________________
૬૪
આશય એ છે કે જે વ્યક્તિ કાયાથી હિંસા કરે છે, તે વ્યક્તિના મનનો અધ્યવસાય વધારે ક્લિષ્ટ છે; અને જે વ્યક્તિ ફક્ત અનુમોદના કરે છે કાયાથી હિંસા કરતી નથી, તેનો અધ્યવસાય કાયાથી હિંસા કરનાર કરતાં ઓછા ક્લેશવાળો છે. તેથી પ્રાયશ્ચિત્તમાં ભેદ હિંસાના અધ્યવસાયના ભેદને કારણે જ છે, પરંતુ હિંસા પ્રત્યે કાયાની ક્રિયાં તો અકિંચિત્કર છે. તેથી જેને મારવાનો અધ્યવસાય નથી, ફક્ત કાયાની ક્રિયા છે તે નિષ્ફળ છે. તેનું નિરાકરણ કરતાં કહે છે -
-
અનુવાદ :
નિમિત્તમેવ.....લોપ થારૂં IIરપુ|| -નિમિત્તભેદ વગર મનસ્કારભેદ હોય તો સર્વ વ્યવસ્થાનો લોપ થાય.
ભાવાર્થ :
જે વ્યક્તિ હિંસા કરે છે તે વ્યક્તિને કાયયોગનું નિમિત્ત ભળવાને કારણે ક્લિષ્ટ અધ્યવસાય થાય છે, અને જે વ્યક્તિ હિંસાની પ્રશંસા કરે છે તે વ્યક્તિની કાયાની ક્રિયા તેમાં નહિ ભળેલી હોવાના કારણે અધ્યવસાયનો ભેદ થાય છે. તેથી એ ફલિત થાય કે, નિમિત્તનો ભેદ અધ્યવસાયના ભેદ પ્રત્યે કારણ છે, અને તેમ ન માનીએ તો શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત આદિની વ્યવસ્થા કે બાહ્ય આચરણાદિની વ્યવસ્થા છે, તે સર્વ લોપાય. કેમ કે બાહ્ય આચરણા તો કાયચેષ્ટા છે અને મનથી જ મોક્ષ થઈ શકે છે, તેથી મોક્ષસાધના માટે બાહ્ય ક્રિયાની આવશ્યકતા નથી તેમ માનવાની આપત્તિ આવે. ॥૫॥
ચોપઈ ઃ
खलपिंडीनई माणस जाणि, पचइ तेहनइ गुणनी हाणि । नरनिं खल जाणइ नवि दोष, कहिओ बुद्धनिं तेहथी पोष ।। २६ ।। ગાથાર્થ ઃ
ખલપિંડીને=ખાદ્ય પદાર્થને માણસ જાણીને પકાવે તેને ગુણની હાનિ=ગુણનો નાશ, થાય છે, મનુષ્યને ખલ=ખલપિંડી, જાણીને (કોઈ પકાવે તો) દોષ કહ્યો નથી, બુદ્ધને તેનાથી (પારણું કરાવીને) પોષણ કરાવાય છે. II૨૬ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org