________________
૧૧૮
જૈન તર્કભાષા स्यासाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितग्रहणम् । ____कथायां शङ्कितस्यैव साध्यस्य साधनं युक्तमिति कश्चित् तन्न; विपर्यस्ताव्युत्पन्नयोरपि त्वेनाभीप्सितत्वाभावतया साध्यत्वायोगात्, अतः परार्थानुमानापेक्षयैव तदिति फलितम् । इत्थमेव च ‘अभीप्सितमिति तु वाद्यपेक्षयैव' इत्यतनग्रन्थसङ्गतिः वादिप्रतिवादिव्यवस्थाया परार्थानुमान एव भावात् ।
विपर्यस्ताव्युत्पन्नौ परं ज्ञाततत्त्वं प्रति नोपसर्पत इति कथं ते प्रतिपाद्यौ स्यातामिति जिज्ञासायाવિષય હોવાથી અપ્રતીત છે. ટૂંકમાં ફલિતાર્થ - વદ્વિની બાબતમાં સંશય વિપર્યય કે અનધ્યવસાયથી યુક્ત
વ્યક્તિ માટે વદ્વિ અપ્રતીત છે અને તેથી તેવા મનુષ્યો માટે તે સાધ્યરૂપ બની શકે છે. જ્યારે પર્વત પર વહ્નિનો નિશ્ચય જેને થઈ ગયો હોય તેને માટે વતિ સાધ્યરૂપ બની શકે નહીં. (વિશેષઃ ‘અપ્રતીત' એવું વિશેષણ
ક્યાં? કોની? અપેક્ષાએ ઘટે એની જરા વિચારણા કરી લઈએ. સ્વાર્થીનુમાનમાં વાદી-પ્રતિવાદીની વ્યવસ્થા હોતી નથી. સ્વાર્થનુમાનમાં પોતાને પક્ષમાં જે અપ્રતીત હોય તે સાધ્ય બની શકે. એવો અર્થ કરવો. પક્ષ સિવાય ક્યાંય અન્યત્ર તે પ્રતીત થયેલું હોય તેમાં વાંધો નથી. અપ્રતીત = સર્વત્ર અપ્રતીત એવો અર્થ પણ ન કરવો કારણ કે સર્વત્ર અપ્રતીત વસ્તુ સાધ્ય બની ન શકે. હવે પરાથનુમાનમાં તો વાદી-પ્રતિવાદીની વ્યવસ્થા હોય છે. (અર્થાત પ્રતિપાદક - પ્રતિપાદ્ય એમ બે વ્યક્તિ હોય છે.) ત્યાં વાદી તો પ્રતિપાદક હોય છે. તેને તો સાધ્ય પ્રતીત જ હોય છે પણ પ્રતિપાદ્ય એવા પ્રતિવાદીને તેની પ્રતીતિ (સિદ્ધિ) કરાવવા માટે અનુમાન પ્રયોગ કરે છે. તેથી પરાર્થાનુમાન સ્થળે પ્રતિવાદીની અપેક્ષાએ આ વિશેષણ જાણવું.)
અપ્રતીત હોય પણ પ્રત્યક્ષ-આગમાદિ પ્રમાણથી જે બાધિત બનતું હોય તે સાધ્ય ન બની શકે. આ નિયમ જળવાય માટે “નિરાકૃતમ્' એવું વિશેષણ મૂક્યું છે. કોઈ વહ્નિમાં અનુષ્ણતાની સિદ્ધિ કરવા માટે આવો પ્રયોગ કરે કે “વદ્વિ અનુષ્ણ છે, જન્ય પદાર્થ હોવાથી, ઘટની જેમ.” અહીં વહ્નિમાં અનુષ્ણતા અપ્રતીત તો છે જ અને વક્તાને વહ્નિમાં અનુષ્ણતા સિદ્ધ કરવી અભીસિત પણ છે. તેથી એ સાધ્ય બની જવાની આપત્તિ આવે. પણ આ વિશેષણ દ્વારા ઉક્ત આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. વતિમાં અનુષ્ણતા પ્રત્યક્ષથી જ બાધિત છે તેથી તે સાધ્ય નહીં બની શકે. આ જ રીતે આત્મામાં જ્ઞાનશૂન્યતાની સિદ્ધિ કરવા માટે કોઈ પ્રયોગ કરે કે “આત્મા જડ છે, અમૂર્ત હોવાથી, આકાશની જેમ.” અહીં આત્મામાં જ્ઞાનમયત્વ જણાવનારા આગમોનો વિરોધ આવે તેથી આત્મામાં જ્ઞાનશૂન્યતા આગમપ્રમાણથી બાધિત થતી હોવાથી આવું સાધ્ય એ વાસ્તવામાં સાધ્ય બની શકતું નથી. આમ, પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત વસ્તુ સાધ્ય ન બને માટે ઉક્ત વિશેષણ મુકાયું છે.
જેની સિદ્ધિ કરવી અભિપ્રેત હોય તે જ સાધ્ય બની શકે. આ નિયમ જળવાય માટે “મર્ણિત' એવું વિશેષણ મૂક્યું છે. અન્યથા વિશ્વની જેટલી વસ્તુઓ અપ્રતીત અને પ્રમાણથી અબાધિત હોય તે બધી જ સાધ્ય બની જવાની આપત્તિ આવે. પરંતુ એ બધી ચીજોનું અત્યારે કોઈ કામ નથી. જેની સિદ્ધિ કરવી અભિપ્રેત હોય તે જ અભીસિત કહેવાય અને તેથી તે જ સાધ્ય બનશે.
* વિપરીત-અનધ્યવસિત વસ્તુ પણ સાધ્ય બની શકે પૂર્વપક્ષ શકિત-વિપરીત-અનધ્યવસિત એ ત્રણે સાધ્ય બની શકે છે એવું તમારું કથન બરાબર લાગતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org