________________
શકાય. અને તેમ માનવાથી હિંસાના પરિહારરૂપ અહિંસા પણ કોઈનાથી સંભવે નહિ. માટે પદાર્થને ક્ષણિક માનવાથી હિંસાદિ ઘટે નહિ. ઉત્થાન :
મૃગની વિસદશક્ષણ પ્રત્યે શિકારી અને બૌદ્ધ બંને સમાન છે, તેમાં યુક્તિ આપે છે – અનુવાદ -
ક્ષણના....સરવાં છ, - ક્ષણના અન્વય-વ્યતિરેક તો સરખા છેઃ મૃગની વિસશક્ષણની પ્રાપ્તિ પ્રત્યે નિયત પૂર્વવર્તીરૂપે શિકારીની ક્ષણ અને બૌદ્ધની ક્ષણનો અન્વય-વ્યતિરેક સમાન રીતે પ્રાપ્ત થાય છે. તેથી જો શિકારીને હિંસક કહી શકાય તો બૌદ્ધને પણ હિંસક કહી શકાય. ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે ગોધૂમના અંકુર પ્રત્યે ગોધૂમનું બીજ કારણ છેઃઘઉંના અંકુર પ્રત્યે ઘઉંનું બીજ કારણ છે, એવો સામાન્ય કાર્ય-કારણભાવ નથી, પણ તદ્ ગોધૂમના અંકૂર પ્રત્યે તદ્ ગોધૂમનું બીજ કારણ છે=જે ઘઉંના બીજથી જે અંકુરરૂપ કાર્ય થાય છે તે અંકુર પ્રત્યે તે ઘઉંનું બીજ કારણ છે. અને આ રીતે વિશેષ કાર્યકારણભાવ હોવાથી કોઈ વ્યક્તિ એમ નિર્ણય કરી શકે નહિ કે મને પ્રાપ્ત થનારા અંકુર પ્રત્યે ગોધૂમનું બીજ કારણ છે, અને તે રીતે ગોધૂમના અંકુરાર્થીની ગોધૂમના બીજમાં પ્રવૃત્તિ સંભવે નહિ; તો પણ વ્યવહારથી ગોધૂમ જાતિથી જ ગોધૂમના અંકુરો થાય છે, એ પ્રકારના સામાન્ય કાર્ય-કારણભાવનો નિર્ણય થાય છે. તેથી ગોધૂમના અંકુરનો અર્થી ગોધૂમના બીજને જ ગ્રહણ કરે છે, શાલિડાંગર, આદિના બીજને ગ્રહણ કરતો નથી. આનાથી એ નક્કી થાય કે તજ્જાતિથી અર્થાત્ ગોધૂમ જાતિથી જેમ ગોધૂમના અંકુરની નિષ્પત્તિનો પ્રામાણિક વ્યવહાર થઈ શકે છે, તેમ મૃગની વિસદશક્ષણ પ્રત્યે શિકારી પ્રમુખને નિમિત્ત કારણ વ્યવહારથી સ્વીકારી શકાશે. (અહીં ગોધૂમ અને તેના અંકુર વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપે કાર્યકારણભાવ છે, અને મૃગની વિસશક્ષણ અને શિકારી વચ્ચે નિમિત્તભાવરૂપે કાર્યકારણભાવ છે) તેને ગ્રંથકાર કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org