________________
૬૨
નિમિત્તકારણ છે, તેથી શિકારી હિંસક છે. જ્યારે બૌદ્ધની ક્ષણ મૃગની વિસદશક્ષણની નિયત પૂર્વવર્તી હોવા છતાં મારવાના અધ્યવસાયવાળી નથી, તેથી બૌદ્ધની ક્ષણ હિંસક નથી.
આ પ્રકારના બૌદ્ધના સમાધાન સામે ગ્રંથકાર કહે છે –
અનુવાદ :
..વરોફ માનવું, - એક વ્યક્તિ કાયયોગે હણે અને એક વ્યક્તિ તેની પ્રશંસા કરે તે બંનેમાં મારવાનો અધ્યવસાય સમાન છે, તેથી તે બેમાં ફેર થવો જોઈએ નહિ; અર્થાત્ મારવાના અધ્યવસાયમાત્રથી હિંસક સ્વીકારવામાં આવે તો મારવાનો અધ્યવસાય બંનેમાં સમાન છે, માટે બંનેને હિંસાથી સમાનફળ પ્રાપ્ત થવું જોઈએ. અને આવી વાત તો બૌદ્ધ સિવાય બીજો કોણ માને ? અર્થાત્ કોઈ વિચારક માને નહિ. ભાવાર્થ :
| સર્વ વિચારકો એમ કહે છે કે, જે વ્યક્તિ મારવાના અધ્યવસાયપૂર્વક કાયાથી હિંસા કરે છે તેને વધારે કર્મબંધ થાય છે, અને જે વ્યક્તિ હિંસાની પ્રશંસા માત્ર કરે છે પરંતુ કાયાથી હિંસા કરતી નથી, તેને કાયાથી હિંસા કરનારની અપેક્ષાએ અલ્પ કર્મબંધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે, અસંચિત્ય કરાયેલું કર્મ= વિચાર્યા વગર કરાયેલું કર્મ, સર્વથા વિફળ છે તેમ માની શકાય નહિ. કેમ કે જેમ મારવાના અધ્યવસાયથી મારવાની ક્રિયા કરવામાં આવે તેમાં મારવાની ક્રિયાને જ કારણે વિશેષ કર્મબંધ થાય છે, તેથી જે વ્યક્તિને મારવાનો અધ્યવસાય નથી તેવી વ્યક્તિથી અયતનાને કારણે કોઈની હિંસા થાય તો તેના કારણે તેને અનુરૂપ કર્મબંધ સ્વીકારવો જોઈએ. તેથી વિચાર્યા વગર કરાયેલું કર્મ સર્વથા વિફલ છે તેમ માની શકાય નહિ. તેથી મૃગની વિસદશ ક્ષણ પ્રત્યે જેમ નિમિત્તકારણ શિકારી છે માટે તે હિંસક છે, તેમ મારવાના આશય વગરનો બૌદ્ધ પણ તેની અવ્યવહિતપૂર્વેક્ષણમાં અવશ્ય હોવાથી તેને પણ હિંસક માનવો પડે..
ઉત્થાન :
આ રીતે બૌદ્ધનું નિરાકરણ કરીને હિંસા કરનાર અને હિંસાની અનુમોદના કરનાર બે વ્યક્તિ કર્મબંધરૂપ ફળની અપેક્ષાએ જુદા છે, તે બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org