________________
પ્રમાણપરિચ્છેદ
૧૧૯ परपक्षदिदृक्षादिना कथायामुपसर्पणसम्भवेन संशयनिरासार्थमिव विपर्ययानध्यवसायनिरासार्थमपि प्रयोगसम्भवात्, पित्रादेर्विपर्यस्ताव्युत्पन्नपुत्रादिशिक्षाप्रदानदर्शनाच्च । न चेदेवं जिगीषुकथामाह - “विपर्यस्ताव्युत्पन्नयोरपी'त्यादि । परपक्षदिदृक्षादिना विपर्यस्तस्य स्वयं तत्त्वबुभुत्सया चाव्युत्पन्नस्य परं प्रत्युपसर्पणसम्भवात् । कौचित्तौ नोपसर्पत एव परमिति चेत्, संशयितोऽपि कश्चित्तथैव । अथ परानुग्रहतत्परान्तःकरणेनोपेक्षाऽनुपपत्तेरनर्थित्वादनुपसर्पन्नपि संशयितात्मा प्रतिबोध्य एवेति चेत्, तर्हि तत एव विपर्यस्ताव्युत्पन्नावपि तथा स्याताम् । तदेव दर्शयन्नाह - 'पित्रादेरि'ति ।
'जिगीषुकथायामिति → वाद-जल्प-वितण्डाभेदात् त्रिविधा कथा । तत्र पक्षप्रतिपक्षपरिग्रहपुर
નથી. વાદમાં કોઈ બાબતમાં સંદેહ હોય તો તે જ બાબતમાં સંદેહને દૂર કરીને તત્ત્વસિદ્ધિ કરી આપવાના ઉદેશથી અનુમાન પ્રયોગ કરાય છે. તેથી કથામાં શંકિત વસ્તુ જ સાધ્ય બની શકે. વિપરીત-અધ્યવસિત વસ્તુ સાધ્ય બની ન શકે.
ઉત્તરપક્ષ : જેમ સંશયવાળો માણસ “ચાલો, વાદમાં પાકો નિર્ણય થઈ જશે' એમ વિચારીને વાદમાં જોડાય છે. તેમ વિપરીત અર્થનિર્ણયવાળો (બ્રાન્ત) કે અજ્ઞાત વ્યક્તિ પણ વાદમાં પ્રવેશે જ છે. (અર્થાત્, પરાર્થાનુમાન જેમ સંશયને દૂર કરે છે તેમ વિપર્યાસને કે અનધ્યવસાયને પણ દૂર કરી શકે છે.) બ્રાન્ત કે અજ્ઞાત વ્યક્તિ અન્યની માન્યતાને જાણવાની જિજ્ઞાસાથી વાદમાં આવે એવું પણ બની શકે છે. અર્થાત્, શંકિતની જેમ વિપરીત કે અનધ્યવસિત પદાર્થ પણ સાધ્ય બની શકે છે. લોકવ્યવહારમાં પણ ઊંધી સમજવાળા કે સમજણ વગરના પુત્રને સાચી સમજણ આપતા પિતા જોવા મળે જ છે ને ! તેથી બ્રાન્તાદિ માટે પણ અનુમાનપ્રયોગ થઈ શકે છે એ વાત સ્વીકારવી ઉચિત છે. બાકી બ્રાન્તાદિ માટે જો અનુમાનપ્રયોગ થઈ શકતો ન હોય તો પછી જિગીષકથામાં (હાર-જીતના ઉદેશથી ચાલતા વાદમાં) ક્યારે ય વચનપ્રયોગ થઈ જ નહીં શકે કારણ કે તત્ત્વનિર્ણયના ઉદેશથી જ ચર્ચા કરવી ઉચિત છે. જીતના ઉદેશથી જ આવી પ્રવૃત્તિ જો થતી હોય તો તે ચર્ચામાં સાચા તત્ત્વના નિર્ણય કરતા પોતાનું અભિમાન - સર્વોપરિતા સ્થાપવાની વૃત્તિ એ બધું જ પ્રધાન બની જતું હોય છે અને “ગમે તેમ કરીને જીત મેળવું' એવી વૃત્તિના કારણે પછી ખોટી વાતને પકડી રાખવાનું પણ થાય. તેથી જીતવાની ઈચ્છાવાળી વ્યક્તિ જ સાભિમાન હોવાથી તત્ત્વતઃ વિપર્યસ્ત છે કારણ કે ખોટી વાતને પકડી હોવા છતાં પણ “મારી માન્યતા જ સાચી છે' એવું અભિમાન હોવું એ એક પ્રકારનો વિપર્યાસ જ કહેવાય ને ! માટે તમારા કહેવા પ્રમાણે તો આવી કથામાં અનુમાન પ્રયોગ થવા ન જોઈએ પરંતુ થતા હોય એવું દેખાય છે. આથી શંકિતની જેમ વિપર્યસ્ત-અનવ્યવસિત વસ્તુ પણ સાધ્ય બની શકે છે. અર્થાત્, તેને માટે પણ અનુમાન પ્રયોગ થઈ શકે છે.
* “નિરીક્ટર' “મીક્ષિત' વિશેષણો અંગે સ્પષ્ટતા ક સાધ્યના લક્ષણમાં રહેલું ‘નિરાકૃતમ્' એવું તેનું વિશેષણ વાદી-પ્રતિવાદી બન્નેની અપેક્ષાએ સમજવું. અર્થાત, વાદી-પ્રતિવાદી બન્ને દ્વારા જ પ્રત્યક્ષાદિપ્રમાણોથી નિરાકૃત (=બાધિત) ન થતું હોય તેને સાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org