________________
૧ ૨૦
જૈન તકભાષા
यामनुमानप्रयोग एव न स्यात् तस्य साभिमानत्वेन विपर्यस्तत्वात् ।। ___अनिराकृतमिति विशेषणं वादिप्रतिवाद्युभयापेक्षया, द्वयोः प्रमाणेनाबाधितस्य कथायां साध्यत्वात् । अभीप्सितमिति तु वाद्यपेक्षयैव, वक्तुरेव स्वाभिप्रेतार्थप्रतिपादनायेच्छासम्भवात् । ततश्च परार्थश्चक्षुरादय इत्यादौ पारार्थ्यमात्राभिधानेऽप्यात्मार्थत्वमेव साध्यं सिध्यति । अन्यथा संहतपरार्थत्वेन बौद्धैश्चक्षुरादीनामभ्युपगमा (त् साधनवैफल्या) दित्यनन्वयादिदोषदुष्टमेतत्साङ्ख्यसाधनमिति वदन्ति । स्वार्थानुमानावसरेऽपि परार्थानुमानोपयोग्यभिधानम्, परार्थस्य स्वार्थपुरस्सरत्वेनानतिभेदज्ञापनार्थम् । स्मरमभ्यासहेतवे तत्त्वनिर्णयार्थं वा आचार्यशिष्याद्योः या कथा स वादः । सा एव छलादियुक्ता विजिगीषया प्रयुक्ता जल्पः । ‘यन्माधवेनोक्तं तन्न' इत्यभिप्रायवान् केवलं खण्डनाऽऽवेशप्रयुक्तो स्वपक्षोपन्यासरहितो जल्पो वितण्डा । आद्यवर्जे द्वे अपि विजिगीषुकथे उच्यते, विजयेच्छाया उभयत्र सद्भावात् । કહેવાય. બેમાંથી કોઈ એકને માટે જ અનિરાકૃત (=અબાધિત) હોય એમ ન માનવું.
“અભીપ્સિત” વિશેષણ વાદીની અપેક્ષાએ જ છે કારણ કે અનુમાનપ્રયોગ કરનાર વક્તાને જ સ્વાભિપ્રેત અર્થની સિદ્ધિ કરવાની ઈચ્છા સંભવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વાદી (વક્તા)ને જેવા સાધ્યની સિદ્ધિ કરવી અભિપ્રેત હોય તે જ સાધ્ય બની શકે છે. વાદી જે પદાર્થને જે રૂપે સ્વીકારતો નથી તે સ્વરૂપે પણ જો તે પદાર્થ સાધ્ય બની જતો હોય તો પછી સાધ્યની સિદ્ધિ જ નિષ્ફળ થઈ જાય. સાંખ્યો આત્માની સિદ્ધિ કરવા માટે જે અનુમાનપ્રયોગ આપે છે તે આ બાબતમાં ઉદાહરણ છે. સાંખ્યોનો અનુમાનપ્રયોગ આવો છે – “વભુરાયઃ પરાર્થી સંધીતત્વ િશય્યાસનાઢિવ” = ચક્ષુ આદિ ઈન્દ્રિયો અન્યને માટે છે, સંઘાતરૂપ હોવાથી, શય્યા-આસનાદિની જેમ.” શયા-આસનાદિ વસ્તુઓ પરમાણુસમૂહરૂપ હોવાથી સંઘાતાત્મક (સંહત) છે તેથી તે પોતાને માટે નથી હોતા પણ પોતાના ઉપભોક્તા વ્યક્તિ માટે જ હોય છે. આથી તેને “પરાર્થ' કહેવાય છે. જે સંઘાતરૂપ હોય તે પરાર્થ હોય એવી વ્યક્તિ છે. ચક્ષુ આદિ ઈન્દ્રિયો પણ સંઘાતરૂપ હોવાથી પરાર્થ છે. જે પર અર્થ છે તે જ આત્મા છે. આ રીતે સંઘાતત્વ હેતુ દ્વારા સાંખ્યો આત્માની સિદ્ધિ કરે છે. જો કે પ્રયોગવાક્યમાં વક્ષરતઃ પરાર્થ:' એટલું જ માત્ર કહ્યું છે “વફુરત: માત્માર્થા:' એમ કહ્યું નથી છતાં પણ અહીં “પર”નો અર્થ “આત્મા” જ માનવો જોઈએ. પરનો અર્થ “સ્વભિન્ન અન્ય કોઈપણ' કરવામાં આવે તો સાંખ્યોને અભિમત એવો આત્મા સિદ્ધ નહીં થાય. કેમ નહીં થાય ? કારણ કે -
સાંખ્યમત મુજબ શરીર-ઈન્દ્રિયાદિ બધા સંઘાતરૂપ (સંહિત) છે પરંતુ આત્મા સંહત (સંઘાતરૂપ) નથી. પ્રકૃતિના બધા પરિણામો સંહતરૂપ છે. આત્મા પ્રકૃતિનો પરિણામ નથી તેથી સંહતરૂપ પણ નથી. હવે ઉક્ત અનુમાનપ્રયોગમાં “પરાર્થનો અર્થ “આત્માર્થ’ ન કરીયે અને કોઈ પણ “પરનું ગ્રહણ કરવામાં આવે તો શું દોષ આવે તે જોઈએ. બૌદ્ધો પણ ચક્ષુ આદિને પરાર્થ તો માને જ છે પણ તે લોકો આત્માને તો માનતાં નથી તેથી બૌદ્ધો ચક્ષુ આદિને “સંઘાતરૂપ પરને માટે (=સંહતપરાર્થ) માને છે. તેથી “પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org