SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ इति चेत्; न; इत्थं वह्निमद्धर्मत्वादिविकल्पैर्धूमेन वह्नयनुमानस्याप्युच्छेदापत्तेः । विकल्पस्याप्रमाणत्वाद्विकल्पसिद्धो धर्मी नास्त्येवेति नैयायिकः । तस्येत्थंवचनस्यैवानुपपत्तेस्तूष्णीम्भावापत्तिः, विकल्पसिद्धधर्मिणोऽप्रसिद्धौ तत्प्रतिषेधानुपपत्तेरिति । तत्प्रतिषेधानुपपत्तेरि 'ति ननु वस्तुतः असन्नपि विकल्पेनैव सिद्धो धर्मी यद्यभ्युपगम्यते तर्हि तत्स्थलीयहेतोः आश्रयासिद्धिः कथं न स्यात् इति चेत्, उच्यते, वन्ध्यासुतो भवति न वेति प्रस्तावे वान्ध्येयो वक्ता न भवति अवस्तुत्वादित्यभिधीयते, तदत्रोपात्तधर्म्यपेक्षयाऽवस्तुत्वादितिहेतोः कथं नाश्रयासिद्धता । न च कोऽपीदृक्छङ्कां न करोतीति वक्तुं शक्यमिति वस्तुनीवावस्तुन्यपि कस्यचिद्धर्मस्य विधिनिषेधव्यवहारो વાધપ્રમાળત્વ તંત્ર તત્ર સર્વજ્ઞવૃત્તિવિશિષ્ટત્તત્તા' આવી વ્યાપ્તિને ગ્રહણ કરવાનું અન્ય કોઈ સ્થળ જ નથી. આમ સામાન્ય સત્તાની સિદ્ધિ અભિમત નથી અને વિશિષ્ટ સત્તાની વ્યાપ્તિ મળતી નથી માટે વિકલ્પસિદ્ધ ધર્મીમાં સત્તા એ સાધ્ય બની ન શકે. જૈન : આ રીતે તો પ્રસિદ્ધ અનુમાનનો પણ ભંગ થઈ જશે. ‘પર્વતો વહિમાન્ ધૂમા' આ પ્રસિદ્ધ સ્થળે માત્ર વહ્નિ સામાન્યની સિદ્ધિ કરવી એ અભિમત નથી. કારણ કે તે તો બધાને સિદ્ધ જ છે. અહીં તો પર્વતવૃત્તિવિશિષ્ટવહ્નિ જ સાધ્ય છે પણ તેવા વિશિષ્ટવહ્નિની ધૂમ સાથે વ્યાપ્તિ નથી. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં પર્વતવૃત્તિત્વવિશિષ્ટવહ્નિ છે.’ આવી વ્યાપ્તિ નથી. આમ વહ્નિ સામાન્યની સિદ્ધિ અભિમત નથી અને વિશિષ્ટવતિ સાથે ધૂમની વ્યાપ્તિ નથી માટે આ સુપ્રસિદ્ધ અનુમાન પણ અનન્વયદોષના કારણે તુટી પડશે. હકીકત તો એવી છે કે ધૂમ-વર્તિની વ્યાપ્તિનું જ્ઞાન હોય અને પર્વત પર ધૂમનું જ્ઞાન થાય એટલે પર્વતવૃત્તિત્વવિશિષ્ટ વહ્નિની સિદ્ધિ થઈ જાય છે. આ જ રીતે પ્રસ્તુતમાં સુનિશ્ચિતાસંભવાધકપ્રમાણત્વ રૂપ હેતુ અને સત્તારૂપ સાધ્ય વચ્ચે વ્યાપ્તિનું જ્ઞાન હોય અને પછી વિકલ્પસિદ્ધ ધર્મીમાં આમાં બાધક પ્રમાણો અસંભવિત છે એવા નિશ્ચય'રૂપ હેતુનું જ્ઞાન થાય એટલે પછી તે વિકલ્પસિદ્ધ (સર્વજ્ઞ) ધર્મીમાં વિશિષ્ટસત્તાની સિદ્ધિ થઈ જાય છે. - ૧૨૫ બૌદ્ધ : વાત વિકલ્પસિદ્ધ ધર્મીની ચાલે છે અને તમે દૃષ્ટાંત પ્રમાણસિદ્ધ ધર્મીનું આપ્યું છે. પર્વત રૂપ ધર્મી તો વાદી-પ્રતિવાદી ઉભયને સિદ્ધ જ છે માટે તેમાં વિશિષ્ટવતિ સિદ્ધ થઈ શકે. પરંતુ સર્વજ્ઞને તો પ્રતિવાદી સ્વીકારતો નથી તેથી તેમાં વિશિષ્ટ સત્તા સિદ્ધ થઈ શકે નહીં. Jain Education International જૈન : પર્વત પ્રત્યક્ષ સિદ્ધ છે તેમ સર્વજ્ઞ પણ વિકલ્પથી ઉભયને સિદ્ધ થઈ શકે છે. જો વિકલ્પથી ધર્મીની પ્રસિદ્ધિ ન થાય એવું તમે માનશો તો તમારા જ પગ પર કુહાડાનો ઘા થશે. સાંખ્ય સર્વસંસારના મૂળકારણ તરીકે ‘પ્રકૃતિ'ને માને છે. તમે (બૌદ્ધ) એ પ્રકૃતિને આકાશપુષ્પવત્ સર્વથા અસત્ કહો છો. ત્યાં તમને ‘પ્રકૃતિ’રૂપ ધર્મી પ્રમાણથી તો સિદ્ધ જ નથી (અન્યથા તેનો નિષેધ કરવો જ અસંગત બની જાય.) સર્વથા અપ્રતીત-અસિદ્ધ ધર્મી પ્રકૃતિમાં જો તમે અસત્ત્વની સિદ્ધિ કરવાનું સાહસ કરશો તો તમારો હેતુ અસિદ્ધ બની જશે માટે ગમે તે રીતે તમારે તે ધર્મી = પ્રકૃતિને સિદ્ધ તો માનવી જ પડશે. ત્યાં તમે પ્રકૃતિરૂપ ધર્મીને ‘વિકલ્પસિદ્ધ’ માનીને જ તેમાં અસત્ત્વની સિદ્ધિ કરો છો. વિકલ્પસિદ્ધ ધર્મીમાં ‘અસત્ત્વ' જો સાધ્ય બની શકે તો પછી ‘સત્ત્વ’ સાધ્ય કેમ ન બની શકે ? અર્થાત્, બની જ શકે. એટલે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy