________________
૧૯૫
અવતરણિકા :
ગાથા-૪૬ થી સાંખ્યમતનો પ્રારંભ કરીને ગાથા-૫૦ માં સ્થાપન કર્યું કે, ચેતન નપુંસક છે, એ કાંઈ કરતો નથી, બુદ્ધિ જે કરે છે તેને પ્રતિબિંબથી જીવ ભોગવે છે. તેનું નિરાકરણ કરતાં કહે છે – ચોપાઇ :
प्रतिबिंबइ जे भाषइ भोग, किम तस रूपी अरूपी योग । आकाशादिकनुं प्रतिबिंब, जिम नहीं तिम चेतन अवलंब ।।७३।।
ગાથાર્થ :
(બુદ્ધિમાં આત્માના) પ્રતિબિંબને જે ભોગ કહે છે, તેને તેમના મતમાં, રૂપી-અરૂપીનો યોગ કેમ સંભવે ? = રૂપી એવી બુદ્ધિમાં અરૂપી એવા આત્માનો યોગ કેમ સંભવે?
ઉત્થાન :
રૂપી-અરૂપીનો યોગ ન સંભવે. તે વાત દૃષ્ટાંતથી સમજાવતાં કહે છે – ગાથાર્થ :
આકાશાદિકનું પ્રતિબિંબ જેમ દર્પણમાં નથી, તેમ ચેતનનું અવલંબ પ્રતિબિંબ, ન થાય.II૭૩ બાલાવબોધ :
____चित् प्रतिबिंबई बुद्धिनिष्ठ भोग छड़ ते साक्षात् आत्मानइ नथी, इम कहइ छई तेहनइ रूपी-अरूपीनो योग संभवड़ नहीं । आकाश अरूपी- जिम आदर्शइं प्रतिबिंब नथी तिम बुद्धिमांहि चेतननो अवलंब न होइ । गभीरं जलं कहतां आकाशप्रतिबिंब नथी, गभीरपणुं ते जलधर्म छड़, प्रतिबिंबस्वरूप देषाडी चित् प्रतिबिंब (कहइ छइं), न होइ इस्युं कहइ छइ ।।७३।।
ચિત્ પ્રવિંદ પછી “ હું તે અધ્યાહાર છે. અર્થાત્ પૂર્વપક્ષી કહે છે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org