________________
૪૮
ભાવાર્થ :
ઉપરમાં બતાવેલા અનુભવના બળથી જેમ જ્ઞાનાદિ પર્યાય સત્ય છે, તેમ તે જ્ઞાનાદિ પર્યાયનો આધાર એવું આત્મદ્રવ્ય પણ પહેલાં સત્ય માનવું જોઈએ. અર્થાત્ તે જ્ઞાનાદિ પર્યાય પેદા થયા તેના પહેલાં તે આત્મદ્રવ્ય વિદ્યમાન હતું, એમ માનવું જોઈએ.|રવા અવતરણિકા -
બંધક્ષણ અને મોક્ષક્ષણ જુદી હોવા છતાં એક વાસનાને સ્થાપન કરીને યોગીઓની મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિની બૌદ્ધ સંગતિ કરે છે, તેનું નિરાકરણ પૂર્વ શ્લોકમાં કર્યું. હવે બૌદ્ધ સદશક્ષણના આરંભને બતાવીને યોગીઓની મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિની સંગતિ કરે છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ચોપાઈ :
सरषा क्षणनो जे आरंभ, तेह वासना मोटो दंभ । बंध-मोक्षक्षण सरषा नहीं, शकति एक नवि जाइ कही ।।२२।।
ગાથાર્થ :
સરખા ક્ષણનો જે આરંભ તે વાસના છે, એમ કહીને મોક્ષના અર્થે પ્રવૃત્તિની સંગતિ બૌદ્ધ કરે છે, તેને ગ્રંથકાર કહે છે કે એ મોટો દંભ છે. અને તેમાં યુક્તિ બતાવે છે કે, બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખા નથી. તેથી વાસનાના બળથી મોક્ષની પ્રવૃત્તિ સંગત થઈ શકે નહિ.) અને ત્યાં એક શક્તિ કહી શકાય નહિ. અર્થાત્ બંધક્ષણ અને મોક્ષક્ષણમાં એક શક્તિ માનવામાં આવે તો આત્મદ્રવ્યની સિદ્ધિ થાય, માટે બૌદ્ધનું કથન દંભરૂ૫ છે.રશા બાલાવબોધ :
सदृशक्षणनो जे आरंभ तेह ज वासना इम कहq ते मोटुं कपट छइं, जे माटइं बंध-मोक्षना क्षण सरषा नथी, तो जे बंधाइ ते मुकाई इम न कहिउँ जाइ, तिवारइ मोक्षनइं अर्थि कुण प्रवर्तहं ? वलीं कहस्यो जे बंधजननशक्तिवंत क्षण जूआ छइं, मोक्षजननशक्तिवंत क्षण जूआ छई, बद्ध छइं ते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org