________________
૫૮
ભાવાર્થ:
બૌદ્ધનો આશય એ છે કે શિકારી મૃગને મારે છે તે વખતે, મૃગની સદશક્ષણ પ્રતિક્ષણ ઉત્પન્ન થતી હતી તે અટકી જાય છે, અને મૃગની શૂકરાદિ અન્ય ભવની પ્રાપ્તિરૂપ વિસશક્ષણનો આરંભ થાય છે. તેનું નિમિત્તકા૨ણ શિકારી છે, માટે પદાર્થ પ્રતિક્ષણ નાશવંત હોવા છતાં શિકારીને હિંસક કહી શકાય.
અનુવાદ :
તો તે.....કૃતિ ન્યાયાત્, - તો ગ્રંથકાર બૌદ્ધને કહે છે - એ રીતે તો બૌદ્ધમતને માનનારાનું મન પણ હિંસાથી અપવિત્ર થયું. કેમ કે શિકારીની ક્ષણની જેમ બૌદ્ધની પણ અનંતરક્ષણ મૃગની વિસદશક્ષણનો હેતુ થઈ. અને તેમાં યુક્તિ આપે છે કે, “જે જેની પછી થાય છે, તે તેનાથી ઉદિત–ઉત્પન્ન, થયેલ છે,” એ પ્રકારના ન્યાયથી, મૃગની વિસદશક્ષણ પ્રત્યે જેમ નિમિત્તકારણ શિકારી છે, તેમ પદાર્થને ક્ષણિક માનનાર બૌદ્ધ=બુદ્ધના અનુયાયીઓ, પણ છે.
ભાવાર્થ :
મૃગની સદશક્ષણ પછી જે વિસદશક્ષણ થઈ તે ક્ષણની પૂર્વક્ષણમાં જેમ શિકારી વિદ્યમાન છે, તેમ બૌદ્ધમતને અનુસરનાર બૌદ્ધ પણ વિદ્યમાન છે, અને ઉત્તરક્ષણમાં મૃગની વિસદશક્ષણ ઉત્પન્ન થાય છે. અને બૌદ્ધમત પ્રમાણે વાસ્તવિક રીતે શિકારીના પ્રયત્નથી મૃગની વિસદશક્ષણ ઉત્પન્ન થતી નથી, પરંતુ શિકારી તો નિમિત્તમાત્ર છે. વસ્તુતઃ મૃગ જ સ્વતઃ જ્યારે મૃગની સદશક્ષણનું કુર્વદ્નપત્વ હતું ત્યારે ઉત્તરમાં સદેશમૃગને પેદા કરતો હતો, અને મૃગની ચરમક્ષણમાં મૃગની વિસદશક્ષણનું કુર્વદ્નપત્વ હતું તેથી મૃગની વિસદશક્ષણ પેદા થાય છે. તેથી બૌદ્ધમત પ્રમાણે નિમિત્તમાત્રરૂપ એવો શિકારી મૃગની વિસદશક્ષણ પેદા કરવામાં કોઈ યત્ન કરી શકતો નથી; ફક્ત ઘટની નિષ્પતિ પ્રત્યે જેમ આકાશ અવર્જ્યસંનિધિરૂપે છે, તેમ શિકારી મૃગની વિસŁશક્ષણ પેદા કરવા પ્રત્યે અવર્જ્યસંનિધિરૂપે છે. અને તે જ રીતે બૌદ્ધમતની યુક્તિથી વિચારીએ તો, મૃગની વિસદશક્ષણની નિષ્પત્તિ પ્રત્યે અવ્યવહિતપૂર્વવર્તીરૂપે બૌદ્ધની પણ ક્ષણ છે, તેથી મૃગની વિસદશક્ષણના આરંભ પ્રત્યે શિકારી અને બૌદ્ધ બંને સમાન છે. તેથી જો બૌદ્ધમતે શિકારીને હિંસક કહી શકાય તો બૌદ્ધને પણ મૃગના હિંસકરૂપે માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org