________________
૫૭
आहेडीप्रमुख ते हिंसक कहिई' तो ते बौद्धनई कहिई-ताहरु मन पणि हिंसाथी अपवित्र थयुं, जे माटई व्याधक्षणनी परिं ताहरो पण अनंतर क्षण मृगविसदृशक्षणनो हेतु थयो ' तदुदितः स हि यो यदनन्तरः' इति न्यायात्, क्षणना अन्वयव्यतिरेक तो सरषा छई, तज्जातिं अन्वयव्यतिरेकनुं ग्राहक પ્રમાળ નથી ।।૨૪।।
અનુવાદ :
વલી ક્ષણનાશી.....સર્વ લોપ થાર્ । - વળી બૌદ્ધ ક્ષણનાશી વસ્તુ માને છે, તેમાં દોષ કહે છે – જો ક્ષણનાશનો તને ધંધ=આગ્રહ છે, તો હિંસાથી કોને બંધ થાય ? અર્થાત્ કોઈને થઈ શકે નહિ. કેમ કે દરેક ક્ષણે જીવ નાશ પામે છે તો હિંસા કોની કોનાથી થાય ? અર્થાત્ કોઈનાથી કોઈની હિંસા થાય નહિ. કેમ કે ઉત્તરક્ષણમાં પદાર્થ સ્વતઃ જ નાશ પામે છે, માટે કોઈથી કોઈની હિંસા સંભવે નહિ. અને આ રીતે હિંસા સંભવે નહિ તો હિંસાથી પાપ બૌદ્ધ કહે છે તે ઘટે નહિ. અને હિંસા ઘટે નહિ તો અહિંસા પણ ઘટે નહિ. કેમ કે કોઈનાથી કોઈની હિંસા થતી હોય તો તેના પરિહાર માટેનો યત્ન એ અહિંસા છે, એમ કહી શકાય. જ્યારે કોઈની હિંસા જ કોઈનાથી સંભવે નહિ, ત્યારે હિંસાના પરિહારના યત્નરૂપ અહિંસા પણ કોઈનાથી થાય છે તેમ કહેવાય નહિ. અને અહિંસા વિના સત્યાદિ અન્ય વ્રતો પણ ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય, કેમ કે સત્યાદિ વ્રતો અહિંસાવ્રતની વાડરૂપ કહેવાય છે. આ રીતે પદાર્થને ક્ષણિક માનતાં યોગમાર્ગના ઉપાયરૂપ અહિંસાદિ સર્વ વ્રતોનો લોપ થાય.
ઉત્થાન :
અહીં બૌદ્ધ મોક્ષમાર્ગની સંગતિ કરવા અર્થે હિંસાની સંગતિ કરે છે, તે બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
અનુવાદ :
નો રૂમ..
તેનું
.....તે દિસ દિડું - જો તમે એમ કહેશો કે મૃગને માર્યો તે વખતે મૃગની સદશક્ષણનો આરંભ ટળ્યો અને વિસદશક્ષણનો આરંભ થયો, નિમિત્તકા૨ણ શિકારી વગેરે છે તે હિંસક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org