ્ન : આ રીતે તો પરાથનુમાન શબ્દજન્ય થયું તો પછી તે શાબ્દબોધરૂપ બની જશે ને ? ઉત્તર : એમ તો “આ પરાર્થાનુમાન શ્રોત્રાત્મક ઈન્દ્રિયજન્ય પણ છે તેથી એ પ્રત્યક્ષ (શ્રાવણપ્રત્યક્ષ) નહીં બને ?' આવી શંકા પણ થઈ શકે છે. વસ્તુસ્થિતિ એ છે કે આખપુરુષ “પર્વતો વતિમાનું” એટલું જ કહે અને એ વચનથી જ શ્રોતાએ ‘પર્વત પર અગ્નિ છે' એવો બોધ જ કરવાનો હોય તો તેને શાબ્દબોધ કહી શકાય. અહીં “પર્વતો વદ્ધિમાનું આવું શબ્દ શ્રવણ એ શ્રાવણપ્રત્યક્ષ છે. તે પછી પદજ્ઞાન દ્વારા (પદજ્ઞાનકરણ) જે બોધ થાય તેને શાબ્દબોધ કહેવાય. જેને પદશક્તિનું જ્ઞાન ન હોય તેને માત્ર શબ્દશ્રવણરૂપ પ્રત્યક્ષ થશે, શાબ્દબોધ નહીં થાય. આમ, “પર્વતો વતિમાન્ ધૂમાત” એમ જ્યારે વક્તા બોલે છે ત્યારે બધિર વ્યક્તિને શ્રાવણપ્રત્યક્ષ પણ થતું નથી. પટું કન્દ્રિયવાળી વ્યક્તિને શ્રાવણપ્રત્યક્ષ થાય છે. પણ જો શક્તિજ્ઞાન ન હોય તો શાબ્દબોધ થતો નથી. જેને શક્તિજ્ઞાન છે પણ વ્યાપ્તિજ્ઞાન નથી એ વક્તા પરની શ્રદ્ધાથી ‘પર્વત અગ્નિવાળો છે, કારણ કે તે ધૂમવાળો છે' એવો શાબ્દબોધ કરશે પરંતુ તેને વ્યાપ્તિસ્મરણ, પરામર્શાદિ ન થવાથી અનુમિતિ નહીં થાય. (એ શ્રદ્ધાળુ નહીં હોય તો “ધૂમ હોવાથી શું થઈ ગયું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy