________________
૬૧
ગાથાર્થ -
જો સમલ ચિત્તક્ષણ હિંસા છે તો કાયયોગ કારક બને નહિ; અનુમોદના કરનાર અને હણનાર એક છે, એ તારા વિના બૌદ્ધ વિના, કોણ વિવેકી કહે ? અર્થાત્ કોઈ ન કહે. રપા બાલાવબોધ :
जो कहस्यो 'अम्हे असंचिंत्यकृतकर्मवैफल्यवादी छू ते माटि मृगमारणाध्यवसायवंत व्याधचित्त समल छइ ते क्षणनई हिंसा कहूं धूं तो एक काययोगई हणइं, अनइ एक तेहनइं प्रशंसइ, ए बेमां फेर न थयो जोइइ, तेह तो तुम्ह विना बीजो कोइ न मानइं, अनुमंता नइं हंता ए बे जूजूआ ज छई, मनथी बंध अनइ मनथी ज मोक्ष कहतां योगभेदई प्रायश्चित्तभेद कहिओ छइं ते न घटई, निमित्तभेद विना मनस्कारभेद होइ तो सर्व व्यवस्था लोप थाई ।।२५।। અનુવાદ –
નો વેચો .....હૂં - મૃગની વિસદશક્ષણના નિમિત્તકારણને હિંસક સ્વીકારવાથી શિકારીની જેમ બૌદ્ધને પણ હિંસક માનવાની આપત્તિ ગાથા-૨૪ માં બતાવી. તે આપત્તિનું નિરાકરણ કરવા માટે બૌદ્ધ જો એમ કહે કે, અમે અસંચિયતકર્મવલ્યવાદી છીએ વિચાર્યા વગર કરાયેલું કર્મ સર્વથા વિફળ છે તેમ માનીએ છીએ, તેથી મૃગ મારવાના અધ્યવસાયવાળા શિકારીનું ચિત્ત સમલ હોવાને કારણે મૃગની વિસશક્ષણ પ્રત્યે અવ્યવહિતપૂર્વવર્તીરૂપે બૌદ્ધ અને શિકારી બંનેની ક્ષણો વિદ્યમાન હોવા છતાં શિકારીની ક્ષણને હિંસા કહીએ છીએ, અને બૌદ્ધની ક્ષણને હિંસા કહેતા નથી.
ભાવાર્થ :
બૌદ્ધને કહેવાનો આશય એ છે કે હિંસા કરવાના અધ્યવસાય વગર કોઈ હિંસા કરે તો તે કર્મ વિફળ છે, અર્થાત્ તે કૃત્યથી કર્મબંધ થતો નથી; પરંતુ મારવાના અધ્યવસાયપૂર્વક કરાયેલું કૃત્ય કર્મબંધનું કારણ છે. અને શિકારી મૃગને મારવાના અધ્યવસાયપૂર્વક મૃગની વિસદશક્ષણમાં
S-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org