________________
૩૧૪
અવતરણિકા :
પૂર્વ ગાથા-૧૦૧માં પૂર્વપક્ષીએ કહેલ કે, પ્રત્યેકબુદ્ધસિદ્ધાદિ ભેદ નિયતિ પ્રમાણે થાય છે, તે રીતે મોક્ષની પણ પ્રાપ્તિ નિયતિ પ્રમાણે થશે. તેથી મોક્ષને માટે નિગ્રંથક્રિયાની આવશ્યકતા નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે - ચોપાઇ -
तीरथसिद्धादिकनो भेद, नियति तिहां नवि क्रियाउछेद । जाणी कष्ट सही तप होय, करम निमित्त न कहिइ सोय ।।१११।।
ગાથાર્થ -
તીર્થસિદ્ધાદિનો ભેદ નિયતિ (પ્રમાણે છે, તો પણ) ત્યાં=નિયતિ પ્રમાણે તીર્થસિદ્ધાદિનો ભેદ છે ત્યાં, ક્રિયાનો ઉચ્છેદ ન થાય.
ઉત્થાન :
પૂર્વે ગાથા-૧૦૧ માં કહેલ કે, કષ્ટ સહન કરવું તે પૂર્વ કર્મના નિમિત્તે છે, પરંતુ કષ્ટ સહન કરવું તે મોક્ષમાર્ગ નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે - ગાથાર્થ -
જાણીને કષ્ટ સહન કરે તો તપ થાય, અને તે કષ્ટ સહન કરવું, તે કર્મનિમિત્ત કહેવાય નહિ. I૧૧૧ાા
ભાવાર્થ :
કોઇ વ્યક્તિ તીર્થની સ્થાપના થયા પછી સિદ્ધ થાય છે તે તીર્થસિદ્ધ છે, કોઇ તીર્થની સ્થાપના થયા પૂર્વે સિદ્ધ થાય છે તે અતીર્થસિદ્ધ છે. તે ભેદો નિયતિ પ્રમાણે થાય છે, તો પણ મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ યાવતું સામગ્રીથી થાય છે, અને મોક્ષની સામગ્રી અંતર્ગત મોક્ષને અનુકૂળ એવી સાધનાની ક્રિયા પણ પ્રાપ્ત થાય છે, માટે ક્રિયાનો ઉચ્છેદ થાય નહિ. વિશેષાર્થ :
તીર્થની સ્થાપના પહેલાં મરુદેવાદિ સિદ્ધ થયાં, તેનું કારણ તીર્થસ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org