________________
પ્રમાણપરિચ્છેદ
૧૧૧
अस्ति नभश्चन्द्रो जलचन्द्रादित्याद्यनुमानदर्शनात् । न चात्रापि 'कालाकाशादिकं भविष्यच्छकटोदयादिमत् कृत्तिकोदयादिमत्त्वात्' इत्येवं पक्षधर्मत्वोपपत्तिरिति वाच्यम्; अननुभूयमानधर्मिविषयत्वेनेत्थं पक्षधर्मत्वोपपादने जगद्धर्म्यपेक्षया काककाष्ये प्रासादधावल्यस्यापि साधनोપપઃ | પણ સત્ય અનુમિતિ થઈ શકે છે. દા.ત. - “હવે શકટ નક્ષત્રનો ઉદય થશે, કારણ કે અત્યારે કૃત્તિકા નક્ષત્રનો ઉદય છે. આ સ્થળે “કૃત્તિકાનક્ષત્રનો ઉદય” હેતુ છે પણ એ તો વર્તમાનકાળમાં રહેલો છે.
જ્યારે પક્ષ તરીકે તો ભવિષ્યકાળ લીધો છે. તેમાં આ હેતુ રહ્યો ન હોવાથી “પક્ષસત્ત્વ' ન આવ્યું અને છતાં પણ તે હેતુથી અભ્રાન્ત અનુમિતિ થાય છે. (આ પદાર્થને વધુ સ્પષ્ટ સમજવા પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ - “આવતી કાલે સોમવાર છે, કારણ કે આજે રવિવાર છે.' અહીં પક્ષ છે “આવતી કાલ' અને હેતુ છે “રવિવાર'. રવિવાર તો આજે છે એટલે કે વર્તમાન છે તેથી આવતી કાલ'રૂપ (=ભવિષ્યકાળરૂપ) પક્ષમાં તે રહ્યો નથી અને છતાં પણ તેનાથી ઉક્ત અનુમિતિ થાય છે એ તો અનુભવસિદ્ધ છે.) આ તો સદ્ધતુમાં કાળની અપેક્ષાએ પક્ષધર્મવાભાવ બતાવ્યો. દેશની અપેક્ષાએ પણ સદ્ધતુમાં પણ પક્ષધર્મવાભાવ બતાવે છે. “આકાશમાં સૂર્ય ઊગી ચૂક્યો છે કારણ કે ધરતી પર પ્રકાશ છવાઈ ગયો છે.' અહીં પક્ષ આકાશ છે અને “પ્રકાશવત્ત્વ' હેતુ છે જે ધરતી પર રહ્યો છે. અને આ રીતે પક્ષધર્મતા વિનાનો હોવા છતાં પણ તે હેતુ અનુમિતિ કરાવી શકે છે. આ જ રીતે “આકાશમાં ચન્દ્ર ઊગી ચૂક્યો છે કારણ કે જલચન્દ્ર (= જલમાં ચન્દ્રનું પ્રતિબિંબ) દેખાય છે. અહીં પણ આકાશરૂપ પક્ષમાં જલચન્દ્રાત્મક હેતુ રહ્યો નથી અને તેમ છતાં પણ તેનાથી અનુમિતિ થાય છે. તેથી જણાય છે કે અનુમિતિ કરવા માટે હેતુમાં પક્ષધર્મતા હોવી આવશ્યક નથી.
બૌદ્ધ : અહીં પણ પક્ષધર્મતા સિદ્ધ કરી શકાય છે. કૃત્તિકાનો ઉદયકાળ (વર્તમાનકાળ) અને શકટનો ઉદયકાળ (ભવિષ્યકાળ), આ બન્ને કાળને સાંકળી લેનાર વ્યાપક એવા “મહાકાલ'ને પક્ષ માનવાથી ભવિષ્યનો કાળ પણ તે મહાકાલ જ સમાવિષ્ટ થઈ જવાથી પક્ષધર્મતા સિદ્ધ થઈ શકે છે. આ જ રીતે ક્ષેત્ર અંગે પણ સમજવું. નભશ્ચન્દ્રથી માંડીને જલચન્દ્ર સુધીના સંપૂર્ણ ક્ષેત્રને સાંકળી લેતા આકાશને જ પક્ષ માનવાથી પક્ષધર્મતા સિદ્ધ થઈ શકે છે.
જેનઃ અહો ! તમારી અદ્ભુત સમન્વયદષ્ટિ ! આ રીતે જો પક્ષધર્મતા માની શકાતી હોય તો પછી વિશ્વના તમામ પદાર્થોમાં પક્ષધર્મતા ઘટી શકશે અને આડેધડ અનુમાનો કરી શકાશે. જેમ કે – “મહેલ સફેદ છે કારણ કે કાગડો કાળો છે.' આવા ઉત્પટાંગ અનુમાનોમાં પણ પક્ષધર્મતા સિદ્ધ થઈ શકશે. મહેલ અને કાગડો બધાનો આધાર એવા “આકાશને પક્ષ બનાવવાથી કામ પતી જાય છે. એટલે પછી તો આવા અનુમાનોને પણ કોણ રોકી શકશે ? કારણ કે ગમે તેવા મુશ્કેલ વ્યાધિને મટાડી દેનારા કુશળ વૈદ્યરાજની જેમ ગમે તેવા વિષમ સ્થળે પણ પક્ષધર્મતાની ઉપપત્તિ કરવામાં તો તમે બાહોશ છો. માટે આવી આપત્તિઓ નોંતરવાનું ન થાય માટે પક્ષધર્મતાનો આગ્રહ તમારે છોડવો જ પડશે. (યદ્યપિ કાકકાર્ય હેતુમાં પ્રાસાદધાવલ્યની વ્યાપ્તિ જ નથી તેથી અનુમિતિ ભલે ન થાય પરંતુ પ્રસ્તુતમાં તો માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org