________________
વ્યક્તિને રજતમાં રજતની બુદ્ધિ થાય છે, અને દરેકને સાર્વત્રિક અનુભવના બળથી તે પ્રતીતિ પ્રમાણરૂપ છે તેમ નિર્ણય થાય છે; અને તેના બળથી જ રજતમાં રજતની વિકલ્પબુદ્ધિવાળા જ્ઞાનની પૂર્વમાં થયેલી નિર્વિકલ્પબુદ્ધિ પ્રમાણરૂપ છે તેમ નિર્ણય થાય છે. તે જ રીતે વસ્તુને જોવાથી નિર્વિકલ્પબુદ્ધિ થયા પછી વિકલ્પબુદ્ધિમાં દ્રવ્ય અને પર્યાય બંને ભાસે છે. જો પોતાના અનુભવથી પ્રામાણિક રીતે જોવામાં આવે તો પોતાને પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણોનો અનુભવ દેખાય છે, અને તે દરેક જ્ઞાનક્ષણોનો અનુભવ કરનાર હું એક જ છું, તેમ પણ દેખાય છે. અને તે અનુભવના બળથી જ ઉત્તરમાં ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણરૂપ પર્યાય અને તે પર્યાય અનુગત એક આત્મદ્રવ્ય છે, એ પ્રકારના નિર્ણયના બળથી જ તે જ્ઞાન કરાવનાર નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણરૂપ છે, તેમ નિર્ણય થાય છે. વિશેષાર્થ :
શક્તિમાં રજતનું જ્ઞાન થયા પછી પ્રવૃત્તિ કરવાથી જ્યારે રજતની પ્રાપ્તિ થતી નથી, ત્યારે નિર્ણય થાય છે કે પ્રથમ થયેલ મારું જ્ઞાન ખોટું હતું. તેમ અનુભવમાં ભિન્ન ભિન્ન જ્ઞાનક્ષણો અનુગત હું એક છું, તે જ્ઞાન ખોટું છે તેવો નિર્ણય વિચારકને ક્યારેય થતો નથી. તેથી અનુભવસિદ્ધ એવા બે પર્યાયઅનુગત એક દ્રવ્ય માનવું ઉચિત છે. આમ છતાં, એકાંતનયની વાસનાથી વાસિત થયેલ સંસ્કારવાળાને પૂર્વ-અપરપર્યાયઅનુગત એવું અનુગત આત્મદ્રવ્ય નથી, તેવો ભ્રમ કુવાસનાને કારણે થાય છે. એવી સ્વમતના આગ્રહ વગર પ્રામાણિક અનુભવને જે જુએ તેને રજતમાં રજતના જ્ઞાન જેવો જ અનેકપર્યાયઅનુગત આત્મદ્રવ્યનો અનુભવ થાય છે.
ઉત્થાન :
આખા કથનનું નિગમન કરતાં કહે છે - અનુવાદ :
મા....રી માનવું પરિવાર માટે જ્ઞાનાદિ પર્યાય સત્ય, તો તેનો આધાર આત્મદ્રવ્ય પહેલાં સત્ય કરી માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org