________________
૩૧૩
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ભરતાદિનું આલંબન લેનારને શાસ્ત્રકારે મહાપાતકી કહ્યા છે, ત્યાં કોઇને પ્રશ્ન થાય કે, તો પછી ભરતાદિ ક્રિયા વગર ભાવનાથી કેમ મોક્ષ પામ્યા ? તેથી કહે છે – અનુવાદ -
રોજ ..... દિઃ II૧૧૦|| - રોગ ઘણા ઔષધ ઘણાં, એમ માર્ગ ભિન્ન ભિન્ન છે; પણ રાજમાર્ગ તો વ્યવહાર જ સ્વીકારવો જોઈએ. II૧૧ના ભાવાર્થ :
જેમ સંસારમાં ઘણા પ્રકારના રોગો છે, તેમ જેને જેવો રોગ હોય તેને અનુરૂપ ઔષધ હોય; તેમ મોક્ષમાં જવા માટેના ભિન્ન ભિન્ન માર્ગો છે, અર્થાત્ બાહ્ય ભિન્ન ભિન્ન અવલંબનથી જીવો રત્નત્રયીરૂપ અંતરંગ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. આથી જ ભરતમહારાજા પૂર્વભવમાં નિગ્રંથ ક્રિયાનો અભ્યાસ કરીને આત્માને નિષ્પન્ન કરી ચૂકેલા છે, તેથી સહેજ બાહ્ય નિમિત્તને પામીને ભાવના કરતાં કરતાં અત્યંત નિર્લેપદશાને પામી શક્યા; જ્યારે મોટાભાગના જીવો નિર્લેપદશાને અનુરૂપ એવી નિગ્રંથની ક્રિયા કરીને પણ નિર્લેપદશા અતિ પ્રયત્નથી ધીરે ધીરે પ્રગટ કરી શકે છે. કેમ કે ભાવરોગ જ્યારે અતિશય વર્તતો હોય ત્યારે કષ્ટવાળી એવી શોધનક્રિયાથી રોગની અલ્પતા થઈ શકે. તેથી જે જીવોને બાહ્ય નિમિત્તો સતત સ્પર્શતાં હોય તેવા જીવો, નિગ્રંથની ક્રિયા વગર નિર્લેપભાવ તરફ કઈ રીતે જઇ શકે ? અને પૂર્વભવના અતિઅભ્યાસને કારણે બાહ્ય આલંબન વગર ભાવનામાત્રથી જ ભરતમહારાજાનું અંતરંગ વિર્ય ઉછળે છે, એટલા માત્રથી આલંબનથી પણ જે વીર્ય પ્રગટાવી ન શકે તેવા જીવો, ભરતાદિના દૃષ્ટાંતથી ભાવરોગનો નાશ કરી શકે નહિ. તેથી જ ભિન્ન ભિન્ન આલંબનોથી રત્નત્રયીરૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે, તેને આશ્રયીને જ મોક્ષનો માર્ગ ભિન્ન ભિન્ન છે, તેમ કહેલ છે. આમ છતાં, રાજમાર્ગ તો નિગ્રંથની ક્રિયા માનવી જોઈએ. કેમ કે મોટાભાગના જીવોને ભાવરોગ અતિશય હોય છે, તેથી તેને દૂર કરવા માટે વ્યવહારનો માર્ગ જ ઉપાય છે, તેથી વ્યવહારમાર્ગની શ્રદ્ધા કરવી. /૧૧ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org