________________
૬૩
અનુવાદ :
અનુમંતા....નૂનૂગા ન છડું, - અનુમંતાન હતા એ બે જુદા જ છે, અર્થાતુ અનુમોદના કરનારને હિંસા કરનારની અપેક્ષાએ અલ્પ કર્મબંધ છે અને મારવાના અધ્યવસાયપૂર્વક હિંસા કરનારને તેનાથી વિશેષ કર્મબંધ છે; એ રીતે બંને કર્મબંધરૂપ ફળની અપેક્ષાએ જુદા જ છે. ઉત્થાન :
વળી મનના પરિણામથી કર્મબંધ માનનાર અને ખાલી કાયાના કૃત્યને વિફલ માનનાર બૌદ્ધ કહે છે કે, મનથી બંધ અને મનથી જ મોક્ષ છે, માટે જેને મારવાનો અધ્યવસાય નથી, તેવી વ્યક્તિની હિંસાને હિંસા કહી શકાય નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે –
અનુવાદ :
મનથી....તે ન ઘટવું, -મનથી બંધ અને મનથી જ મોક્ષ કહેતાં યોગભેદથી પ્રાયશ્ચિત્તભેદ કહ્યો છે તે ઘટે નહિ. ભાવાર્થ :
કોઈ વ્યક્તિ મનથી હિંસા કરે તેને હિંસા પ્રત્યે એકે યોગ છે, અને જે વ્યક્તિ મનથી અને કાયાથી હિંસા કરે છે, તેને હિંસા પ્રત્યે બે યોગો છે. તેથી ફક્ત મનથી હિંસા કરનારની અપેક્ષાએ મન અને કાયાથી હિંસા કરનારને અધિક પ્રાયશ્ચિત્ત આવે છે, તે એકાંતે મનથી જ બંધ-મોક્ષ કહેતાં સંગત થાય નહિ. માટે મનથી બંધ છે, અને કાયાની ક્રિયા બંધ પ્રત્યે સર્વથા અકિંચિત્કર છે, એમ કહેવું તે સંગત નથી. માટે એકાંતે મનથી બંધ અને મનથી જ મોક્ષ એ પ્રકારનું બૌદ્ધનું વચન પ્રમાણભૂત નથી, કેમ કે પ્રાયશ્ચિત્તના ભેદને કહેનાર એવા વ્યવહારનો લોપ કરનાર તે વચન છે. ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે મન અને કાયાથી હિંસા કરનાર કરતાં પ્રશંસા કરનારને જે પ્રાયશ્ચિત્તનો ભેદ શાસ્ત્રમાં કહ્યો છે તે મનના ભેદને કારણે છે, પરંતુ કાયયોગના ભેદને કારણે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org