________________
gų
બાલાવબોધ - ___ मन:परिणाम पणि आज्ञायोगई ज प्रमाण छड्। तुम्हे इम कहो छो 'जे खलपिंडीनइं माणस जाणीनइ कोइ पचइ तेहनइं घणी हाणी होइं, जेमाटिं मनुष्य हणवानो भाव थयो, नरनइं खलपिंडी जाण्यइ थकइ जो कोइ पचड़ तो दोष नथी, जेमाटिं तिहां मनुष्य हणवानो अध्यवसाय नथी, ते पिंड परिणामशुद्ध थयो, तेणइ करी बुद्धनइं पारणुं करावीइ पोषिइ तो सूझइ, उक्तं च -
पुरिसं च विभ्रूण कुमारगं वा सूलम्मि केई पयई जायतेए । पिन्नागपिंडं सइमारुहित्ता बुद्धाण तं कप्पइ पारणाए ।।
(સૂયાડ-સુય-૨, ૪-૬, ૨૮) શારદા ઉત્થાન :
અહીં ટબાના પ્રારંભમાં મનઃપરિણામ પણ આજ્ઞાયોગે જ પ્રમાણ છે, તેમ હ્યું, એ કથન મૂળ ગાથા સાથે કોઈ સંબંધવાળું દેખાતું નથી; અને સામાન્યથી જોતાં આ વચન અહીં કેમ આવ્યું ? એવી શંકા થાય. પરંતુ ગાથા-૨૫ ના કથન પછી બૌદ્ધ તરફથી કોઈ શંકાના ઉભાવનની સંભાવના રાખીને તેના જવાબરૂપે આ કથન છે. તે આ રીતે –
ગાથા-૨૫ માં કહ્યું કે, અમે અસંચિંત્યકૃતકર્મવૈફલ્યવાદી વિચાર્યા વગર કરાયેલું કર્મ નિષ્ફળ જાય છે, એમ કહેનારા છીએ; અને મૃગને મારવાનો અધ્યવસાય શિકારીને છે, પરંતુ બૌદ્ધને નથી; માટે શિકારીને હિંસક કહી શકાય, બૌદ્ધને નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે, આ રીતે હિંસાના અધ્યવસાય વગર કરાયેલી હિંસાને વિફળ સ્વીકારશો તો હિંસા કરનાર અને હિંસાની પ્રશંસા કરનાર બંનેને સમાન માનવાનો દોષ આવશે, અને મન, વચન અને કાયાના યોગોના ભેદથી પ્રાયશ્ચિત્તનો ભેદ શાસ્ત્રમાં કહ્યો છે તે સંગત થશે નહિ. માટે મારવાના અધ્યવસાય વગર કરાયેલી હિંસાને વિફળ માની શકાય નહિ. ત્યાં બૌદ્ધ કહે કે, તમારા મત પ્રમાણે પણ સાધુ નદી ઊતરે છે, ત્યાં પાણીના જીવોની હિંસા હોવા છતાં તમે સાધુને અહિંસક માનો છો, અને સાધુના યતનાપૂર્વકના ગમનથી તે જીવ મરી જાય તો પણ સાધુને હિંસાથી કર્મબંધ માનતા નથી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org