SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જૈન તર્કભાષા इदं त्ववधेयम्-विकल्पसिद्धस्य धर्मिणो नाखण्डस्यैव भानमसत्ख्यातिप्रसङ्गादिति, शब्दादेविशिष्टस्य तस्य भानाभ्युपगमे विशेषणस्य संशयेऽभावनिश्चये वा वैशिष्ट्यभानानुपपत्तेः । विशेषणाद्यशे आहार्यारोपरूपा विकल्पात्मिकैवानुमितिः स्वीकर्तव्या, देशकालसत्तालक्षणदुर्वारः, अन्यथा विकल्पसिद्धो धर्मी नास्ति अवस्तुत्वादिति भवद्वचनेनैव भवतो व्याघात स्यादिति मौनमेव स्थातव्यम् । ननु ‘विकल्पसिद्धो धर्मी नास्ति' इत्यादिवचनस्य उपपत्त्यसम्भवप्रतिपादनेन विकल्पसिद्धधर्म्यनङ्गीकारवतो नैयायिकान् प्रति यन्मौनापत्तिरूपं दूषणं दत्तं तज्जैनमतेऽपि समानं, तत्रापि हि 'असतो मत्थि णिसेहो? इति भाष्यानुरोधेन असत्ख्यात्यनभ्युपगमात् । न च ‘खरविषाणं नास्ती'त्यादौ 'विषाणे खरीयत्वं नास्ति' इत्यभिप्रायेण खरीयत्वविशिष्टविषाणप्रतियोगिकाभावः इति शाब्दज्ञानं स्यादिति वाच्यम्, यतोऽत्र अभावरूपे विशेष्ये प्रतियोगितासम्बन्धेन खरीयत्वविशिष्टविषाणं विशेषणं, तच्च असदेवेति वैशिष्ट्यभानानुपपत्तिः स्यात्, विशिष्टवैशिष्ट्यावगाहिबोधे विशेषणतावच्छेदकप्रकारकनिश्चयस्य कारणत्वात् । तथा च ‘खरविषाणं नास्ति' इत्यादि वचनव्यवहारो जैनमतेऽपि न सम्भवतीत्याशङ्का निराकर्तुं तादृशस्थले शाब्दबोधोपपत्तयेऽनुमित्युपपत्तये च ग्रन्थकारः स्वाभिप्रेतां प्रक्रियामादर्शयन्नाह 'इदं त्ववधेयमिति 'शब्दादेः' - शब्दात्, 'आदि'पदेन व्याप्तिज्ञानादेः परिग्रहात् व्याप्तिज्ञानादेस्सकाशादित्यर्थः ।। અમે જે પર્વતનું ઉદાહરણ આપીએ છીએ તે સિદ્ધધર્મીનું ઉદાહરણ સમજવું. પછી તે પ્રમાણથી સિદ્ધ છે કે વિકલ્પથી સિદ્ધ છે ? એવી ઝીણી પંચાતમાં પડવામાં તમને જ જોખમ આવશે. - બૌદ્ધ : બીજી બધી વાત જવા દો. વિકલ્પસિદ્ધ ધર્મીમાં “સત્તા'ની સિદ્ધિ કરવા માટે તમે જે હેતુ આપો છો તે હેતુ ભાવપદાર્થનો ધર્મ છે ? ભાવાભાવાત્મકપદાર્થનો ધર્મ છે ? કે અભાવપદાર્થનો ધર્મ છે? આમ ત્રણ વિકલ્પો છે. પ્રથમવિકલ્પ માનો તો હેતુ અસિદ્ધ બની જશે કારણ કે ધર્માની સત્તા જ હજી સિદ્ધ નથી એટલે કે “ધર્મી એ ભાવાત્મક પદાર્થ છે એ જ હજી નિશ્ચિત નથી તો પછી હેતુ તેનો ધર્મ છે (ભાવધર્મ છે) એવું શી રીતે કહી શકાય ? માટે હેતુનો આશ્રય (ધર્મી) અસિદ્ધ રહેવાથી હેતુ અસિદ્ધ (સ્વરૂપાસિદ્ધ) બનશે. (હેતુનો આશ્રય સિદ્ધ છે એવું માનો તો તેની સત્તા સિદ્ધ કરવા માટે અપાયેલો હેતુ વ્યર્થ બની જશે.) સુનિશ્ચિત બાધકાભાવરૂપ હેતુ જો ભાવ અને અભાવ બન્નેનો ધર્મ હોય તો હેતુ વ્યભિચારી બની જશે. જે હેતુ સપક્ષ (નિશ્ચિતસાધ્યવાન)માં અને વિપક્ષમાં (નિશ્ચિતસાણાભાવવામાં) બન્નેમાં રહેતો હોય તે હેતુ વ્યભિચારી હોવાથી નિયતરૂપે સાધ્યને સિદ્ધ કરી ન શકે. પ્રસ્તુતમાં અસ્તિત્વાભાવવાનું એવા અભાવ પદાર્થમાં પણ વૃત્તિ હોવાથી હેતુ વ્યભિચારી બનશે. હેતુ જો અભાવનો ધર્મ હોય તો વિરુદ્ધ હેત્વાભાસ) બની જશે. કારણ કે તમારે આ હેતુથી અસ્તિત્વ સિદ્ધ કરવું અભિમત છે અને હેતુ જો અભાવનો ધર્મ હોય તો તેના દ્વારા નાસ્તિત્વ સિદ્ધ થઈ જશે 9, સરતો નાસ્તિ નિષેધ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy