________________
૪૫
એક ચિત્રપટને કોઇ જતું હોય ત્યારે, તે વ્યક્તિના જ્ઞાનમાં નીલાકાર-પીતાકાર આદિ અનેક આકારો પ્રતિભાશમાન થાય છે, તે જ રીતે એક દ્રવ્યને અનેક ક્ષણોની સાથે સંબંધ માનવામાં શું વિરોધ છે ? અર્થાત્ કોઇ વિરોધ નથી.
ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે ચિત્રપટને જોતી વખતે એક જ્ઞાનક્ષણમાં અનેક આકારોનો અનુભવ થાય છે માટે તે પ્રામાણિક છે, પરંતુ અનેક ક્ષણોની સાથે સંબંધવાળું કોઇ દ્રવ્ય માનવું તે પ્રામાણિક નથી. તેથી ગ્રંથકાર કહે છે – અનુવાદ :
પર્યાય છતા.....અનુમવડું કરું - પર્યાય વિદ્યમાન છે, માટે પર્યાયનો અનુભવ થાય છે, તેમ દ્રવ્ય પણ વિદ્યમાન છે માટે દ્રવ્યનો અનુભવ થાય છે. ભાવાર્થ :
બૌદ્ધ કહે કે- એક જ્ઞાનક્ષણમાં નાના પ્રકારના આકારોનો અનુભવ એટલા માટે થાય છે કે પટરૂપ દ્રવ્યમાં તે નાના પ્રકારના વર્ગો છે, માટે તે અનુભવના બળથી જ્ઞાનને નાના આકારવાળું માનવું યુક્ત છે. તો ગ્રંથકાર કહે છે કે તે જ રીતે અનેક ક્ષણોની સાથે સંબંધવાળા દ્રવ્યનો પણ અનુભવ થાય છે; આથી જ બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ હું અત્યારે છું, આ પ્રકારની અનુભૂતિ થાય છે. માટે વિદ્યમાન એવું દ્રવ્ય અનુભવાય છે. તેથી અનુભવના બળથી દ્રવ્યને માનવું યુક્ત છે. ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે અનેકક્ષણ અનુગત એક દ્રવ્યનો જે અનુભવ થાય છે તે વિકલ્પબુદ્ધિમાં થાય છે, અને પરમાર્થથી વિકલ્પબુદ્ધિ પ્રમાણ નથી, પરંતુ નિર્વિકલ્પ બુદ્ધિ જ પ્રમાણ છે. માટે વિકલ્પબુદ્ધિમાં પ્રતિભાસમાન નાના ક્ષણોનો સંબંધ એક વ્યક્તિને દેખાય છે, તેના બળથી દ્રવ્યની સિદ્ધિ કરવી ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે – અનુવાદ :
નિર્વિવૃદ્ધિ...તિ વચનાત્ - નિર્વિકલ્પબુદ્ધિ તો વિકલ્પબુદ્ધિને s-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org