SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન તર્કભાષા तर्कस्य प्रामाण्यं धर्मभूषणोक्तं सत्येव तत्र मिथ्याज्ञानरूपे व्यवच्छेद्ये सङ्गच्छते, ज्ञानाभावनिवृत्तिस्त्वर्थज्ञातताव्यवहारनिबन्धनस्वव्यवसितिपर्यवसितैव सामान्यतः फलमिति द्रष्टव्यम् । साधनात्साध्यविज्ञानमनुमानम् । तद् द्विविधं स्वार्थं परार्थ च । तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम्, यथा गृहीतधूमस्य स्मृतव्याप्तिकस्य ‘पर्वतो वह्निमान्' इति ज्ञानम् । अत्र हेतुग्रहण-सम्बन्धस्मरणयोः समुदितयोरेव कारणत्वमवसेयम्, तर्कस्य तत्र धर्मभूषणाभिप्रेतत्वेन बोद्धव्यमिति न कश्चिद्विरोधः । ननु यदि व्याप्तिविषयकसंशयात्मकमिथ्याज्ञाननिवर्तकतया तर्कप्रामाण्यं समर्थ्यते तर्हि प्रमाणसामान्यफलतया ज्ञानाभावरूपाज्ञाननिवृत्तिः 'प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम्' (न्याया.गा.२८) इत्यादिनोक्ता कथं निर्वहेदिति चेत्, उच्यते, जैनमते ज्ञानमात्रस्य स्वप्रकाशतया तर्कस्यापि स्वप्रकाशत्वेन स्वव्यवसितिपर्यवसायित्वम् । स्वव्यवसितेश्च विषयव्यवसितिगर्भिततया बाह्यविषयज्ञातताव्यवहारप्रयोजकत्वेन विषयाज्ञाननिवृत्ति શંકા : તમે જો આ રીતે વિરોધી શંકાના વિઘટક તરીકે જ માત્ર તર્કને ઉપયોગી ગણાવો છો તો પછી ધર્મભૂષણે (= દિગંબર વિદ્વાને) અજ્ઞાનનિવર્તક હોવા રૂપે તર્કને પ્રમાણ કહ્યો છે એની સંગતિ શી રીતે થશે ? સમા. : ધર્મભૂષણે (ન્યાયદીપિકામાં) અજ્ઞાનનિવર્તક હોવા રૂપ તર્કને પ્રમાણ કહ્યો છે ત્યાં “અજ્ઞાન” પદથી મિથ્યાજ્ઞાન સમજવું અર્થાત, મિથ્યાજ્ઞાનરૂપ વ્યવચ્છેદ્ય જો ત્યાં હોય કે જેનું નિવર્તન તર્ક દ્વારા થાય, તો જ ધર્મભૂષણે તર્કમાં જણાવેલું પ્રામાણ્ય સંગત થાય. શંકા : જો માત્રનો શંકાનો વિઘટક હોવાથી જ તર્ક પ્રમાણ કહેવાતો હોય તો પછી પ્રમાણસામાન્યનું ફળ જે અજ્ઞાનની નિવૃત્તિ જૈનસિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે, તે તર્ક પ્રમાણમાં શી રીતે ઘટશે? કારણ કે તર્ક તો મિથ્યાજ્ઞાનનો નાશ કરે છે. સમા. : જૈનસિદ્ધાન્ત પ્રમાણે દરેક જ્ઞાન સ્વપ્રકાશ છે તેથી તર્ક પણ સ્વપ્રકાશ છે. સ્વવ્યવસાય એ પરવ્યવસાયગર્ભિત હોવાથી બાહ્યાર્થમાં થતા જ્ઞાતતાના વ્યવહારમાં પ્રયોજક છે અને એ રીતે સ્વવ્યવસાય જ વિષયના અજ્ઞાનની નિવૃત્તિરૂપ છે કારણ કે, વિષયાજ્ઞાનનિવૃત્તિ (= પરવ્યવસાય) થાય તો જ સ્વવ્યવસાય થાય. સ્વવ્યવસાય થયો એટલે વિષયાજ્ઞાનનિવૃત્તિ થઈ જ હોય છે. આ રીતે વાસ્તવમાં, સ્વવ્યવસાય જ જ્ઞાનાભાવની નિવૃત્તિરૂપ છે. તેથી તર્કમાં પણ પ્રમાણનું સામાન્યફળ આ રીતે ઘટે છે કારણ કે તર્ક પણ જ્ઞાનરૂપ હોવાથી સ્વપ્રકાશ તો છે જ. એક અનુમાન પ્રમાણનું નિરૂપણ હવે ક્રમપ્રાપ્ત અનુમાન પ્રમાણનું નિરૂપણ કરે છે. તેનું લક્ષણ જણાવે છે. હેતુ દ્વારા સાધ્યનું જ્ઞાન થવું તે અનુમાન છે. તેના બે પ્રકાર છે. સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. સ્વાર્થનુમાનઃ હેતુનું ગ્રહણ અને સાધ્ય-સાધન વચ્ચેના સંબંધ (=વ્યાપ્તિ)નું સ્મરણ, આ બે દ્વારા પોતાને સાધ્યનું જે જ્ઞાન થાય તેને સ્વાર્થાનુમાન કહેવાય છે. દા.ત. ધૂમને પ્રત્યક્ષ જોનારા અને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy