________________
૪૬
આશ્રયીને પ્રમાણ છે. તેમાં હેતુ કહે છે કે જે ઠેકાણે જ જે સ્થાનમાં જ, આને સવિકલ્પબુદ્ધિની પ્રમાણતાને, પેદા કરે ત્યાં જ–તે સ્થાનમાં જ, નિર્વિકલ્પબુદ્ધિની પ્રમાણતા છે, એવું વચન છે. ભાવાર્થ :
બૌદ્ધમતે વિષયનો સંપર્ક થવાથી વિષયનું સ્વરૂપ જેવું છે તેવું દેખાય છે, તે નિર્વિકલ્પજ્ઞાન છે. અને ત્યાર પછી આ ઘટ છે, આ પટ છે, એ પ્રકારે વિકલ્પાત્મકજ્ઞાન થાય છે, અને તે વિકલ્પાત્મકજ્ઞાનને બૌદ્ધ પ્રમાણ કહેતો નથી. કેમ કે પુરોવર્સી પદાર્થમાં આ ઘટ છે, એવો ઉલ્લેખ હોતો નથી, પણ સ્વબુદ્ધિથી આને ઘટ કહેવાય છે, એ પ્રકારના વિકલ્પો ઊઠે છે. અને તે વિકલ્પાત્મકજ્ઞાનને બૌદ્ધ પરમાર્થથી પ્રમાણ માનતો નથી, માત્ર વ્યવહારથી જ તેને બૌદ્ધ પ્રમાણ કહે છે. અને બૌદ્ધ કહે છે કે નિર્વિકલ્પબુદ્ધિમાં માત્ર પર્યાય જ દેખાય છે, પરંતુ પૂર્વઉત્તરપર્યાયઅનુગત કોઈ દ્રવ્યનો પ્રતિભાસ થતો નથી, માટે વિકલ્પબુદ્ધિથી સિદ્ધ કરાયેલ અનેકક્ષણઅનુગત દ્રવ્ય માનવું ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે કે કઇ નિર્વિકલ્પબુદ્ધિ પ્રમાણરૂપ છે અને કઈ નિર્વિકલ્પબુદ્ધિ અપ્રમાણરૂપ છે, તેનો નિર્ણય ઉત્તરમાં થતી સવિકલ્પબુદ્ધિની પ્રમાણતાને આધીન છે. તેથી વિકલ્પબુદ્ધિને અપ્રમાણરૂપ કહીને અનુભવાતા એવા અનુગત દ્રવ્યનો અપલોપ થઈ શકે નહિ.
અને તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે - અનુવાદ :
કાન...માસ છઠ્ઠ - અને નિર્વિકલ્પબુદ્ધિની ઉત્તરમાં થતી વિકલ્પબુદ્ધિમાં તો દ્રવ્ય અને પર્યાય બંને ભાસે છે, માટે દ્રવ્ય અને પર્યાય બંને માનવા ઉચિત છે. ભાવાર્થ :
શક્તિની નિર્વિકલ્પબુદ્ધિના ઉત્તરમાં “આ રજત છે, એવી વિકલ્પબુદ્ધિ થાય છે, તે અનુભવના બળથી અપ્રમાણરૂપ છે એમ નિર્ણય થઈ શકે છે; અને તે રીતે પુરોવર્તી રજતને જોઈને આ રજત છે' એ પ્રકારની વિકલ્પબુદ્ધિ થાય છે, અને તે અનુભવના બળથી યથાર્થરૂપ છે તેમ નિર્ણય થઈ શકે છે. આથી જ દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org