________________
୪୪
બદ્ધ છું એ પ્રકારની અનુગત એક વાસનાબુદ્ધિ છે, તે કાલ્પનિક છે. પરમાર્થથી અનુગત કોઈ વસ્તુ નથી.
ઉત્થાન :
બૌદ્ધમત પ્રમાણે પૂર્વની જ્ઞાનક્ષણ ઉત્તરની જ્ઞાનક્ષણને પોતાની વાસના આપે છે, અને તે વાસનાથી યુક્ત ઉત્તરની જ્ઞાનક્ષણ અન્ય ઉત્તરની જ્ઞાનક્ષણને નવી વાસના આપે છે. આમ, વાસનાની સંતિત ચાલે છે, પરંતુ એક અનુગત સના નથી. માટે વાસનાસ્વભાવનિયત અનુગત આત્મદ્રવ્ય નથી, એમ બૌદ્ધ કહે તેને ગ્રંથકાર કહે છે -
અનુવાદ :
તો પરમાર્થપર્યાય.....તે છૂળ ? - બંધપર્યાયરૂપ અને મોક્ષપર્યાયરૂપ જે પરમાર્થપર્યાય છે, તેનો એક આધાર કોણ થઈ શકે ? અર્થાત્ બૌદ્ધમત પ્રમાણે એક આધાર થાય નહિ . તેથી પોતાની બંધક્ષણની મુક્તિ માટે જે યોગીઓ યત્ન કરે છે અને તેના ફળરૂપે મોક્ષ પ્રાપ્ત કરે છે, તે કથન બૌદ્ધમત પ્રમાણે સંગત થાય નહિ.
ઉત્થાન :
બૌદ્ધ કહે કે બંધક્ષણ અને મોક્ષક્ષણરૂપ જે પરમાર્થપર્યાય છે તેનો આધાર કોઈ દ્રવ્ય નથી, પરંતુ સાધનાથી બંધક્ષણથી ઉત્તર ઉત્તરમાં ઉત્પન્ન થતી ઉપાદેય ક્ષણો જ ક્રમે કરીને મોક્ષપર્યાયમાં પરિણમન પામે છે; તેથી યોગીઓ મોક્ષ માટે યત્ન કરે છે. પરંતુ બંધક્ષણ અને મોક્ષક્ષણને અનુગત કોઈ આધાર માનવાની જરૂર રહેતી નથી. તેથી બૌદ્ધમતની માન્યતાનું અવલંબન લઈને અનુગત દ્રવ્ય માનવામાં વિરોધ નથી, તે વાત અનુભવ પ્રમાણથી સ્થાપન કરતાં ગ્રંથકાર કહે છે -
અનુવાદ :
જ્ઞાનક્ષળનદું.....ો વિરોધ ? - જ્ઞાનક્ષણને નાનાકારયોગીપણાનો વિરોધ નથી તો દ્રવ્યને નાનાક્ષણયોગીપણાનો શું વિરોધ હોય ?
ભાવાર્થ :
બૌદ્ધમત પ્રમાણે એક જ્ઞાનક્ષણમાં નાના આકારોનો વિરોધ નથી. જેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org