________________
૧૧૨
જૈન તકભાષા
ननु यद्येवं पक्षधर्मताऽनुमितो नाङ्गं तदा कथं तत्र पक्षभाननियम इति चेत्; क्वचिदन्यथाऽनुपपत्त्यवच्छेदकतया ग्रहणात् पक्षभानं यथा नभश्चन्द्रास्तित्वं विना जलचन्द्रोऽनुपपन्न इत्यत्र, क्वचिच्च हेतुग्रहणाधिकरणतया यथा पर्वतो वह्निमान् धूमवत्त्वादित्यत्र धूमस्य पर्वते ग्रहणाद्वलेरपि
। अथ अन्तर्व्याप्तिरेवानुमितिप्रयोजिका । अन्तर्व्याप्तौ चावश्यमेव पक्षस्यान्तर्भावः ‘पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिरिति वचनात् । व्याप्तिज्ञानीया धर्मिविषयतैव अनुमितिधर्मविषयतायां तन्त्रमिति हेतुलक्षणे पक्षधर्मत्वाप्रवेशेऽपि अन्तर्व्याप्तिज्ञानबलादेव तज्जन्यानुमितौ पक्षस्यैव धर्मितया भानं, न पुनरन्यथानुपपत्त्यवच्छेदकतया हेतुग्रहणाधिकरणतया वा तस्य भानमित्यभिप्रायेण प्रमाणनयतत्त्वालोकीयं હેતુના પક્ષધર્મત સ્વરૂપની જ વિચારણા હોવાથી તેના દ્વારા અનુમિતિની આપત્તિ આપી છે.)
બૌદ્ધઃ પક્ષધર્મતા જો હેતુનું લક્ષણ ન હોય, એટલે કે હેતુનું પક્ષમાં હોવું એ અનુમિતિમાં જો કારણ ન હોય તો પછી અનુમિતિમાં પક્ષનું જ્ઞાન થાય છે એવો નિયમ શેના આધારે ? અર્થાત્, હેતુનું પક્ષમાં ભાન છે એટલે કે પક્ષમાં જ સાધ્યની સિદ્ધિ થાય છે એવું નિયમન શી રીતે સિદ્ધ થશે ?
જેનઃ પક્ષનું જ્ઞાન બે રીતે થાય છે (૧) કેટલાક સ્થાનોમાં અન્યથાઅનુપપત્તિરૂપ વ્યાપ્તિના અવચ્છેદકરૂપે ( વિશેષણરૂપે) થાય છે જેમ કે – આકાશ ચન્દ્રની અનુમિતિ સ્થળે. આકાશમાં ચન્દ્રની અનુમિતિ થવામાં જલચન્દ્રને હેતુ બનાવાયો છે પણ આકાશમાં ચન્દ્ર હોય તે વિના જલચન્દ્ર હેતુ બની શકતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આ એવું સ્થળ છે કે જ્યાં પક્ષસ્થ હેતુમાં જ સાધ્યની વ્યાપ્તિનો નિર્ણય થાય. અહીં હેતુ
જલચન્દ્ર તો પક્ષમાં રહ્યો જ નથી તેથી હેતુમાં પક્ષધર્મતા તો નથી જ પરંતુ તેમ છતાં અનુમિતિમાં પક્ષનું જ્ઞાન તો થાય જ છે માટે જણાય છે કે અહીં હેતુમાં પક્ષધર્મતા હોવાના કારણે પક્ષનું જ્ઞાન થતું નથી કિન્તુ વ્યાપ્તિમાં જ અંતર્ગત રીતે પક્ષનું જ્ઞાન થઈ જાય છે. એટલે કે પક્ષધર્મવાવચ્છિન્નવ્યાપ્તિનું જ અહીં ગ્રહણ થાય છે. તેથી અહીં વ્યાતિગ્રહકાળે જ વ્યાપ્તિના અવરચ્છેદક તરીકે પક્ષનું જ્ઞાન થઈ ગયું હોય છે. (૨) કેટલાક સ્થાનોમાં હેતુગ્રહણના આધારસ્થળરૂપે પક્ષનું જ્ઞાન થઈ જાય છે. દા.ત. - “પર્વત અગ્નિવાળો છે કારણ કે (પર્વત ઉપર) ધૂમ છે.” આવા સ્થળે વ્યાતિગ્રહકાળે પક્ષનું જ્ઞાન સંભવિત નથી. કારણ કે વ્યાતિગ્રહ તો પૂર્વે મહાન સાદિમાં થઈ ગયો હોય છે. ત્યાં પર્વતનું જ્ઞાન હોતું નથી, તેથી હેતુ જ્યાં જાય ત્યાં સાધ્યની અનુમિતિ થાય છે. હેતુ પર્વત પર જણાયો હોવાના કારણે પર્વત ઉપર જ સાધ્યની સિદ્ધિ થાય છે. તાત્પર્ય એ છે કે, અગ્નિના અધિકરણમાં જ ધૂમ ઉત્પન્ન થાય. દૂરસ્થ અગ્નિથી અહીં ધૂમ ઉત્પન્ન ન થાય. ધૂમનો આવો સ્વભાવ હોવાના કારણે જ ધૂમ જે ક્ષેત્રમાં (=પર્વત ઉપર) પ્રતીત થાય, તે જ ક્ષેત્ર અગ્નિની અનુમિતિમાં પક્ષ તરીકે જણાય છે. આમ જણાય છે કે ધૂમમાં પક્ષધર્મતા છે માટે અનુમિતિમાં પક્ષનું જ્ઞાન નથી થતું પણ ધૂમનો આવો સ્વભાવવિશેષ જે છે (કે પોતે જયાં પ્રતીત થાય ત્યાં જ વતિની અનુમિતિ કરાવવી) તેના કારણે અનુમિતિમાં પર્વતનું પક્ષરૂપે જ્ઞાન થાય.
જલચન્દ્રની અનુમિતિ વખતે ધ્યાતિગ્રહકાળે જ પક્ષજ્ઞાન થઈ જાય છે પરંતુ અગ્નિની અનુમિતિ વખતે એવું થઈ શકતું નથી. કારણ કે ત્યાં આગળ પર્વતની પ્રતીતિ વ્યાપ્તિના અવચ્છેદક તરીકે થતી નથી. સમસ્ત દેશકાળના તમામ ધૂમ-અગ્નિ વચ્ચે જ્યારે વ્યાતિગ્રહ થતો હોય ત્યારે ધૂમના અધિકરણ તરીકે બધે પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org