________________
૧૧૦
व्युदासस्य, विपक्षेऽसत्त्वनियमाभावे चानैकान्तिकत्वनिषेधस्यासम्भवेनानुमित्यप्रतिरोधानुपपत्तेरिति; तन्न; पक्षधर्मत्वाभावेऽपि उदेष्यति शकटं कृत्तिकोदयाद्, उपरि सविता भूमेरालोकवत्त्वाद्, हेतोः पक्षधर्मत्वम् । निश्चितसाध्यवान् पक्षः सपक्षः यथा तत्रैव महानसम्, तत्र हेतोः सत्त्वं = सपक्षसत्त्वम् । निश्चितसाध्याभाववान् पक्षः विपक्षः, यथा तत्रैव हृदः, तत्राविद्यमानतया व्यावृत्तत्वं हेतोर्विपक्षासत्त्वम् । बौद्धाश्च त्रैरूप्यमेव हेतुलक्षणं सङ्गिरन्ते । तथाहि - त्रैरूप्यमेव हेतुलक्षणमन्यथा हेत्वाभासव्यवच्छेदासम्भवात् । पक्षधर्मत्वस्य हेतुस्वरूपत्वाभावे कथं ' शब्द परिणामी चाक्षुषत्वादित्यादौ हेतोरसिद्धतया व्यवच्छेदः कथं च सपक्षसत्त्वस्य हेतुलक्षणत्वाभावे ' शब्दो नित्यः जन्यत्वादि 'त्यादी हेतोर्विरुद्धत्वेन व्युदासः, कथं च विपक्षासत्त्वस्य हेतुलक्षणत्वाभावे 'पर्वतो वह्निमान् प्रमेयत्वादित्यादौ हेतोरनैकान्तिकताव्यावृत्तिः स्यादिति त्रैरूप्यमेव हेतुलक्षणम् ।
निराकरोति 'तन्ने' त्यादिना 'उदेष्यति शकटमित्यादौ कालापेक्षया, 'उपरि सविता' इत्यादौ च देशापेक्षया पक्षधर्मत्वाभावेऽपि अनुमित्युत्पत्तिरुपपादिता ।
આ ત્રણે ધર્મો જેમાં હોય તે હેતુ બની શકે. આ ત્રણે ધર્મો હેત્વાભાસનું નિરાકરણ કરવા માટે અત્યંત જરૂરી છે. દા.ત. ‘શબ્દઃ રિનાની ચાક્ષુષત્વાત્' શબ્દ પરિણામી છે કારણ કે તે ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય બને છે. આવું કોઈ કહે તો અહીં ચાક્ષુષત્વ હેતુ સ્વરૂપાસિદ્ધ છે. (= પક્ષમાં નથી રહ્યો) આવા અદ્વૈતુનું નિરાકરણ ત્યારે જ થઈ શકે જ્યારે પક્ષસત્ત્વને ય હેતુનું સ્વરૂપ માન્યું હોય. માટે હેતુની અસિદ્ધતાનું (=સ્વરૂપાસિદ્ધતાનું) નિરાકરણ થઈ શકે તે માટે હેતુનું ‘પક્ષસત્ત્વ’ સ્વરૂપ માનવું જરૂરી છે અન્યથા ઉક્ત નિરાકરણ થવું મુશ્કેલ બની જશે. આવી જ રીતે, હેતુમાં ‘સપક્ષસત્ત્વ' માનવું પણ જરૂરી છે. સપક્ષ એટલે નિશ્ચિંતસાધ્યવાન્. તેમાં હેતુ રહેલો હોવો જોઈએ. જો હેતુમાં ‘સપક્ષસત્ત્વ’ માનવામાં ન આવે તો વિરુદ્ધ હેત્વાભાસનું નિરાકરણ શી રીતે થશે ? દા.ત. 'शब्दः नित्यः जन्यत्वात्' શબ્દ નિત્ય છે કારણ કે તે ઉત્પન્ન થાય છે. આ સ્થળે નિત્યત્વની સિદ્ધિ કરી આપવા માટે અપાયેલો ‘જયત્વ’ હેતુ વિરુદ્ધ નામનો હેત્વાભાસ છે કારણ કે જન્મત્વ તો અનિત્યત્વને વ્યાપ્ય હોવાથી અનિત્યત્વની જ સિદ્ધિ કરી આપે. આવા અસદ્વૈતુનું નિરાકરણ મુશ્કેલ ન બને માટે ‘સપક્ષસત્ત્વ’ હેતુમાં માનવું જરૂરી છે. આવું સપક્ષસત્ત્વ વિરુદ્ધ હેતુમાં મળી શકતું નથી તેથી એ ન મળવાથી વિરુદ્ધ હેતુનું નિરાકરણ શક્ય બને. આ જ રીતે ‘વિપક્ષાસત્ત્વ’ પણ હેતુનું સ્વરૂપ છે એવું માનવું જોઈએ. વિપક્ષ એટલે નિશ્ચિંતસાધ્યાભાવવાન્. તેમાં હેતુ રહેલો ન હોવો જોઈએ. હેતુમાં વિપક્ષાસત્ત્વ માનવાથી વ્યભિચારી હેતુનું નિરાકરણ કરવું મુશ્કેલ ન બને. દા.ત. ‘પર્વતો વહિમાન પ્રમેયત્વાત્' પર્વત અગ્નિવાળો છે કારણ કે તે પ્રમેય છે' અહીં પ્રમેયત્વ હેતુ અનૈકાન્તિક (=વ્યભિચારી) છે. કારણ કે વિપક્ષભૂત એવા જલહદાદિમાં પણ આ હેતુ રહ્યો છે. હવે જો વિપક્ષાસત્ત્વને હેતુનું સ્વરૂપ માનો તો જ ઉક્ત અસદ્વેતું, કે જેમાં આ સ્વરૂપ ઘટતું નથી, તેનું નિરાકરણ થઈ શકે. આ રીતે હેતુના ઉક્ત ત્રણે સ્વરૂપો માનવા જરૂરી છે, માત્ર એક જ લક્ષણથી ન ચાલે.'
જૈન. : હેતુમાં ત્રણ લક્ષણ માનવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પક્ષસત્ત્વ વિનાના હેતુથી
Jain Education International
જૈન તર્કભાષા
For Private & Personal Use Only
-
www.jainelibrary.org