________________
૩૧૫
પહેલાં જ તેમનું વીર્ય મોક્ષને અનુકૂળ ઉદ્ભવ્યું; જ્યારે તીર્થસ્થાપના પછી ગણધરાદિ સિદ્ધ થાય છે, તેનું કારણ તીર્થને અવલંબીને જ તેમનું વીર્ય ઉદ્ભવ્યું, તેથી મોક્ષની પ્રાપ્તિમાં મોક્ષને અનુકૂળ એવી ક્રિયાનો ઉચ્છેદ નથી. અને તીર્થની સ્થાપના પહેલાં જ મરુદેવાદિનું વીર્ય કેમ ઊછળ્યું? પછી કેમ નહિ ? તો ત્યાં કહેવું પડે કે નિયતિ જ બલવાન હતી, જેથી તીર્થની સ્થાપના પહેલાં જ તેમનું વીર્ય ઊછળ્યું. અને ગણધરાદિનું તીર્થની સ્થાપના પછી જ વીર્ય ઊછળ્યું, ત્યાં પણ નિયતિ જ પ્રધાન છે.
વળી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે, જાણીને કષ્ટ સહન કરે તે તપ છે, પરંતુ તે કષ્ટ કર્મનિમિત્ત નથી. આનાથી એ કહેવું છે કે, કોઈ જીવ જાણતો હોય કે મોક્ષમાં જવા માટે નિર્લેપ થવું છે, અને નિર્લેપ થવા માટે કષ્ટ પ્રત્યે દ્વેષ દૂર કરવાનો છે; તેથી સામેથી કષ્ટમાં યત્ન કરીને, અથવા કષ્ટ આવી પડે તે કષ્ટ પ્રત્યે દ્વેષ ન થાય તે રીતે, સમ્યફ સહન કરવા યત્ન કરે તે તપ છે; અને તેનાથી નિર્જરા થાય છે, તેથી તે મોક્ષનું કારણ છે. પરંતુ જેમ કોઇને પૂર્વકર્મના ઉદયથી અશાતા પ્રાપ્ત થયેલી હોય, અને તેને અશાતાની ઇચ્છા ન હોય તો પણ કર્મના નિમિત્તે સહન કરવી પડે, તેના જેવી સંયમના કષ્ટને સહન કરવાની ક્રિયા નથી. તેથી ગાથા-૧૦૧માં પૂર્વપક્ષી જે કહે છે કે, કષ્ટ સહન કરવાની ક્રિયા એ મોક્ષનું કારણ નથી, અને પૂર્વકર્મના ઉદયથી ભગવાન મહાવીરને કષ્ટ વેઠવાં પડ્યાં તે તેનું કથન બરાબર નથી.
વસ્તુતઃ ભગવાને જે કષ્ટો વેઠ્યાં તે મોક્ષને અનુકૂળ એવી તપની ક્રિયા સ્વરૂપ છે, કેમ કે તેના બળથી જ તેમનો નિર્લેપભાવ વધ્યો અને મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થઈ.
બાલાવબોધ :
तीर्थसिद्ध-अतीर्थसिद्धादिभेद नियतिप्रमाणइं छइ पणि क्रियाउच्छेद न हुइ, तत्कालइ तत्सामग्री ज तत्कार्यजनक हुई । जे इम कहिउं कष्ट खम, ते कर्मनिमित्त ते ऊपरि कहइ छड्-जाणी कष्ट खम्यइ तप हुइं पणि कर्मवेदना मात्र નદી, ૩ ત વ “હજુવä મહાત્મ” () ફુદાં “જ્ઞાત્વિા' રૂતિ શેષ: દિગો, आभ्युपगमिक-औपक्रमिक दुःखसहनगुण तेह ज तप, तेहथी गुणवृद्धि अनइ गुणाप्रतिपात हुई, क्रियानु पणि एह ज फल, अवदाम च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org